શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, નહિતર શનિદેવનો વરસશે પ્રકોપ

હિંદુ ધર્મમાં દરેક દિવસ અને દરેક તારીખ માટે કાંઈને કાંઈ શાસ્ત્રોમાં લખાયું છે. દરેક વાત માટે નિયમ બનાવવામાં આવ્યા છે, જેને ઘણા ઓછા લોકો માને છે અને ઘણા બધા લોકો ધ્યાનબહાર કરી દે છે. જો શાસ્ત્રોમાં કાંઈક લખાયું છે તો તેને સમજી વિચારીને જ લખવામાં આવ્યું હશે તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણે આપણા રોજીંદા જીવનમાં ઘણી બધી એવી વાતો કરવાથી દુર રહીએ છીએ જેનાથી શનિદેવ આપણાથી પ્રસન્ન રહે અને નારાજ ન થઇ જાય.

શનિદેવનો સંબંધ સીધો ખાસ કરીને પગથી થાય છે. ઘણી વખત મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી તમારા બુટ કે ચપ્પલ ચોરી થઇ જાય છે. આ ઘટના તમારા માટે શનિના શુભ સંકેત તરફ ઈશારો કરે છે, એટલે શનિ તમારો પીછો છોડવાનો છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને શનિવારે ભૂલથી પણ બુટ-ચપ્પલ ન ખરીદો એવું પણ કહેવામાં આવ્યું છે. એમ કરવાથી તમને જ આવનારા સમયમાં સમસ્યા થઇ શકે છે. કેવી રીતે? આવો તેના વિષે તમને જણાવીએ.

શનિવારે ભૂલથી પણ ન ખરીદો બુટ-ચપ્પલ :

જે વ્યક્તિ ઘરની અંદર બુટ-ચપ્પલ પહેરીને આવી જાય છે, તેની સાથે ઘરમાં રાહુ અને કેતુ જેવા પાપી ગ્રહ પણ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય દરવાજા ઉપર બુટ-ચપ્પલ ન રાખવા જોઈએ, કેમ કે એમ કરવાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. શનિની અશુભ છાયાથી બચવા માટે શનિવારના દિવસે કાળા રંગના ચામડાના ચપ્પલ કે બુટ મંદીરની બહાર ઉતારીને પાછા વળીને જોયા વગર આવવાથી શનિના દોષમાંથી છુટકારો મળી જાય છે.

ફાટેલા અને જુના બુટ પહેરવાથી શનિની અશુભ છાયા અને ઘર ઉપર ગરીબી જળવાયેલી રહે છે. શનિવારના દિવસે બુટ કે ચપ્પલ ખરીદવાની પણ કડક મનાઈ છે. કેમ કે શનિનો સંબંધ સીધો પગ સાથે હોય છે. એવું માનવામાં આવે છે કે, તે દિવસે બુટ કે ચપ્પલ ખરીદવાથી શનિ સંબંધી પીડા પણ ઘરમાં આવી શકે છે અને આ શક્યતાને લઈને શનિવારે તેને ન ખરીદવા જોઈએ. જો તમે શનિના પ્રકોપથી બચવા માગો છો, તો તમારે આ ઉપાય કરવા જોઈએ.

શનિના પ્રકોપથી બચવાના સરળ ઉપાય :

૧. દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. કેમ કે શનિના પ્રકોપથી બજરંગબલી જ બચાવી શકે છે.

૨. શનિવાર અને મંગળવારે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો સારું રહે છે, અને તેમના મંદિરમાં જઈને દર્શન પણ કરવા જોઈએ.

૩. શનિદેવ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુનું દાન કોઈની પણ પાસેથી ન લેવું જોઈએ. તે તેના પ્રકોપના ભાગીદાર બનાવી દે છે અને તેની અસર તમને જોવા મળે છે.

૪. શનિના પ્રકોપથી બચવા માટે ચાર, પાંચ કે છ મુખી રુદ્રાક્ષ તમારે ગ્રહણ કરવું જોઈએ.

૫. શનિવારના દિવસે સરસીયાનું તેલ અને કાળા તલથી શનિદેવનો અભિષેક કરવો સારું ગણાય છે. તે ઉપરાંત સરસીયાના તેલનો દીવડો પીપળાના ઝાડ પાસે પ્રગટાવવો અને પાંચ ફેરા લેવા સારું માનવામાં આવે છે.

૬. કાળા ઘોડાની નાળની વીંટી બનાવીને શનિવારના દિવસે મધ્ય આંગળી ઉપર ધારણ કરવી સારું રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.