શું હકીકતમાં સરકારે દેવાનંદના કાળો કોટ પહેરવા પર લગાવી દીધો હતો પ્રતિબંધ? જાણો શું છે હકીકીત?

બોલીવુડમાં ૬૦ અને ૭૦ના દશકમાં એવા ઘણા બધા અભિનેતા હતા જેની અલગતા અને સ્માર્ટનેસની લાખો છોકરીઓ દીવાની હતી. આજે અમે તમને બોલીવુડના એવા જ મોટા અને મહાન સુપરસ્ટાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની એક્ટિંગ અને સ્માર્ટનેશના દમ પર દરેક લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા.

આ મહાન સુપરસ્ટારનું નામ છે દેવ આનંદ એટલે કે લોકોના પ્રિય દેવાનંદ. તે પોતાના સમયના ઘણા જ સ્માર્ટ અને જાણીતા અભિનેતા હતા. દેવ આનંદનો જન્મ વર્ષ ૧૯૨૩ માં ૨૬ સપ્ટેમ્બરના રોજ થયો હતો. દેવાનંદ પંજાબના ગુરદાસપુરના એક મધ્યમવર્ગના કુટુંબના હતા. દેવાનંદનું આખું નામ ધરમદેવ પીશોરી આનંદ હતું.

દેવાનંદને બાળપણથી જ અભિનય કરવાનું ઘણું પસંદ હતું. જયારે દેવાનંદ મોટા થયા તો તેને મિલેટ્રી સેંસર ઓફીસમાં નોકરી મળી ગઈ. પણ પોતાના એક્ટિંગના શોખને પૂરો કરવા માટે તેમણે પોતાની નોકરી છોડી દીધી. દેવાનંદને બી-ટાઉનના સૌથી સ્માર્ટ અને હેન્ડસમ એક્ટર માનવામાં આવતા હતા. દેવાનંદની એક્ટિંગ અને સ્માર્ટનેસ ઉપર લાખો છોકરીઓ ફિદા હતી. તે સમયે દેવાનંદ હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા હતા.

વર્ષ ૧૯૪૬ માં ‘હમ એક હે’ ફિલ્મ દ્વારા દેવાનંદે પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી. આ ફિલ્મ ઘણી જ સુપરહિટ રહી હતી, અને પહેલી ફિલ્મ હીટ થયા પછી છોકરીઓ તેની ઉપર ફિદા થઇ ગઈ હતી. તે સમયે ન જાણે કેટલીય છોકરીઓ હતી જે દેવાનંદ સાથે લગ્ન કરવા માગતી હતી.

ત્યાર પછી દેવાનંદે ‘જીદ્દી’, ‘હમસફર’, ‘બંબઈ કા બાબુ’, ‘હરે રામ હરે કૃષ્ણા’, ‘મિસ્ટર પ્રાઈમ મીનીસ્ટર’, ‘અમન કે ફરિશ્તે’ જેવી એકથી એક ચડીયાતી ફિલ્મોમાં કામ કર્યું. દેવાનંદ તે સમયે રોમાંટિક અને ફેશન આઈકોન માનવામાં આવતા હતા. આમ તો દેવાનંદના ઘણા કિસ્સા પ્રસિદ્ધ છે. પણ આજના સમયે દેવાનંદના કોઈ ભાગની સૌથી વધુ ચર્ચા કરવામાં આવે તો તે છે તેના કાળા કોટનો કિસ્સો.

કહેવામાં આવે છે કે, તે સમયે દેવાનંદ જયારે પણ કાળોકોટ અને સફેદ શર્ટ પહેરીને ઘરેથી બહાર નીકળતા હતા તો છોકરીઓ તેને જોઇને દીવાની થઇ જતી હતી. ઘણી છોકરીઓએ તો તેને કાળા કોટમાં જોયા પછી આત્મહત્યા પણ કરી લીધી હતી. આ બાબતને જોયા પછી તેની ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે દેવ આનંદને કાળો કોટ પહેરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પોઝેટીવ ભૂમિકાઓ નિભાવવાની સાથે સાથે દેવ આનંદે થોડી નકારાત્મક ભૂમિકાઓ પણ નિભાવી. દેવાનંદે ફિલ્મ ‘ટેક્સી ડ્રાઈવર’ માં હિરોઈન કલ્પના કાર્તિક સાથે કામ કર્યું, આ ફિલ્મ હીટ સાબિત થઇ. આ ફિલ્મમાં કામ કરતી વખતે કલ્પના અને દેવાનંદ વચ્ચે પ્રેમ વધવા લાગ્યો અને પાછળથી બંનેએ લગ્ન કરી લીધા.

વર્ષ ૧૯૫૬ માં તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો, જેનું નામ સુનીલ આનંદ રાખવામાં આવ્યું. કલ્પના કાર્તિક સાથે લગ્ન કરતા પહેલા દેવાનંદ અને સુરૈયાના પ્રેમના કિસ્સા પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. પણ તે બંને લગ્ન ન કરી શક્યા. પછી ૮૮ વર્ષની ઉંમરમાં ૩ ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ દેવાનંદ આ દુનિયામાંથી વિદાય લઈને જતા રહ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.