શું ફિનાલે પહેલા જ બિગ બોસ છોડી દેવાના હતા સલમાન, આટલી ફી પર માની ગયા…

નાના પર્દા પરનો સૌથી ચર્ચિત રિયાલિટી ટીવી શો બિગ બોસને સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા 10 વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. સલમાન ખાન થોડા જ સમય પહેલા એક ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં આ કહેતા દેખાયા હતા કે, તે દર વર્ષે આ વિચારે છે કે, હવે તે બિગ બોસ કરશે નહિ. પરંતુ તો પણ કરી લે છે. સલમાન આનું કારણ સાફ રીતે જણાવે છે કે, તેઓ આવું એટલા માટે કરે છે કે તે ઘરની અંદર રહેલા સભ્યોને સારી રીતે સાંભળી શકે છે. પરંતુ શું હકીકતમાં આ જ કારણે છે જેના લીધે સલમાન ખાન બિગ બોસની સાથે પાછલા 10 વર્ષથી બની રહેલા છે?

જણાવી દઈએ કે, ઘરની અંદર રહેલા કન્ટેસ્ટન્ટ 3 મહિના દરમિયાન પરસ્પર ઘણા બધા વિવાદ અને ઘણી વખત ફિઝીકલ વોયલેન્સ કરે છે. સલમાન ખાનથી પહેલા ઘણા સેલેબ્સ બિગ બોસ હોસ્ટ કરવાના પ્રયાસ કરી ચુક્યા છે, પરંતુ શો માં તે વાત આવતી જ નથી જે દબંગ ખાનના રહેવાથી થાય છે. સલમાન શો પર તે એક્શન લઇ આવે છે જેના દ્વારા લોકોને શો જોવાનું પસંદ આવે છે.

તમને જણાવી દઈએ કે, બિગ બોસની પહેલી સીઝન અરશદ વારસીએ હોસ્ટ કરી. ત્યાર બાદ સીઝન 2 માં શિલ્પા શેટ્ટી અને સીઝન 3 માં અમિતાભ બચ્ચને શો હોસ્ટ કર્યો હતો. પણ શો ને આટલી સફળતા મળી નહિ ત્યારબાદ સીઝન 4 માં સલમાન ખાન આવ્યા અને તે સીઝન 13 સુધી હોસ્ટ કરી રહ્યા છે. વચ્ચે સીઝ

કહેવામાં આવે છે કે, બિગ બોસના પ્રોડ્યુસર્સ દર નવા સીઝનમાં સલમાન ખાનને શો ના હોસ્ટ બનાવવા માટે વધુથી વધુ રકમ ઓફર કરે છે. ડેક્કન ક્રોનિકલે પોતાના એક રિપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લખ્યું કે, સલમાનને દર વધારાના એપિસોડ માટે 2 કરોડ રૂપિયા વધારે આપવામાં આવે છે.

આવી રીતે માન્યા સલમાન ખાન :

જાણકારી અનુસાર આ વખતે આ શો ને 3 અઠવાડિયા વધારે ખેંચવામાં આવશે. આ પ્રમાણે સલમાન ખાનની નક્કી ફી થી ઘણા કરોડ વધારે મળવાના છે. રિપોર્ટ મુજબ “સલમાન ખાને સાફ કહી દીધું છે કે, તે પોતાના બાકી કમિટમેન્ટસના કારણે બિગ બોસમાં વધારે પણ સમય આપવા માંગતા નથી.” પણ મેકર્સ પે-ચેક દ્વારા સલમાન ખાનને મનાવવામાં સફળ રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.