ઘરના રસોડા ઘરમાં ન કરો આ ભૂલો, માતા લક્ષ્મી થાય છે દુઃખી છોડી દે છે સાથ.

આપણે રસોડાની જાળવણીની બાબતમાં ઘણા બેદરકાર રહીએ છીએ. અને ઘણી નાની એવી દેખાતી ભૂલોને કારણે પણ આપણે અનેક પ્રકારની મુશ્કેલીનો ભોગ બનતા હોઈએ છીએ.

કોઈ પણ ઘરમાં રસોડાનું એક અલગ જ મહત્વ હોય છે. અથવા તો તમે કહી શકો છો કે એક ઘરનો જીવ રસોડામાં જ વસે છે. એવું એટલા માટે, કેમ કે જે પણ આપણે ખાઈએ છીએ તે કે રસોડામાં જ બને છે. અને તેની સીધી અસર આપણા જીવન અને વ્યક્તિત્વ ઉપર પડે છે.

કારણ કે આપણે જેવું ભોજન કરીએ છીએ તે પ્રમાણે આપણી બુદ્ધિ આવે છે. મિત્રો, તમે બધાએ એ એક કહેવત તો સાંભળી જ હશે કે, “જેવું ખાઓ અન્ન તેવું જ બને મન.” એટલા માટે હંમેશા શુધ્ધ અને સારું ભોજન ખાવું જોઈએ, અને ખાવાની જગ્યા હંમેશાં સ્વચ્છ રહે અને પવિત્ર હોવી જોઈએ.

કોઈપણ ઘરનું રસોડું ઘરના સભ્યોના આરોગ્ય અને ઘરની આર્થિક સ્થિતિ ઉપર વધારે અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રના હિસાબે રસોડામાં તમારે આ ભૂલો ન કરવી જોઈએ, નહિ તો તમને સમૃદ્ધ માંથી ગરીબ બનવામાં વાર નહી લાગે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રસોડામાં કઈ કઈ સાવચેતીઓ રાખવાની જરૂર છે.

ક્યારેક તમે રસોડામાં કોગળા અને બ્રશ કરો છો. પણ આમ કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે આમ કરો છો, તો રસોડું અશુદ્ધ માનવામાં આવે છે, અને પૈસા ગુમાવવાની પણ શંકા રહે છે. જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું ભોજન બનાવવા માટે જાવ છો, ત્યારે હંમેશા સ્નાન કરીને રસોડામાં પ્રવેશ કરો. કારણ કે લક્ષ્મીજીનું આગમન સ્વચ્છ અને પવિત્ર સ્થળો ઉપર જ થાય છે.

રસોડામાં ક્યારેય પણ સાવરણી, પોતું અને બુટ ચપ્પલ ન રાખવા જોઈએ. આમ કરવાથી અનાપુર્ણ દેવી નારાજ થઇ જાય છે, અને ઘરમાં હંમેશાં અનાજની કમી રહે છે. રસોડાના નળ માંથી ક્યારે પણ પાણી ટપકવું ન જોઈએ. જો આમ થાય છે તો તેને જલ્દી જ રીપેર કરાવવું જોઈએ. કારણ કે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું રહે છે, તો તેનાથી પૈસાની બાબતમાં નુકશાન જરૂર થાય છે.

રસોડામાં હંમેશાં ખાવાનું બનાવતી વખતે પોતાનું મોઢું પૂર્વ દિશા તરફ જ રાખો. પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રસોડામાં ઉત્તર દિશા તરફ મોઢું કરીને પણ ભોજન બનાવવાથી દુર રહેવું જોઈએ. જે લોકો આ ભૂલ કરે છે તેમના ઘરમાં બિઝનેસ કે ધન સાથે સંબંધિત નુકશાન થતું રહે છે.

જો તમે રસોડામાં દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન બનાવો છો, તો સાવચેત થઇ જાવ. કારણ કે જે સ્ત્રીઓ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન બનાવે છે, તેમનું સ્વાસ્થ્ય ક્યારેય સારું નથી રહી શકતું. એમના આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.