ડોંગરેજી મહારાજ નાં મુખે સાંભળો ભાગવત કથા નડીયાદ નાં સંતરામ મંદિર માં થયેલી

ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા સાંભળવા સૌથી નીચે છે વિડીયો અને વાંચો ભાગવત માં રહેલી વૈજ્ઞાનિક ચિંતન

વૈજ્ઞાનિક વિષયવસ્તુ

શ્રીમદ ભાગવતમ્ માં અમુક એવા વિષયો ઉપર પણ ચર્ચા છે જે અર્વાચીન યુગમાં પણ શોધ અને સંશોધનનો વિષય છે.

ત્રીજા સ્કંધનાં ૧૧મા અધ્યાયમાં સમયની ગણતરી બતાવી છે. તેમાં ન્યૂનતમ સમય એટલે અણુઓ વચ્ચેની સંરચના દરમ્યાનનો અંતરાલ અને મહત્તમ એટલે વિશ્વના સમગ્ર અસ્તિત્વનો સમય બે ‘ પરમાણુ ‘ મળી ને એક ‘અણુ’ થાય છે અને ત્રણ અણુઓના મળવાથી એક ‘ત્રસરેણુ’ થાય છે,

કે જે ઝરુખાઓમાં થઈને આવેલાં સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવામલે છે. આવા 3 ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને ” ત્રુટિ” કહેવાય છે. આનાથી 100 ઘણો સમય ” વેધ ” કહેવાય છે અને 3 વેધ નો એક ” લવ ” થાય છે.

3 લવ નો 1 ” નિમેષ ” કહે છે અને 3 નિમેષને એક “ક્ષણ” કહે છે. પાંચ ક્ષણની 1 ” કાષ્ઠા ” થાય છે અને પંદર કાષ્ઠા નો 1 ” લઘુ ” થાય છે. પંદર લઘુની એક ” નાડીકા ” (દંડ) કહેવાય છે. બે નાડિકાનુ એક “મુહૂર્ત” થાય છે અને દિવસ ઘટવા-વધવા અનુસાર ( દિવસ અને રાતની બંને સંધિઓને બાદ કરતાં) 6 અથવા 7 નાડિકાનો એક ” પ્રહર ” (પહોર) થાય એ “યામ” કહેવાય છે .

જે મનુષ્યના દિવસ અથવા રાત્રીના ચોથા ભાગ બરોબર હોય છે . છ પળ નું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે , કે જેમાં એક પ્રસ્થ ( એક વાટકા જેટલુ) જળ (પાણી) સમાઈ શકે ; અને ચાર પાતળી સળેકડી જેવી ધાતુ ની સળી બનાવી તેના થી તે વાસણ માં તળીયે છિદ્ર(હોલ અતિ નાના કાણા) બનાવી તેને પાણીમાં મુકવામાં આવે -તો જેટલા સમયમાં એક પ્રસ્થ પાણીમાં ડુબી જાય તેટલા સમય ને ” નાડિકા” કહે છે.

મનુષ્યના દિવસ -રાત્રીના ચાર ચાર પ્રહરના હોય છે અને પંદર દિવસ -રાત્રીનો એક “પક્ષ” ( પખવાડીયુ ) થાય છે જે શુક્લ અને કૃષ્ણ ( અજવાળીયુ અને અંધારિયુ ) ના ભેદને લિધે બે પ્રકારનો મનાય છે . આ બને પક્ષો મળીને એક “માસ” (મહીનો) થાય છે જે પિતૃઓના એક દિવસ-રાત્રી (બરાબર) છે. બે માસ ની એક “રુતુ” અને છ માસનો એક “અયન” થાય છે .

અયન ” દક્ષિણાયન ” અને ” ઉતરાયન ” ના ભેદથી બે પ્રકારના છે. આ બને અયનો મળી ને દેવતા ઓના એક દિવસ -રાત્રી થાય છે તથા મનુષ્યલોક માં એ ” વર્ષ ” અથવા દ્વાદશ માસ કહેવાય છે આવા સો 100 વર્ષોનું મનુષ્ય નું આયુષ્ય બતાવવા માં આવ્યું છે આ ભાગવતપુરાણ માં મૈયત્રેયજી ઉવાચ માં સ્કન્ધ 3 માં અધ્યાય 11માં બતાવવામા આવેલુ છે.

સમયની અસમાન ગતિ (જે આધુનિક ભૌતિક વિજ્ઞાનનો વિષય છે)નું ઉદાહરણ ૯માં સ્કંધમાં બતાવ્યું છે. જે અનુસાર રાજા કાકુદ્મીઅને તેમની પુત્રી રેવતી બ્રહ્માને મળવા લોક અને બ્રહ્મલોકના પ્રવાસે જાય છે. ત્યાં થોડો સમય વિતાવીને જ્યારે તેઓ પાછા આવીને જુએ છે તો પૃથ્વી પર કેટલાય હજાર વર્ષ પસાર થઈ ચૂક્યાં હતાં. તેઓના જાણીતા સૌ લોકો ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યાં હતાં અને વિતેલા સમયમાં તેમનાં નામ સુદ્ધાં ભૂલાઈ ગયાં હતાં.

ત્રીજા સ્કંધમાં ગર્ભમાં ભૃણના વિકાસની સવિસ્તૃત માહીતી આપેલી છે.

ડોંગરેજી મહારાજનો જન્મ તા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૨૬ અને વિક્રમ સંવત ૧૯૮૨ની ફાગણ સુદ ત્રીજને સોમવારના દિવસે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યનાં ઈંદોરમાં થયો હતો.

તેમની માતાનું નામ કમલાતાઇ તથા પિતાજીનું નામ કેશવ ડોંગરે હતું. વડોદરામાં મોટા થયેલા ડોંગરેજી મહારાજ એક પ્રખર વક્તા અને ભાગવત કથાકાર હતા. તેમણે અમદાવાદના સંન્યાસ આશ્રમ તથા કાશીમાં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો.

ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર, અમદાવાદમાં કરી. નડીઆદના સંતરામ મંદિરમાં તેમણે ૯ નવેમ્બર ૧૯૯૧ને ગુરૂવારે સવારે ૯ કલાકને ૩૭ મિનિટે અંતિમ શ્વાસ લીધો. તેમની ઇચ્છા મુજબ તેમના નશ્વર દેહને માલસર ખાતે નર્મદાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી હતી.

વિડીયો