રાત્રે પૂજા કરતા સમયે ન કરવી આ 5 ભૂલો, દેવી દેવતા થાય છે નારાજ, જાણી લો એના વિષે

કહેવામાં આવે છે કે ભગવાનને યાદ કરવાનો કોઈ સમય નથી હોતો. તમે જયારે ધારો ત્યારે તેમનું નામ લઇ શકો છો, અને તેમની ભક્તિ કે આરાધના કરી શકો છો. આમ તો જયારે વાત પૂજા પાઠની આવે છે, તો તેને લઈને થોડા નિયમ અને કાયદા પણ હોય છે.

અને આપણે દરેક સ્થિતિમાં તેનું પાલન કરવું જોઈએ. એટલે કે તમે રાત્રે ભગવાનની પૂજા કરો છો, તો થોડી વિશેષ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. દિવસ અને રાત્રે પૂજા કરવાના નિયમ ઘણા અલગ હોય છે. જ્યાં એક તરફ દિવસમાં તમને ઘણી બધી વસ્તુ કરવાની છૂટ હોય છે, તો રાતના સમયે ઘણા પ્રતિબંધ લાગુ પડી જાય છે.

શંખ ન વગાડો :

પૂજા દરમિયાન શંખ વગાડીને દેવી દેવતાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં આવે છે. આમ તો માન્યતા મુજબ આપણે સુર્યાસ્ત થયા પછી શંખ વગાડવો ન જોઈએ. ખાસ કરીને સુર્યાસ્ત થયા પછી દેવી દેવતા નિંદ્રા અવસ્થાના જતા રહે છે. તે સમયે જો તમે શંખ વગાડો છો તો તેમની ઊંઘમાં અવરોધ ઉભો થાય છે. એ કારણ છે કે, સુર્યાસ્ત પછી શંખ વગાડવો હાનીકારક માનવામાં આવે છે.

સૂર્યદેવની પૂજા ન કરો :

દિવસે તમે જો કોઈ વિશેષ પૂજા કરો છો તો તેમાં સૂર્યદેવની પૂજા સાથે કરવી લાભદાયક હોય છે. આમ તો તે વિશેષ પૂજા તમે રાત્રે કરો છો, તો વિશેષ પૂજામાં સૂર્યદેવની પૂજા ન કરવી જોઈએ. આમ તો રાત્રે સૂર્યદેવ અસ્ત થઇ જાય છે એટલે કે નિંદ્રા અવસ્થામાં પ્રવેશ કરી જાય છે. એટલા માટે તેમને તે સમયે યાદ કરી જગાડવા ઉચિત નથી ગણવામાં આવતું.

રાત્રે ન તોડો તુલસીના પાંદડા :

જયારે પણ ઘરમાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ કે સત્યનારાયણજીની પૂજા કરવામાં આવે છે, તો તુલસીના પાંદડાનો ઉપયોગ પણ થાય છે. હવે દિવસમાં તો તમે પૂજાના સમયે તુલસીના પાંદડા તોડી શકો છો, પરંતુ જયારે વાત રાતની આવે છે, તો તુલસીના પાંદડા તોડવા હાનીકારક માનવામાં આવે છે. તેનાથી તુલસીદેવી નારાજ થઇ જાય છે. એટલા માટે જો રાત્રે પૂજા થવાની છે, તો તેના માટે તુલસીના પાંદડા દિવસે જ તોડીને રાખી લો.

દુર્વાને રાત્રે ન તોડવા જોઈએ :

તુલસીની જેમ દુર્વાનો ઉપયોગ પણ પૂજામાં થાય છે. તેને ગણેશની, શિવજી, સરસ્વતી, લક્ષ્મી સહીત બીજા દેવી દેવતાઓની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આ દુર્વાને રાત્રે (સુર્યાસ્ત પછી) તોડવું અશુભ હોય છે. એટલા માટે તેને પણ દિવસે તોડીને રાખી શકો છો.

પૂજા સામગ્રી દુર ન કરો :

રાત્રે પૂજા કર્યા પછી ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી જેવા કે ફૂલ, ચોખા વગેરે પૂજા સ્થળ ઉપર જ આખી રાત રહેવા દો. તેને રાતના સમયે ન ઉપાડો. પરંતુ બીજા દિવસે સવારે તેને તમે ઉપાડી શકો છો. આ નિયમ રાત્રે પૂજા કરતી વખતે જરૂર અપનાવવા જોઈએ.

તો આ હતા થોડા ખાસ નિયમ જે તમારે રાતની પૂજા દરમિયાન ધ્યાનમાં રાખવા જોઈએ. અમને આશા છે કે તમને અમારી આપવામાં આવેલી માહિતી જરૂર પસંદ આવી હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.