પાક્કા મિત્રને પણ ક્યારેય ના જણાવવી જોઈએ દરેક વાત, નહીં તો ઉઠાવવી પડી શકે છે પરેશાનીઓ

આજના સમયમાં કોઈની ઉપર વિશ્વાસ કરવો ઘણું અઘરું કામ છે. કેમ કે સમય જ એવો આવી ગયો છે કે આપણે નક્કી જ નથી કરી શકતા કે કોના ઉપર વિશ્વાસ કરવો અને કોના ઉપર ન કરવો. આમ તો આપણે અમુક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, જેવા કે પોતાના જીવનસાથી, માતા પિતા, અને સૌથી વધુ આપણે મિત્રો ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ. પણ અમે તમને આજના આ લેખમાં એ વાત જણાવવા જઈ રહ્યા છીએ, કે અમુક વાતો એવી હોય છે કે જે આપણે આપણા મિત્રોને પણ ન જણાવવી જોઈએ. તો આવો જાણીએ તેના વિષે વિગતવાર.

આચાર્ય ચાણક્યએ ચાણકય નીતિ ગ્રંથના બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે, કે દુશ્મનો ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ, પરંતુ તે મુજબ અમુક વાતો મિત્રને પણ ન જણાવવી જોઈએ.

આચાર્ય ચાણક્યનું કહેવું છે કે ખરાબ સમય આવે તો દુશ્મનો તો તમને દુ:ખી કરે જ છે, પરંતુ મિત્રોને પણ તમારી અમુક ગુપ્ત વાતોની ખબર પડી જાય છે, તો બની શકે છે કે તે પણ સમયનો ફાયદો ઉઠાવીને તમને નુકશાન પહોંચાડી શકે છે. એટલા માટે અમુક વાતો મિત્રોને પણ ન જણાવવી જોઈએ.

ચાણક્ય નીતિ ગ્રંથના સાતમાં અધ્યાયના પહેલા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે, કે મિત્રને શું ન જણાવવું જોઈએ. અર્ધનાશં મનસ્તાપં ગૃહે દુશચરીતાની ચ. વચ્યનં ચાપમાનં ચ મતિમાન્ન પ્રકાશયેત. ૧.

અર્થ :

ધનનો નાશ થઇ જવા ઉપર, મનમાં દુ:ખ થવા ઉપર, પત્નીના ખરાબ ચરિત્રની ખબર પડવા ઉપર, નીચ વ્યક્તિ પાસેથી કોઈ બેકાર વાતો સાંભળી લેવાથી, અને પોતે ક્યાંકથી અપમાનિત થવા ઉપર પોતાના મનની વાતોને કોઈને ન જણાવવી જોઈએ. એ સમજદારી છે.

ચાણક્યના જણાવ્યા મુજબ ક્યારેય પોતાના ધંધા, નોકરી કે લેવડ દેવડમાં ક્યારેય પણ પૈસાનું નુકશાન થઇ જાય, કે કોઈ તમારા પૈસા ચોરી લે, તો એવી વાતો તમારા મિત્રોને પણ ન બતાવવી જોઈએ.

તે ઉપરાંત જયારે તમે દુ:ખી હોવ કે કોઈ કામમાં મન ન લાગી રહ્યું હોય, તેવી સ્થિતિ વિષે પણ ન જણાવવું જોઈએ. નહિ તો નુકશાન તમારું જ થશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)