શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

તારક મહેતા શો ને 12 વર્ષ પછી લાગવાનો છે મોટો ઝાટકો, આ બે મોટા કલાકાર શો છોડવાની તૈયારીમાં, દર્શકો અચંબિત.

ટીવીની દુનિયાના પોપ્યુલર શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આ સમયે ઘણા મોટા પરિવર્તન દેખાઈ રહ્યા છે. હાલમાં જ આ શો માં રાકેશ બેદીની એંટ્રી થઈ છે. હવે સમાચાર છે કે ઘણા એવા મોટા ચહેરા પણ છે, જે આ શો ને છોડવાના છે. શો છોડવાવાળા નામોમાં જેમની ચર્ચા થઈ રહી છે, તેમાં રોશનનું પાત્ર ભજવતા ગુરચરણ સિંહ અને અંજલી મેહતાનું પાત્ર ભજવતી નેહા મેહતા શામેલ છે.

ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે તેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. આ નિર્ણય બંને માટે આનંદદાયક છે. શો માં રોશન સિંહનું પાત્ર ભજવવા માટે એક એક્ટર ફાઇનલ પણ કરી દેવામાં આવ્યો છે. તેમજ, નેહાના સ્થાન પર અંજલીનું પાત્ર ભણાવવા વાળી એક્ટ્રેસની શોધ હજી પણ શરૂ છે.

આ રિપોર્ટ અનુસાર બંને એક્ટરના શો છોડવા પાછળ પોત પોતાના કારણ છે. નેહા કોઈ બીજા શો માં વ્યસ્ત છે. તેમજ ગુરચરણ માટે પોતાની ફેમેલી ઇમરજન્સી છે. ગુરુચરણની જગ્યા પર રોશનનું પાત્ર બલવિંદર સિંહ સૂરી ભજવશે. સૂરીએ શો માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘણો જૂનો શો છે. તેને વર્ષ 2008 માં સબ ટીવી પર ઑન એયર કરવામાં આવ્યો હતો, હવે આ શો 12 વર્ષ જૂનો થઈ ગયો છે. દિલીપ જોશી આ શો માં જેઠાલાલનું પાત્ર ભજવે છે. તેમજ, લીડ એક્ટ્રેસ દયા બેનનું પાત્ર દિશા વાકાણી ભજવે છે. તેના સિવાય તારક મેહતાના પાત્રમાં શૈલેશ લોઢા પણ ઘણા પ્રખ્યાત થયા. હકીકતમાં આ શો તારક મેહતાએ લખેલી કોલમ પર આધારિત છે.

આ પહેલા ઘણી વાર શો ના એક્ટર બદલાઈ ચુક્યા છે. વર્ષ 2017 માં દયા બેનનું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણીએ 1 વર્ષ બ્રેક લીધો હતો. જોકે હજી પણ તે શો માં પાછી આવી નથી. તેના સિવાય ડોક્ટર હાથીનું પાત્ર ભજવનાર એક્ટર પણ ઘણી વાર બદલાઈ ચુક્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.