આ દિશામાં ભૂલથી પણ ન કરો માં લક્ષ્મીની પૂજા, જતું રહેશે તમારું બધું ધન

ક્યારેય પણ આ દિશામાં લક્ષ્મી માં ની પૂજા કરવાની ભૂલ ન કરવી, નહિ તો તમારું બધું ધન જતું રહેશે

આજના મોંઘવારીના જમાનામાં દરેક એવું ઈચ્છે છે કે, તેની તિજોરીમાં વધુમાં વધુ ધન ભરાયેલું રહે. આમ તો એટલા બધા પૈસા કમાવું કોઈ સરળ કામ નથી હોતું. ચાલો માની પણ લો તમે ઘણું બધું ધન કમાઈ લીધું કે પછી તમારી પાસે પહેલાથી રહેલું હોય. તો એક સમસ્યા એ પણ રહે છે કે, ક્યાંક તે પણ ખર્ચ ન થઇ જાય.

જીવનનું કાંઈ કહી નથી કહી શકાતું. ક્યારે દુર્ભાગ્ય તમારી સામે આવી જાય અને તમારી તિજોરીમાં રહેલા પૈસા ધડા ધડ ખર્ચ થવા લાગે ખબર નહિ પડે. ચોરી, બીમારી કે પછી કોઈ બીજી દુર્ઘટના તમને શ્રીમંતમાંથી ગરીબ પણ બનાવી શકે છે. તમારા જીવનમાં આવેલા ખરાબ ભાગ્યના ઘણા બધા કારણો હોઈ શકે છે. તેમાંથી એક કારણ એ પણ હોય છે કે તમે માં લક્ષ્મીને જાણે – અજાણે નારાજ કરી દીધા હોય છે.

હિંદુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિએ પણ માં લક્ષ્મીને ખુશ કરી દે છે તેને ક્યારે ધનની અછત નથી રહેતી. એટલા માટે તેમના આશીર્વાદ લેવા ભક્ત માતા રાનીની સાચા મનથી પૂજા આરાધના પણ કરે છે. આમ તો તે દરમિયાન જો તમારાથી કોઈ ભૂલ થઇ જાય તો તેની ઉંધી અસર પણ થઇ શકે છે, અને તમને ધન લાભ થવાને બદલે તમારે ધનની હાનીનો સામનો કરવો પડી શકે છે. તમને આ નુકસાનથી બચાવા માટે અમે તમને માં લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી એક સૌથી જરૂરી વાત જણાવવા જઈ રહ્યા છીએ.

તમારામાંથી ઘણા લોકો ઘરમાં માં લક્ષ્મીની પૂજા કરતા હશો. તેના માટે તમે માતા લક્ષ્મીની મૂર્તિનો ઉપયોગ કરો છો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, જયારે તમે માતા રાનીની પૂજા કરી રહ્યા હો ત્યારે તમારે દિશાનું પણ પૂરું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ ખોટી દિશામાં બેસીને કરવામાં આવેલી માતા લક્ષ્મીની પૂજાની અસર અવળી પડી શકે છે. એટલા માટે તમારે વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં જ માતા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ.

આ દિશામાં ન કરો લક્ષ્મીજીની પૂજા :

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારા ઘરની દક્ષીણ દિશામાં માં લક્ષ્મીજીની પૂજા ન કરવી જોઈએ. આ દિશામાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા રહેલી છે. તેવામાં જયારે તમે આ નેગેટીવ વાતાવરણમાં લક્ષ્મીજીની આરાધના કરો છો, તો તે નારાજ થઇ શકે છે. બસ એ કારણ છે કે દક્ષીણ દિશામાં તેમની પૂજા નથી કરવામાં આવતી. આ દિશા ઉપરાંત તમે ક્યાય પણ પૂજા કરી શકો છો. જો તેમાં સૌથી સારી દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઉત્તર દિશા હોય છે.

આ બંને જ દિશામાં બેસી માતા રાનીની પૂજા આરાધના કરવાથી વિશેષ લાભ મળે છે. ભક્તિ કરવાના વિશેષ લાભ મળે છે. તેનું કારણ એ છે કે આ દિશામાં પોઝીટીવ એનર્જી રહેલી હોય છે. તેના કારણે જ પૂજા કરવા વાળાનું મન પણ સકારાત્મકતાથી ભરાઈ જાય છે. એક બીજી વાત એ પણ છે કે, માં લક્ષ્મી પોઝેટીવ એનર્જી તરફ તરત આકર્ષિત થાય છે. પશ્ચિમ દિશાની વાત કરીએ તો તેનો કોઈ ફાયદો કે નુકશાન થતા નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.