દિવાળી પર ભૂલથી પણ આ 3 વસ્તુઓ ઉધાર આપવી નહિ, ઘરમાંથી જતી રહેશે લક્ષ્મી

દિવાળીનો મહાપર્વ આવી ગયો છે. અને એની એનર્જીને તમે દરેક ઘરમાં અનુભવી શકો છો. બધા લોકો દેશના સૌથી મોટા તહેવારને ઉજવવાની તૈયારીમાં લાગેલા છે. દિવાળીનો તહેવાર મુખ્યરૂપથી પાંચ દિવસનો હોય છે. એમાં ધન તેરસ અને દિવાળી મુખ્ય હોય છે. આ દિવસોમાં લોકો પોતાના ઘરના ધન અને લક્ષ્મીની પૂજા કરે છે. આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબરે છે. એવામાં અમે તમને અમુક ખાસ કામની જાણકારી આપીને સાવધાન કરવા ઈચ્છીએ છીએ.

હકીકતમાં તમારે દિવાળીના દિવસે કોઈ પણ વ્યક્તિને 3 ખાસ વસ્તુઓ ઉધાર આપવી જોઈએ નહિ. જો તમે એમને એ વસ્તુઓ આપી દો છો, તો તમારા ઘરની લક્ષ્મી એટલે ધન ચાલ્યું જશે. એટલા માટે તમારે આ વસ્તુઓને ઉધાર આપવા અને હંમેશા માટે આપવાની(આ ખાસ દિવસોમાં) પરેજી રાખવી જોઈએ. તો આવો મોડું કર્યા વગર જાણીએ કે એ વસ્તુઓ કઈ કઈ છે.

પૈસા :

દિવાળીના દિવસે કોઈને પણ પૈસા ઉધાર ન આપો. જો કોઈને જરૂર છે તો એને થોડા દિવસ રાહ જોવા માટે કહો. દિવાળી પછી તમે એની મદદ કરી શકો છો. પરંતુ દિવાળી પર લોકોને રોકડ રકમ આપવાથી દરેક રીતે બચો. જો તમે એવું નથી કરતા તો તમારે આવનાર સમયમાં નુકશાન ભોગવવું પડી શકે છે.

હકીકતમાં દિવાળી પર ઘરમાંથી પૈસાનું જવું શુભ નથી હોતું. એનાથી પૈસાની બાબતમાં તમારી કિસ્મત ખરાબ રહી શકે છે. એટલા માટે આ વસ્તુથી જેટલું થઈ શકે બચીને રહો અને પોતાના ઘરની લક્ષ્મીને અજાણતાથી વિદા ન કરો.

અન્ન :

ખાંડ, દહીં, શાકભાજી જેવી વસ્તુઓ પાડોશીઓ માંગતા જ રહે છે. આ વસ્તુઓને તમે બાકી દિવસોમાં ભલે આપી દો, પણ દિવાળી પર ઘરમાં રહેલું અન્ન પાડોશીઓને ન આપો. આ અન્ન અથવા શાકભાજી તમારા ઘરની બરકતનું પ્રતીક હોય છે. એટલા માટે આ શુભ દિવસે તમારે એને ઘરમાં જ રાખવું જોઈએ. એને બીજાને આપવાનો અર્થ એ છે કે, તમે પોતાના ઘરની બરકત લૂંટાવી રહ્યા છો. એટલા માટે આ ભૂલ પણ ના કરો.

પૂજા સામગ્રી :

દિવાળી પર પોતાના ઘરની પૂજા અથવા સજાવટ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ઉધાર આપવાથી બચો. આ વસ્તુઓ તમે પોતાના ઘરની માં લક્ષ્મીના નામથી લાવ્યા હતા. એવામાં એને બીજાને આપવાનો અર્થ એ જ થયો કે, તમે માં ની પૂજાને લઈને સિરિયસ નથી. એટલા માટે ઓછામાં ઓછું દિવાળી જેવા મહાપર્વ પર પોતાની પૂજા સામગ્રીને બીજા સાથે ભૂલથી પણ શેયર ન કરો. આ ભૂલને કરવા પર તમારા પરિવારે આર્થીક તંગી અથવા ખરાબ ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.

તો મિત્રો, આ હતી એ ત્રણ વસ્તુઓ જે તમારે દિવાળી ના દિવસે બીજાને આપવાથી બચવું જોઈએ. અમને આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. કૃપા એને બીજા લોકો સાથે શેયર જરૂર કરો, જેથી તે પણ આ ભૂલ કરવાથી બચી જાય. સાથે જ આ પ્રકારની જાણકારીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.