મમી વિષે તો આપણે બધા લોકો ઘણી બધી વાતો સાંભળતા આવીએ છીએ. અને આપણા માંથી ઘણા લોકોએ મમી જોયા પણ હશે. આમ તો મમી પોતાના જ એક અજાયબી હોય છે. પણ હાલમાં જ્યોર્જિયાના જંગલોમાં એક એવું મમી જોવા મળ્યું જે આજકાલ સમાચારોમાં છે. અસલમાં આ મમી જમીન માંથી નહિ પણ ઝાડની અંદરથી મળ્યું છે અને એ પણ ત્યાં હાજર 60 વર્ષ જુના ઝાડને કાપવા દરમ્યાન મળ્યું છે.
આખા વિશ્વમાં ઘણા સ્થળો ઉપર મમી જોવા મળે છે. પણ જોર્જિયામાં મળેલું આ મમી સૌથી અલગ એટલા માટે હતું, કારણ કે એ કોઈ માણસનું નહિ પણ કુતરાનું મમી હતું. પણ તેનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે આ મમી કોઈ કબર કે બોક્સ માંથી નહિ, પણ એક ઝાડના થડમાંથી મળી આવ્યું છે. જી હા, ધ્રુજાવી નાખે એવી આ ઘટના જોર્જિયાના એક ગાઢ જંગલની છે, જ્યાં લાકડા કાપવા વાળાને આ મમી મળ્યું જેને જોઇને તેમની આંખો પોહળી રહી ગઈ.
થોડા વર્ષો પહેલાથી આ જંગલના જુના વૃક્ષોને કાપવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક ત્યાંના કઠીયારાઓને ૬૦ વર્ષના જુના વૃક્ષના થડની વચ્ચેથી એક કુતરાનું મમી મળી આવ્યું. મળી આવેલું આ કુતરાનું શબ ઘણું ડરામણું હતું, કારણ કે તેમાં ક્યાય પણ કાણા પડ્યા ન હતા. તે એક પથ્થર જેવું જ નક્કર હતું. એ કુતરાના મમીને તમે ફોટામાં સ્પષ્ટ જોઈ શકો છો.
આ રીતે મમીના મળ્યા પછી તેની સાથે જોડાયેલ ઘણા પ્રશ્નો ઉભા થયા, કે છેવટે કુતરો થડની વચ્ચે કેવી રીતે પહોંચ્યો? કુતરાનું શરીર સડ્યું કેમ નહી? અને આટલું નક્કર કેમ થઇ ગયું? આવા પ્રકારના ઘણા પ્રશ્નો સાથે જયારે વેજ્ઞાનિકોએ તેને જોયું તો તે લોકો પણ નવાઈ પામી ગયા. પણ પરીક્ષણ પછી જાણવા મળ્યું કે થડની અંદર ફસાયેલ કુતરાનું શબ લગભગ ૨૦ વર્ષ જુનું છે.
તેમજ નિષ્ણાંતોએ જણાવ્યું કે, એવું બની શકે છે કે કોઈ નાના જાનવરનો શિકાર કરવા માટે કુતરો તેની પાછળ જમીન ખોદીને આ પોલા થઇ ગયેલા થડની અંદર પહોંચી ગયું હશે. લગભગ ૨૮ ફૂટ સુધી ચડ્યા પછી પાછા ફરવા માટે તે વળી ન શક્યું અને ભૂખ તરસથી તે મરી ગયું હોય.
આ જવાબ પછી પણ જે બીજો એક સૌથી મોટો પ્રશ્ન રહ્યો, તે એ કે છેવટે કુતરાનું શબ સડ્યું કેમ નહિ. કુતરાનું શબ ક્યાયથી પણ ખરાબ નથી થયું અને મમી બની ગયું. બિલકુલ એવું જ જેવું કૂતરું તે સમયે રહ્યું હશે. તો એ વિષયમાં વેજ્ઞાનિકોએ જણાવ્યું, કે થડમાં હવાનો પ્રવાહ ઉપરની તરફ હતો, તેથી બેક્ટેરિયા ત્યાં સુધી ન પહોંચી શક્યા. સાથે જ થડમાં રહેલ થોડા એવા રસાયણોને લીધે કુતરાનું શબ ખરાબ થવાને બદલે મમીમાં ફેરવાઈ ગયું.
હાલમાં આ કુતરાના મમીને જોર્જિયાના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યું છે. આ બિહામણા મમીને જોવા આખા વિશ્વ આખા ઘણા લોકો આવે છે.
આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.