વાંદરા દરરોજ ખેતરનો પાક બરબાદ કરી જતા હતા, ખેડૂતે કૂતરાને બનાવી દીધો વાઘ અને પછી…

એક ખેડૂત સખત મહેનતથી ખેતરમાં પાક ઉગાડે છે. તેવામાં જયારે કોઈ જાનવર આવીને તેને સાફ કરી જાય તો તે ખેડૂતને ઘણું નુકશાન થાય છે, જાનવરોને પાકથી દુર રાખવા માટે ખેડૂત ઘણા પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે. અત્યાર સુધી તમે લોકોએ માણસના પુતળા વાળી કાગભગાવ પદ્ધતિ જોઈ અને સાંભળી હશે, જેના નામ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે તેનો ઉપયોગ કાગડા અને બીજા પક્ષીઓને પાકથી દુર રાખવા માટે કરવામાં આવે છે.

આમ તો માત્ર પક્ષી જ નહિ પરંતુ બીજા ઘણા જાનવરો પણ છે જે ખેડૂતોના પાકને ખાઈ જાય છે. વાંદરા તેમાંથી એક છે. તે ટોળામાં આવે છે અને એક વખતમાં પાકને ઘણું નુકશાન પહોચાડી દે છે. હવે તેને ભગાડવા માટે કાગડા ભગાડવા વાળી પદ્ધતિ પણ ફેઈલ થઇ જાય છે. તેવામાં કર્નાટકના એક ખેડૂતે આ વાંદરાને ખેતરમાંથી ભગાડવાની ઘણી જ અનોખી પદ્ધતિ શોધી કાઢી છે.

ખાસ કરીને નાલુરુ ગામના શ્રીકાંત ગોડાએ પોતાના કુતરાને રંગ કરાવીને વાઘ જેવો બનાવી દીધો છે. તેના માટે તેણે હેર ડાઈનો ઉપયોગ કર્યો અને કુતરાના શરીર ઉપર કાળી લીટીઓ બનાવી દીધી. પરિણામ એ આવ્યું કે કુતરો હવે થોડો ઘણો વાઘ જેવો દેખાવા લાગ્યો. નવાઈની વાત તો એ છે કે શ્રીકાંતના કુતરાને વાઘ બનાવવાનો આઈડિયા કામ પણ લાગી ગયો અને હવે તેના ખેતરમાં વાંદરા નથી આવતા.

ખાસ કરીને શ્રીકાંતે પોતાના કુતરાને વાઘ બનાવીને તેની થોડો તસ્વીરો લઇ લીધી અને તેણે ખેતરોમાં લગાવી દીધી. હવે તે જોઈ વાંદરા ખેતરથી દુર રહેવામાં જ પોતાની ભલાઈ સમજે છે.

શ્રીકાંત જણાવે છે કે આ અનોખા આઈડિયાની પ્રેરણા તેને ત્યારે મળી હતી જયારે તે ૪ વર્ષ પહેલા ઉત્તર કન્નડ જીલ્લાના ભટકલમાં ગયા હતા. ત્યાં એક ખેડૂતે પોતાના ખેતર માંથી વાંદરાને ભગાડવા માટે વાઘનું પુતળું મૂકી રાખ્યું હતું, ત્યાર પછી શ્રીકાંતે પણ એવું જ વાઘનું પુતળું બનાવીને પોતાના ખેતરમાં લગાવ્યું હતું.

તેનું પરિણામ પણ સારું આવ્યું હતું વાંદરા તેના ખેતરથી દુર જ રહેતા હતા. આમ તો શ્રીકાંતે વિચાર્યું કે તે આ વસ્તુ ઉપર વધારે દિવસો સુધી નિર્ભર નહિ રહી શકીએ, તેથી તેમણે પોતાના મગજના ઘોડા દોડાવ્યા અને પોતાના કુતરાને જ વાઘ બનાવી દીધો.

હવે જ્યારથી તેમણે તેમના ખેતરમાં વાઘ બનેલા કુતરાના ફોટા લગાવ્યા છે ત્યારથી વાંદરાનું ખેતરમાં આવવાનું જ બંધ થઇ ગયું છે. તેના આ આઈડિયાથી બીજા ખેડૂતો પણ પ્રેરિત થઇ રહ્યા છે, આ જાનવરોને દુર રાખવાનો અનોખો પરંતુ અસરકારક ઉપાય છે.

અહિયાં શ્રીકાંતે અમુક બાબતોનું પણ ધ્યાન રાખ્યું છે કે કુતરાની સ્કીન રંગને કારણે ખરાબ ન થાય, એટલા માટે તેણે ડાઈનો ઉપયોગ કર્યો છે. તે મુજબ કુતરા ઉપર ડાઈ વાળો આ રંગ લગભગ એક મહિના સુધી ચાલી જાય છે. ત્યાં કુતરો જયારે પણ ગામમાં ફરે છે તો લોકો તેને ઘણા ઉમંગથી જુવે છે. આમ, તમને લોકોને આ વાંદરા ભગાડવાનો આઈડિયા કેવો લાગ્યો અમને જરૂર જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.