આ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ

ભારતમાં હંમેશા સંસ્કારોને ઘણી માન્યતા આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને હિંદુ સભ્યતામાં એ વસ્તુનું ઘણું મહત્વ ધરાવે છે. આપને ત્યાં લોકો વડીલોના પગ સ્પર્શીને આશીર્વાદ લે છે. નમવું અને પ્રણામ કરવા આપણી પરંપરા છે. તેવામાં અહિયાં પગ લગાડવામાં પણ ઘણું ધ્યાન રાખવામાં આવે છે. અહિયાં અમુક લોકોને આપણા પગથી ક્યારેય સ્પર્શ ન કરવો જોઇએ. તેને અપમાન કરવા જેવું સમજવામાં આવે છે. સાથે જ તમે તમારા નસીબના દરવાજા બંધ કરી દો છો. જો તમે કોઈનું સન્માન કરો છો તો તેનાથી તમારું કાંઈ ઘટતું નથી કોઈને સન્માન આપવું ખોટું નથી, પરંતુ તેનું અપમાન કરવું ઘણું જ ખોટું છે.

બ્રાહ્મણ : આપણા હિંદુ સમાજમાં બ્રાહ્મણને સૌથી ઊંચા માનવામાં આવે છે. બ્રાહ્મણને સૌથી પૂજનીય માનવામાં આવે છે. ઘરમાં કોઈ પણ શુભ કાર્યક્રમ માટે યજ્ઞ કે હવન બ્રાહ્મણ જ કરાવે છે. તેમના આપેલા આશીર્વાદ સાત પેઢી સુધી પરિવાર ઉપર અસર કરે છે. તેવામાં ક્યારે કોઇ બ્રાહ્મણને ભૂલથી પણ પગ ન લગાવો. જ્યાં સુધી બને તો તેનો આદર સત્કાર કરો. તેને ઘર માંથી ખાલી હાથ ક્યારે પણ ન જવા દો. જો સક્ષમ હો તો ભોજન જરૂર કરાવો. એમ કરવાથી જીવન પરિવારમાં આનંદ જળવાયેલો રહેશે.

કુંવારી કન્યા : જે કન્યાઓની ઉંમર ઓછી હોય છે અને તેને માસિક ધર્મ શરુ થયું નથી હોતું તે કન્યાઓ કુંવારી કન્યા કહેવાય છે. એવી કન્યાઓને આપણા દેશમાં પૂજવામાં આવે છે. તેના પગ સ્પર્શ કરવા જોઈએ અને ભૂલથી પણ તેને પગ ન લગાવવા જોઈએ, અને ન તો ધિક્કારવા જોઈએ. આમ તો કોઈપણ ઉંમરની કન્યા સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. માં દરેક રૂપમાં તેમાં વાસ કરે છે.

અગ્નિ : આગ કે અગ્નિને હિંદુ ધર્મમાં દેવ માનવામાં આવ્યા છે. આ અગ્નિ ન હોત તો સંસારના તમામ કાર્યો અટકી ગયા હોત. અગ્નિથી આપણે ખાવાનું બનાવીએ છીએ, ગરમી મેળવીએ છીએ. શીયાળામાં તેનાથી આપણું શરીર ગરમ કરીએ છીએ અને તે ઘણા પ્રકારે આપણા કામમાં આવે છે. અગ્નિને એટલી પવિત્ર માનીએ છીએ કે તેના સાત ફેરા લેવાથી લોકો લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. તેવામાં અગ્નિને ક્યારે પણ પગ ન દેખાડવા જોઈએ. તેની આગળ આપણે હાથ જોડીએ છીએ અને પગ દેખાડવા પાપના દરવાજા ખોલે છે.

વડીલ : ઘરના મોટા વડીલ પોતાની જાતે ઘરના ગુરુ અને ઈશ્વર બન્ને બની જાય છે. તેવામાં તેને ક્યારેય પણ પગ ન લગાવવા જોઈએ. તેની સેવા કરવું ઘણું જ સારું હોય છે. તમારા ઘરના વડીલ તમારા ઘરની ઢાલ હોય છે. હંમેશા એની સેવા કરો અને તેની સાથે ક્યારે પણ ખરાબ વર્તન ન કરવું જોઈએ.

ગૃરુ : ભગવાન અને ગુરુને સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. આપણા માતા પિતા આપણા ગુરુ સમાન હોય છે. ગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો ગણવામાં આવે છે. ગુરુને ક્યારેય પણ પગથી ન સ્પર્શવું જોઈએ. આપણે ત્યાં ગુરુના પગ સ્પર્શ કરવાં સ્વર્ગનો રસ્તો ગણવામાં આવે છે. ગુરુનું હંમેશા સન્માન કરો. ભૂલથી પણ ગુરુનું અપમાન ન કરો. ગુરુમાં ઈશ્વર છુપાયેલા હોવાની વાત હોય છે. ગુરુને પગ લગાવવાનો અર્થ છે ઈશ્વરનું અપમાન. તે તમારા વિનાશનું કારણ બને છે.