ચાણક્ય નીતિ : ફક્ત મહિલાની સુંદરતા જોઈને ન કરો લગ્ન, થઇ શકે છે સમસ્યા.

જો તમે પણ ફક્ત મહિલાની સુંદરતા જોઈને કરો છો લગ્ન, તો ચાણક્યની આ વાતો તમારે જરૂર જાણવી જોઈએ

લગ્નને જીવનનો સૌથી પવિત્ર ધાર્મિક વિધિ માનવામાં આવે છે, દરેક વ્યક્તિનો પ્રયાસ હોય છે કે લગ્નનો નિર્ણય લઈને કંઈક ખોટું ન થાય. આચાર્ય ચાણક્યે પોતાના ચાણક્ય નીતિમાં ઘર, વેપાર, ધન, જીવન અને મોક્ષ સંબંધિત ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે.

એવામાં તે જણાવે છે કે વ્યક્તિએ કેવી સ્ત્રી સાથે લગ્ન કરવું જોઈએ. આવો જાણીએ કે આચાર્ય ચાણક્ય મુજબ જીવનસંગિની પસંદ કરતા સમયે પુરુષે કન્યાના ઘણા ગુણોને ધ્યાનમાં રાખવું જોઈએ.

वरयेत् कुलजां प्राज्ञो विरूपामपि कन्यकाम्.

रूपशीलां न नीचस्य विवाह: सदृशे कुले.

આ શ્લોકમાં ચાણક્ય મુજબ બુદ્ધિમાન વ્યક્તિ વિવાહ માટે સ્ત્રીનો ચહેરાની સુંદરતા નહિ પણ તેના ગુણ જોય છે.

ચાણક્ય જણાવે છે કે ઉચ્ચ કુળ એટલે સંસ્કારી પરિવારની કન્યા જો કદરૂપી પણ હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ કારણ કે છોકરીના ગુણ જ વ્યક્તિના પરિવારને આગળની તરફ વધારે છે.

તે જણાવે છે કે મનુષ્યને વિવાહ માટે કન્યાના સંસ્કાર અને ચરિત્રને ધ્યાનમાં રાખવું જોઈએ.

ચાણક્ય અનુસાર ધાર્મિક અને ભગવાનમાં વિશ્વાસ રાખવા વાળી કન્યાના વિચાર પણ સારા હોવા જોઈએ. આવી કન્યા શ્રેષ્ઠ પરિવારનું નિર્માણ કરવામાં સક્ષમ રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.