શું ખરેખર ‘સૂર્યવંશી’ના સેટ ઉપર ઝગડી પડ્યા અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી? જાણો શું છે આખો મામલો

આજકાલ મીડિયામાં અને સોશિયલ મીડિયા ઉપર બોલીવુડ ઉપર બનેલા ઘણા વિડીયો બહાર પડતા રહે છે, અને લોકો તેનો જોરદાર આનંદ ઉઠાવતા રહે છે. આવો જ એક વિડીયો અમે તમારી સામે લાવી રહ્યા છીએ.

અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ ને લઈને સમાચારોમાં છવાયેલા છે. આ ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે. અક્ષય સાથે કેટરીના કેફ પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને જોરદાર મારામારી કરતા જોવા મળી રહ્યા છે. તેણે જુદા પાડવા માટે પોલીસને પણ વચ્ચે પડવું પડ્યું.

ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં અક્ષય અને રોહિત શેટ્ટી વચ્ચે એટલો ઝગડો વધી ગયો કે, બંને એક બીજાને મારવા લાગ્યા. પોલીસ આવીને બંનેને જુદા પાડ્યા. આ વિડીયો અક્ષય કુમારે જ શેયર કર્યો છે. આ વિડીયો જોઇને લાગી રહ્યું છે કે, ફિલ્મ ‘સૂર્યવંશી’ વચ્ચે કલાકાર અને ડાયરેક્ટર એક બીજા સાથે ઝગડી પડ્યા. પરંતુ આ વિડીયોનું સત્ય કાંઈક બીજું જ છે.

ખાસ કરીને હાલમાં જ ઘણા ન્યુઝ સાઈટે તે સમાચાર બહાર પાડ્યા કે, ફિલ્મ ‘સૂર્યવંશી’ ના શૂટિંગ દરમિયાન અક્ષય અને રોહિત શેટ્ટીનો ઝગડો થયો અને તેમને છુટા પાડવા માટે કરણ જોહરે આવવું પડ્યું. આમ તો આ સમાચાર એકદમ ખોટા છે. આ સમાચારને રમુજ ગણાવીને અક્ષય અને રોહિતે પોતાના ઝગડાનો એક વિડીયો શૂટ કર્યો.

વિડીયોમાં તેમની સાથે કેટરીના કેફ પણ જોવા મળી. કેટરીનાએ પહેલા રોહિત શેટ્ટી અને અક્ષયના ઝગડા વાળા સમાચાર દેખાડ્યા. ત્યાર પછી અક્ષય અને રોહિતને વિડીયોમાં ઝગડતા દેખાડવામાં આવ્યા. વિડીયો શેયર કરતા અક્ષય કુમારે લખ્યું, બ્રેકીંગ ન્યુઝ – એક એવો ઝગડો જે તમારો દિવસ સુધારી શકે છે.

‘સૂર્યવંશી’ ફિલ્મ કરણ જોહર અને રોહિત શેટ્ટી મળીને પ્રોડ્યુસ કરી છે. ધર્મા પ્રોડક્શન અને રોહિત શેટ્ટી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ માર્ચના રોજ રીલીઝ થશે. ફિલ્મમાં એક સીન માટે રણવીર સિંહ અને અજય દેવગન પણ જોવા મળશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડીયો :