મકર સંક્રાતિ ઉપર ભૂલથી પણ ન કરો આ કામ, નહિ તો આખુ વર્ષ આર્થિક તંગીથી રહેશો દુ:ખી

હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર ઘણો મહત્વનો માનવામાં આવે છે. મકર સંક્રાંતિના તહેવાર ઉપર સૂર્ય દેવતાની પૂજા કરવામાં આવે છે. આ પર્વ સૂર્ય દેવતાને સમર્પિત છે. જયારે સૂર્ય ભ્રમણ કરતા ધન રાશી માંથી મકર રાશીમાં પ્રવેશ કરે છે, તો મકર રાશીનું પર્વ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે, માટે તે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતું. જો તે દિવસે દાન અને સ્નાન કરવામાં આવે તો તેનાથી પુણ્ય મળે છે.

આમ તો જોવામાં આવે તો મકર સંક્રાંતિનો તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ વર્ષ ૨૦૧૯ માં મકર સંક્રાંતિની તારીખ બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૧૯ માં મકર સંક્રાંતિનું પર્વ ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવાનું છે. જો મકર સંક્રાંતિમાં થોડા કાર્ય કરવામાં આવે તો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ તે થોડા કાર્યો કરવાથી અશુભ ફળ મળે છે. એટલે થોડા કાર્ય મકર સંક્રાંતિમાં ન કરવા જોઈએ. આજે અમે તમને આ લેખ દ્વારા એ કાર્યો વિષે જાણકારી આપવાના છીએ જેને તમે ન કરો તો જ તમારા માટે સારું રહેશે. નહિ તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આવો જાણીએ મકર સંક્રાંતિએ ક્યા કામ ન કરવા :

તમે ભૂલથી પણ મકર સંક્રાંતિના દિવસે લસણ ડુંગળી અને માંસનું સેવન ન કરશો.

તમારે લોકોએ મકર સંક્રાંતિના દિવસે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની ઘણી જ જરૂર છે. તેની સાથે જ તમે મકર સંક્રાંતિના દિવસે ગુસ્સો કરવાથી દુર રહો. તમે કોઈને સારા ખરાબ ન કહેશો દરેક વ્યક્તિ સાથે સારી રીતે વર્તન કરો.

એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિ વાળા દિવસે સ્નાન કર્યા વગર ભોજન ન ખાવું જોઈએ. કેમ કે તે દિવસે ગંગા કે કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવાનું હોય છે. જો તમે ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કોઈ કારણસર નથી કરી શકતા તો ઓછામાં ઓછું તમે ઘરમાં સ્નાન કર્યા પછી જ કઈક ખાઓ પીવો.

મહિલાઓએ મકર સંક્રાંતિના દિવસે વિશેષ ધ્યાન રાખવાનું રહેશે, કે તમે તમારા વાળ ન ધુવો અને ન તો તમે તમારા દાંત ઘસો.

મકર સંક્રાંતિના દિવસે ઘરની અંદર કે ઘરની બહાર કોઈ ઝાડ છોડને કાપવું ન જોઈએ. તે પ્રતિબંધિત ગણવામાં આવે છે. મકર સંક્રાંતિ કુદરતનો તહેવાર હોય છે અને તે દિવસને હરિયાળીનો તહેવાર ઉજ્વવામાં આવે છે. એટલા માટે તે દિવસે પાક કાપવાનું પણ કામ ન કરવું જોઈએ.

જો તમે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે તમે સાંજના સમયે અન્નનું સેવન ન કરશો.

તમારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે કે મકર સંક્રાંતિના દિવસે તમે કોઈપણ પ્રકારનો નશો ન કરશો. મકર સંક્રાંતિના દિવસે મસાલેદાર ભોજનનું સેવન કરવાની મનાઈ છે. તમે તે દિવસે તલ, મગ દાળની ખીચડી વગેરેનું સેવન કરી શકો છો, અને તમે તમારી શક્તિ મુજબ દાન પણ કરશો.

જો તમારા ઘરના દરવાજા પર મકર સંક્રાંતિના દિવસે કોઈ ભિખારી, વૃદ્ધ આવે છે તો તમે તેને કાંઈ ને કાંઈ જરૂર આપશો. તમે તમારી શક્તિ મુજબ તેને કાંઈક દાન આપો તેને ખાલી હાથ પાછા ન જવા દેશો.