જો તમને લાગે છે કે આખી રાત ફોન ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઇ જાય છે, તો તમારી તકલીફનો જવાબ આ રહ્યો

મોબાઈલ બેટરી અને ચાર્જિંગથી જોડાયેલ એવી વાતો જે તમારે જરૂર જાણવી જોઈએ

મોબાઈલ રાત આખી ચાર્જ કરવો જોઈએ કે નહિ? ક્યાંક એમ કરવાથી બેટરી તો ખરાબ નહિ થઇ જાય કે પછી બેટરીમાં વિસ્ફોટ તો નહિ થાયને? રાત્રે સ્માર્ટફોન ચાર્જીંગ ઉપર મુકતી વખતે આ બધી બાબતો મગજમાં ફરવા લાગે છે. તમારા એવા જ પ્રશ્નોના જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. નિષ્ણાંતે ચાર્જીંગને લઇને આ તર્કનો યોગ્ય જવાબ જે આપ્યો છે.

ટેન્શન વગર ચાર્જ કરો ફોન

જાણકારો મુજબ રાત આખી ફોન ચાર્જ કરવાથી તેની બેટરી ખરાબ નથી થતી. તમે કોઈ ટેન્શન વગર આરામથી તમારો સ્માર્ટફોન ચાર્જીંગ ઉપર લગાવીને શાંતિથી ઊંઘી શકો છો. પહેલી વાત તો એ આજકાલના ફોન પહેલાથી ઘણા વધુ સ્માર્ટ થઇ ગયા છે. તેને ચાર્જ કરવા માટે 6-8 કલાક નથી લાગતા. સાથે જ આજકાલના મોબાઈલ્સમાં એવા પ્રોસેસર લાગેલા છે, જે બેટરીના 100 ટકા ચાર્જ થઇ જવાથી કરંટ રીસીવ કરવાનું બંધ કરી દે છે. એટલે ચાર્જીંગ પોતાની જાતે જ બંધ થઇ જાય છે. જો ફોન ફરીથી ચાર્જીંગમાં લગાવો છો, તો 90 ટકા બેટરી રહેવા છતાં પણ ફરીથી ચાર્જ થવાનું શરુ થશે.

ચાર્જીંગ કરતી વખતે ફોન ગરમ થવો સામાન્ય વાત છે

હવે કેટલાક લોકોને લાગે છે કે ફોન ચાર્જ કરતી વખતે જો ફોન ગરમ થઇ રહ્યો છે તો બેટરી જલ્દી ખરાબ થશે. તેનું પણ ટેન્શન લેવાની જરૂર નથી. નિષ્ણાંત જણાવે છે કે લેથીયમ આયન બેટરી ચાર્જીંગ વખતે એક કેમિકલ રીએક્શન માંથી પસાર થાય છે અને બેટરીને પોઝેટીવ(+) ચેમ્બરમાં રહેલા આયન નેગેટીવ(-) ચેમ્બર તરફ વહેવા લાગે છે. આ પ્રક્રિયામાં બેટરી ગરમ થાય છે અને સાથે જ મોબાઈલ પણ પાછળની સાઈડથી ગરમ થઇ જાય છે.

બેટરીને ઠીક કરવાની રીત

હવે વાત બેટરી ખરાબ થવાની કરીએ તો ફોનની બેટરી સતત ઉપયોગ થવાથી ધીમે ધીમે ખરાબ થવાની સ્થિતિ ઉભી થતી રહે છે. એટલે તે થોડા સમય પછી ખરાબ થવાની જ છે. એટલા માટે તેની ચિંતા ન જ કરવામાં આવે તો સારું રહેશે. જે લોકોની બેટરી આમ પણ વધુ સમય સુધી નથી ટકતી તે એક વખત તેની બેટરીને સંપૂર્ણ રીતે ડીસ્ચાર્જ થવા દો. ત્યાર પછી તેને ફરીથી ચાર્જ કરો આમ કરવાથી સંભવતઃ તેમની બેટરી ઠીક થઇ શકે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.