ગૂગલ સર્ચમાં ભૂલથી પણ ના શોધો આ વસ્તુઓ, થઈ જશે મોટું નુકશાન વાંચી લેજો આ આર્ટિકલ

ગુગલ તમામ વેબસાઈટોની લીંક પૂરી પાડવા માટેનું એક પ્લેટફોર્મ છે. ઘણી વેબસાઈટો ઉપર ખોટી માહિતીઓ પણ હોય છે. તે ઉપરાંત ખોટી લીંક આપીને ઓનલાઈન છેતરપીંડીનો પણ વેપાર વધી ગયો છે. તેવામાં યુઝર્સે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. (આ લેખમાં રહેલા ફોટાનો ઉપયોગ માત્ર પ્રતિબિંબના રૂપમાં કરવામાં આવ્યો છે.)

ગુગલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. શહેર, ગામ અને ગામડાઓના રસ્તા જોવાથી લઈને દરેકની જરૂરિયાત તે પૂરી પાડે છે. આપણે ફિલ્મ, ગીતો, ડોક્યુમેન્ટ્રીથી લઈને તમામ પુસ્તકો અને રીસર્ચ ગુગલ દ્વારા પ્રાપ્ત કરી લઈએ છીએ. પરંતુ ધ્યાન રાખશો કે તેની પણ એક મર્યાદા છે. એટલે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે, અને તે વાત ગુગલ સર્ચ ઉપર પણ લાગુ પડે છે.

જો તમે વિશેષ મર્યાદાનું ધ્યાન ન રાખ્યું તો તમારે મુશ્કેલી સહન કરવી પડી શકે છે. કેમ કે ગુગલ વેબસાઈટોથી માહિતગાર કરાવતું એક પ્લેટફોર્મ છે અને ઘણી જગ્યા ઉપર ખોટી માહિતીઓ પણ જોવા મળતી રહે છે. તેવામાં સાચી માહિતીના સોર્સની પસંદગી ઘણી જરૂરી છે. તે ઉપરાંત ઓનલાઈન છેતરપીંડી પણ એક મોટી મુશ્કેલી છે.

ખોટું યુઆરએલ કે લીંક ઉપર ક્લિક કર્યા પછી તમે ભટકી શકો છો, અને તમારી અંગત અને નાણાકીય માહિતીની ચોરી શકે છે. તેવામાં તમારી સાથે છેતરપીંડીની શક્યતા પણ વધી જાય છે. અમે તમને થોડી મહત્વની માહિતી આપી રહ્યા છીએ, જે ગુગલ સર્ચ દરમિયાન તમારા માટે ઘણી મદદરૂપ સાબિત થશે.

૧. કસ્ટમર કેયરનો કોન્ટેક નંબર ન શોધો :

કસ્ટમર કેયરના નામ ઉપર મોટા પ્રમાણમાં છેતરપીંડી ચાલી રહી છે. છેતરપીંડી કરવા વાળા ખોટા બિઝનેસ લીસ્ટીંગ અને કસ્ટમર કેયર નંબર પુરા પાડીને ભોળા લોકોને પોતાના નિશાન બનાવે છે, અને તેની સાથે છેતરપીંડી કરી બેસે છે.

૨. ઓનલાઈન બેન્કિંગ વિષે ન કરો સર્ચ :

ઓનલાઈન બેંકિંગ સાથે જોડાયેલી ઘણી બધી ખોટી વેબસાઈટો ગુગલ ઉપર રહેલી છે. સામાન્ય રીતે તમે તમારી બેંકના જો સાચા યુઆરએલ નથી જાણતા તો ગુગલ દ્વારા બેંકિંગ વેબસાઈટની શોધ ન કરો. સુરક્ષિત બેન્કિંગ પ્રણાલી માટે તમે હંમેશા સત્તાવાર યુઆરએલનો જ ઉપયોગ કરો. તેનાથી તમે કોઈ છેતરપીંડીની જાળમાં ફસાવાથી બચી શકો છો.

૩ . દવાઓ કે દર્દીની તપાસ ક્યારે પણ ન કરો :

ગુગલ દ્વારા તમે દવાઓ કે રોગોના સિંપટમની શોધ ક્યારે પણ ન કરો. નહિ તો બની શકે છે કે, તમે ઉલટા ડીપ્રેશનમાં આવી જાવ. કેમ કે દવા અને મેડીકલ સનેસંશના નામ ઉપર ખોટી માહિતી મળી શકે છે. આમ તો આ બધા માટે તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો તો સારું છે.

૪. એપ્સ અને સોફ્ટવેર ન કરો ડાઉનલોડ :

ગુગલ દ્વારા તમે મોબાઈલ એપ કે કોઈ બીજી એપને તમારા એન્ડ્રોયડ ફોન માટે ‘ગુગલ પ્લે’ કે આઈફોન માટે ‘એપ સ્ટોર’ નો જ ઉપયોગ કરો. બીજી કોઈ વેબસાઈટ પરથી કાંઈ ડાઉનલોડ ન કરો, તે તમારો ડેટા હેક કરી શકે છે.

૫. વજન ઓછું કરવાની રીતો અને બીજી સારવાર વિષે ન કરો સર્ચ :

ગુગલ ઉપર એવી ઢગલાબંધ વેબસાઈટો છે જે વજન ઓછું કરવાથી લઈને જુદા જુદા રોગોની સારવારનો દાવો કરે છે. તમને ઘણા બધા રોગોના ઉપાય પણ સહેલાઈથી મળી જશે. પરંતુ તે સાચા હોવાની કોઈ ગેરંટી નથી આપવામાં આવતી. ઉલટું જો કોઈ ખોટી માહિતી ઉપર તમે ધ્યાન આપ્યું, તો પછી પહેલાથી વધુ મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

૬. ઈ-કોમર્સ વેબસાઈટ માટે ન કરો ગુગલ :

જો તમે કોઈ વિશ્વાસપાત્ર ઈ-કોમર્સ વેબસાઈટ વિષે નથી જાણતા, તો પછી ગુગલનો ઉપયોગ કરી તેનો ઉપોયોગ ન કરો. ઓનલાઈન છેતરપીંડીમાં તેનો ઘણો મોટો હાથ છે. ઈંટરનેટ ઉપર ઘણી એવી ખોટી વેબસાઈટ છે, જે ઈ-કોમર્સના નામ ઉપર ગ્રાહકોને લુટવાનું કામ કરે છે. માટે તેનાથી સાવધાન રહો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.