Google પર આ 7 વસ્તુઓ સર્ચ કરવાની ભૂલ ના કરતા, નહિ તો મોટું નુકશાન થઈ શકે છે

ગુગલ આખી દુનિયા માટે એક સર્ચ એન્જીન છે, પણ આપણા ભારતીય લોકો માટે ગુગલ ગુરુદેવ છે. શિક્ષક દિન પર તો ઘણા લોકો ગુગલની આગળ માથું નમાવે છે. તેનું કારણ એ છે કે, આપણે ગુગલ પર મોટામાં મોટી અને નાનામાં નાની વાત સર્ચ કરીએ છીએ અને તેના ચક્કરમાં ઘણી વાર ખોટી દવા ખાઈ લઈએ છે, અથવા તો ઘણી વાર બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે. તો સવાલ એ છે કે, ગુગલ પર આપણે શું સર્ચ કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ? આવો તેના વિષે જણાવીએ.

કસ્ટમર કેયર નંબર :

ગુગલ પર મોટા ભાગના લોકો કોઈ વાતને લઈને કસ્ટમર કેયરનો નંબર સર્ચ કરે છે. ઘણી વાર આપણે બેન્કિંગ અથવા ઘણી વાર કોઈ પ્રોડક્ટની ફરિયાદ માટે તે કંપનીના કસ્ટમર કેયરનો નંબર સર્ચ કરીએ છીએ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, સૌથી વધારે ઓનલાઇન ફ્રોડ ગુગલ પરથી નંબર લઈને કસ્ટમર કેયરને ફોન કરવા પર થાય છે. ગુગલ પર સર્ચમાં નકલી કસ્ટમર કેયરના નંબર પહેલા આવે છે. કસ્ટમર કેયરનો નંબર ગુગલ પર સર્ચ કરવાથી બચો. કંપનીની વેબસાઈટ પર જઈને નંબર લો.

એપ માટે સર્ચ :

ગુગલ પર ભૂલથી પણ કોઈ મોબાઈલ એપ માટે સર્ચ કરવું નહિ, અને ડાઉનલોડ પણ કરવી નહિ. જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે તો કોઈ પણ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી જ સર્ચ અને ડાઉનલોડ કરો. અને જો આઈફોન છે તો એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. ગુગલ પર મળેલી લિંકથી એપ ડાઉનલોડ કરવા પર તમારા ફોનમાં જાસૂસી એપ પહોંચી શકે છે, અથવા વાયરસ નાખવામાં આવી શકે છે.

બેંક વિષે સર્ચ :

ગુગલ પર બેંક વિષે સર્ચ કરવું તમારા ખાતામાં રહેલા પૈસા ગાયબ કરી શકે છે. અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે ગુગલ પર જેવું જ તમે કોઈ બેંક વિષે સર્ચ કરો છો, તો મોટાભાગે તમારી બેંકના નામની નકલી વેબસાઈટની લિંક સૌથી ઉપર આવે છે. બેંકના નામ પર નકલી વેબસાઈટ ચલાવવા વાળા ઓનલાઈન માર્કેટિંગ કંપનીઓને પૈસા આપીને પોતાની સાઈટને ઉપર રેંક અપાવે છે. આ નકલી વેબસાઈટ દ્વારા તમારા બેંકની જાણકારી લઈને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

દવા વિષે સર્ચ :

જો તમે બીમાર છો, કે કોઈ બીમારી છે તો કોઈ ડોક્ટરને દેખાડો. ગુગલ પર સર્ચ કરીને દવા ન ખરીદો, નહિ તો તમારે જીવન પરથી હાથ ધોવો પડી શકે છે. એવા ઘણા મામલા સામે આવ્યા છે, કે ગુગલ પર સર્ચ કરીને દવા ખરીદવાથી બીમારી વધી જાય છે.

સરકારી વેબસાઈટ :

સરકારી વેબસાઈટ વિષે ગુગલ પર સર્ચ કરવું તમને નુકશાન પહોંચાડી શકે છે. ઉદાહરણના રૂપમાં તમે સમજી શકો છો કે, આયુષ્માન ભારતના નામ પર સેંકડો નકલી વેબસાઈટ ચાલી રહી છે. તેના સિવાય પાસપોર્ટ માટે પણ ઘણી બધી નકલી વેબસાઈટ ચાલી રહી છે, જેને લઈને વિદેશ મંત્રાલયે સત્તાવાર વેબસાઈટ પર એલર્ટ જાહેર કરી છે.

શોપિંગ ઓફર્સ :

ઓનલાઇન શોપિંગ સાઈટ અને ઓફર્સ વિષે ગુગલ પર સર્ચ કરવું જોખમથી ઓછું નથી હોતું. કારણ કે ઘણી બધી વેબસાઈટ એવી મળી જશે જેના પર ઓફર્સના નામ પર તમારી પાસેથી પૈસા ઠગવામાં આવી શકે છે. ગુગલ પર સર્ચ કરવાથી કોઈ શોપિંગ માટે મળેલી કુપનનો ઉપયોગ કરવો નહિ.

શેયર માર્કેટ ટિપ્સ :

મોટાભાગના લોકો શેયર બજારમાં પૈસા લગાવવા માંગે છે, પણ તેમને આ વાતની જાણકારી નથી હોતી કે, ક્યાં અને કેવી રીતે પૈસા લગાવવા. તેના માટે તેઓ ઝડપથી ગુગલ પર જતા રહે છે. ગુગલ પર શેયર બજારની ટિપ્સ વિષે સર્ચ કરવું તમને મોટું નુકશાન પહોંચાડી શકે છે, કારણ કે ઘણા બધા નકલી સાઇબર ઠગ તમને ઠગવા માટે પોતાની વેબસાઈટ બનાવીને બેઠા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.