આ વેગને ન રોકો જાણો કયા કયા વેગ ને રોકવાથી કયા રોગ થાય છે જાણો કામ ની વાતો

આ વેગને ન રોકો ખાસ કરીને વીર્યવેગ, અને તે સિવાય આપણા શરીરમાં એટલા વેગ છે જેને આપણે રોકવાની સૌથી મોટી ભૂલ કરીએ છીએ !!

સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે યોગાભ્યાસ પણ જરૂરી છે જ પણ તે સિવાય થોડા સામાન્ય નિયમો અને સાવચેતી નું પાલન પણ જરૂરી છે. આ નિયમો-સાવચેતીઓ અને જાણકારીઓના પાલનથી દિનચર્યા વ્યવસ્થિત થવા લાગશે અને આપણે લાંબા સમય સુધી યુવાન બનીને રહી શકીએ છીએ.

સ્વસ્થ રહેવાની ટીપ્સ :

સવારના સમયે સૂર્યોદય પહેલા ઉઠવાનો નિયમ બનાવો. તેના માટે રાત્રે વહેલા સુવાની ટેવ પાડો. સવારે ઉઠ્યા પછી શૌચાલય માંથી ફ્રી થઈને ઉષાપાન કરો. ઉષાપાન માટે રાત્રે પાણી તાંબા ના વાસણમાં ભરીને મૂકી દો અને સવારે તેમાંથી લગભગ બે ગ્લાસ પાણી ખાલી પેટ પીવો. શિયાળાની સિઝનમાં પાણી થોડું હુંફાળું કરી લો, સૂર્યોદય પહેલા જ નિત્યક્રમમાંથી ફ્રી થઈને ખુલ્લા વાતાવરણમાં જઈને યોગાભ્યાસ કરો.

તમારી દિનચર્યામાં શારીરિક કસરતને મહત્વ આપો. ઘણા રોગ તેનાથી જ ઉત્પન થાય છે, કેમ કે આપણે મગજથી વધુ અને શરીરથી ઓછું કામ લઈએ છીએ. આળસ છોડીને પગપાળા ચાલવા, રમવા, સીડી ચડવા, કસરત કરવા, ઘરના કામમાં મદદ કરવી વગેરે શારીરિક શ્રમ વાળી કામગીરીમાં લાગો. ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું. જેટલી ભૂખ હોય, તેનાથી થોડું ઓછું ખાવ. સારી રીતે ચાવીને ખાવ. દિવસ આખો કઈક ને કઈક ખાતા રહેવાની ટેવ છોડી દો. દૂધ, છાશ,સૂપ, જ્યુસ, પાણી વગેરે તૈલી પદાર્થોનું વધુ પ્રમાણમાં સેવન કરો, કુદરતના નિયમો મુજબ ચાલો, કેમ કે ‘કુદરત સાથે કુશ્તી’ કરીને કોઈ નીરોગી નથી રહી શકતા.

રોજ યોગાભ્યાસ નો નિયમ બનાવો, ભોજન પોષ્ટિક હોય અને બધા જરૂરી તત્વોથી ભરપુર હોય, મિષ્ટાન, પકવાન, ચીકાશ, અને વધુ મસાલાના ઉપયોગમાં પરેજી રાખો, સુતા, જાગતા અને ભોજન ના સમય નક્કી કરો અને સાફ સફાઈનું દરેક વખતે ધ્યાન રાખવું, વધતી ઉંમર સાથે જો તેવો ભાવ મનમાં ઘર કરી ગયો કે હું ઘરડો થઇ રહ્યો છું, તો વ્યક્તિ પોતાની આ ધારણા ને લીધે વહેલા ઘરડા થવા લાગે છે.

શરીરનું વજન ન વધવા દો, ક્રોધ, ચિંતા, તનાવ,ભય, ગભરામણ, ચિડીયાપણું, ઈર્ષા વગેરે ભાવ ગઢપણ ને આમંત્રિત કરવાનું કારણ છે. હમેશા પ્રફુલિત રહેવાનો પ્રયત્ન કરો. ઉત્સાહ, સંયમ, સંતુલન, સમતા, સંતુષ્ટી અને પ્રેમ નો માનસિક ભાવ દરેક ક્ષણે બની રહે, મનમાં રોગ નો ભાવ બીમારીઓમાં વધારો જ કરે છે. સ્વસ્થ્યતા નો ભાવ આરોગ્યમાં વૃદ્ધી કરે છે એટલા માટે દિવસ આખો આ ભાવ માં રહો કે હું સ્વસ્થ છું. મનમાં એ શંકા ન લાવો કે ભવિષ્યમાં મને કોઈ રોગ થશે, જીભ ઉપર નિયંત્રણ રાખો, કેમ કે જીભ ના બે જ કામ હોય છે. બોલવું અને સ્વાદ લેવો, એટલે કે વધુ બોલવાથી બચો. આધી-મનનો રોગ વ્યાધી- તનનો રોગ અને ઉપાધી-મદ, આ ત્રણે યુવાનીના ભયંકર દુશમન છે, તેનાથી દુર રહો.

મોટાભાગે જોવામાં આવે છે કે વધતી ઉંમરની સાથે વ્યક્તિ વાચવા-લખવાનું છોડી દે છે. તેનાથી મસ્તિક ના તંતુ નિષ્ક્રિય થવા લાગે છે અને નાડી તંત્ર પણ ધીમું પડવા લાગે છે. તેની અસર શરીરની તમામ ક્રિયાઓ ઉપર પડે છે. વ્યક્તિ વહેલા ઘરડો થવા લાગે છે. એટલે કે વધતી ઉંમર સાથે સ્વાધ્યાય અને આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધી થતી રહેવી જોઈએ. બીડી-સિગરેટ જેવા નશીલા અને નુકશાનકારક પદાર્થો થી બચો, કેમ કે આ બધા ગઢપણ તરફ લઇ જાય છે.

થોડી સ્વાસ્થ્ય માટે ઉપયોગી જાણકારીઓ :

આંખોમાં બળતરા રહેતી હોય, તો દિવસમાં ત્રણથી ચાર વખત મોઢામાં ઠંડુ પાણી ભરીને 15-20 વખત આંખોને ઠંડા પાણીથી ધુવો અને સવારના સમયે ઉઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો, ફીટ (ટાઈટ) પેન્ટ ની પાછળ દિવસ આખો મોટું પર્સ રાખવાથી કમરનો દુઃખાવો અને સાઈટીકા નો રોગ થવાની શક્યતા વધી જાય છે, ન્હાતા પહેલા સરસીયાનું તેલ બન્ને નસકોરી માં લગાવીને ન્હાયા પછી નાકને સારી રીતે સાફ કરી લો. આમ કરવાથી શરદી-જુકામ થતો નથી.

જો ઠંડી સિઝનમાં સવારના સમયે છીંક આવતી હોય, શરદી-જુકામ અને કફ વગેરેની તકલીફ રહેતી હોય તો પથારીમાંથી ઉઠતા પહેલા કાનને ઢાંકી લો અને પથારી માંથી ઉતરતા જ પગમાં ચપ્પલ પહેરી લો, શરીરમાં જ્યાં પણ વધુ ચરબી હોય, ન્હાતી વખતે ત્યાં ઘસીને માલીશ કરવાથી ચરબી દુર થવા લાગે છે, ન્હાતા પહેલા રોજ પાચ-દસ મિનીટ માટે સરસીયાના તેલનું માલીસ કરવાથી શરીર સ્વસ્થ અને ત્વચા મુલાયમ બની રહે છે.

રાત્રે સુતા પહેલા હાથ-પગ-મોઢું સારી રીતે ધોઈને સરસીયાનું તેલ તળિયા અને ગોઠણ ઉપર ઘસવાથી ઊંઘ સારી આવે છે, રાત્રે સુતા પહેલા ભ્રામરી પ્રાણાયામ કરવાથી અનિન્દ્રા રોગ દુર થવા લાગે છે. યાદશક્તિ વધારવા માટે રાત્રે સુતા પહેલા આંખો બંધ કરીને બેસી જાવ અને દિનચર્યા ઉપર મનન કરો, રાત્રે પલાળેલા પાંચ બદામ ને સવારના સમયે કાપી છોલીને ખાવાથી યાદશક્તિ વધવા લાગે છે.

ભોજન કર્યા પછી દસ મિનીટ સુધી વજ્રાસન માં બેસવાથી ભોજન વહેલા પચવા લાગે છે અને કબજિયાત, ગેસ, આફરો વગેરે થી છુટકારો મળે છે. જો ગોઠણ માં દુઃખાવો રહે છે તો વજ્રાસન ન કરવું જોઈએ, વધુ ખાઈ લીધા પછી બેચેની નો અનુભવ થાય તો, વજ્રાસનમાં બેસો, તરત લાભ મળશે, રાત્રે દહીનું સેવન કરવાથી મોટાપો, સાંધાનો દુઃખાવો, વાયુ વિકાર વગેરે થવાની શક્યતા વધી જાય છે, સવારના સમયે જમણા હાથની મધ્યમાં આંગળીથી દાંત અને પેઢા નું ધીમે ધીમે માલીસ કરવાથી દાંત મજબુત થઇ જાય છે.

સવારના સમયે દાંત સાફ કરતી વખતે જમના હાથનો અંગુઠો મોઢાની અંદર લઇ જઈને તેનાથી તાળવા સાફ કરવાથી વાળ ખરવા, નજલા-જુકામ અને કફ દોષ દુર થવા લાગે છે,રાત્રે સુતા પહેલા નાભિમાં સરસીયાનું તેલ લગાવવાથી હોઠ નહી ફાટે, દૂધ સાથે મચ્છી, નમકીન, ખાટું ખાવાથી ચામડીના રોગની શક્યતા વધી જાય છે, જે બાળક મોડેથી બોલવાનું શરુ કરે છે કે ઓછું બોલે છે, તેમણે પાણીનું સેવન વધુ પ્રમાણમાં કરાવો, એક સાથે વધુ પાણી પીવાથી કફ વધે છે,એટલે પાણી મોઢામાં રોકી રોકી ને મમળાવી મમળાવી ને પીવો, ભોજન પછી, ન્હાતા પહેલા, સુતા પહેલા પેશાબ કરવા જરૂર જાવ.

ફરતા સમયે ઊંડા શ્વાસ લો અને છોડો. તેનાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે, ગરમ વસ્તુ ખાધા પછી તરત ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, ઠંડા પીણા લેવાથી દાંત તો નબળા પડે જ છે, તેની પાચન તંત્ર ઉપર પણ ખરાબ અસર પડે છે, કમરનો દુઃખાવો રહેતો હોય તો સીધા સુઈ ને કમરની નીચે વચ્ચેના ભાગમાં ટુવાલ ભૂંગળું કરીને દુઃખાવા વાળી જગ્યા ઉપર મુકો અને શવાસન માં પાંચ-દસ મિનીટ માટે સુઈ જાવ.

શરીર માં ખણ આવતી હોય, તો નારીયેલ તેલમાં વાટેલું કપૂર નાખીને તડકામાં મૂકી દો. તેનું માલીશ કરવાથી આરામ મળવા લાગે છે. લીમડાના આઠ થી દસ પાંદડા થોડા પાણીમાં ઉકાળીને ન્હાવાવા ના પાણીમાં ભેળવી લો. રાહત મળશે. આ તેલ માથામાં લગાવવાથી રૂસી થી છુટકારો મળવા લાગે છે.

વધુ ખાટું ખાવાથી ગળું ખરાબ થઇ શકે છે. વધુ ખાંડ ખાવાથી લોહીનો વિકાર થઇ શકે છે. ભોજનમાં મેંદા નું વધુ ઉપયોગ પેટના રોગ અને વધુ મીઠું ખાવાથી કીડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે, હમેશા કમર અને ગરદન સીધી કરીને બેસો. તેનાથી શરીરમાં ઉત્સાહ, શક્તિ અને સ્ફૂર્તિ વધે છે અને શરીર સ્વસ્થ બની રહે છે, દિવસ આખો ચહેરા ઉપર પ્રસન્નતા બનાવી રાખો. જયારે પણ મોકો મળે ખીલખીલાટ હસો.

માથાનો દુઃખાવો રહેતો હોય તો કાનને ખેંચો. કાનની બાજુમાં માલીશ કરવાથી આરામ મળે છે, પુષ્કળ પાણી પીવાથી શરીરમાં મળ જામી શકતો નથી. તેનાથી હળવાશ અને સ્ફૂર્તિલા રહી શકીએ છીએ, સુતા અને બેસતી વખતે જમણી બાજુના પડખાનો આધાર લો. તેનાથી કમર અને હ્રદય ઉપર દબાણ નહી પડે. વાત રોગ થાય તો પલાળેલ લસણ ની બે કળીઓ સવારના સમયે તેને તોડીને તાજા પાણી સાથે ગળી લેવાથી ફાયદો થાય છે.

એસીડીટી ની તકલીફ થવાથી ભોજન પછી એક લવિંગ કે ગોળની એક ટુકડો ચૂસવાથી આરામ મળે છે, પાંચ પાંદડા તુલસી, પાંચ કાળા મારી, પાંચ લીમડાના પાંદડા અને પાંચ બિલીપત્ર ને વાટીને તેની ગોળી બનાવીને સવારે ખાલી પેટ પાણી સાથે લેવાથી શુગર (ડાયાબીટીસ) માં ફાયદો થાય છે, પગમાં દુઃખાવો રહેતો હોય, તો ન્હાતી વખતે પીંડીઓ થી નીચે ઘુટી ની બાજુમાં પગને માલીશ કરી લો. દિવસ આખો પગમાં આરામ રહેશે.

ત્રણ ચાર ટીપા ગાયનું ઘી રાત્રે સુતા પહેલા બન્ને નસકોરી માં નાખવાથી માઈગ્રેન માં આરામ મળે છે, જો ગેસની તકલીફ રહેતી હોય, તો સવારે ખાલી પેટ ફળ અને દૂધ નું સેવન સવારે ન કરતા દિવસમાં કોઈ બીજા સમયે કરી શકો છો. સફરજન અને દુધને ખાલી પેટ લેવાથી ગેસ વધતો અટકી શકે છે, આંવ ની તકલીફ હોય, તો મઠા માં સિંધાલુ મીઠું અને સુંઠ પાવડર નાખીને રોજ સેવન કરવાથી ફાયદો થવા લાગે છે, દિવસમાં ત્રણ ચાર વખત પાણીમાં લીંબુ નીચોવી ને પીવાથી ઉચું લોહીના દબાણમાં ઘટાડો થવા લાગે છે.

શરદી-જુકામ માં કાળા મરી, પીપરી, સુંઠ અને મુલેઠી આ ચારેને સરખા ભાગે પાવડર લઈને ભેળવી લો. આ મિશ્રણ ચોથા ભાગની ચમચી ને મધ સાથે ચાટવાથી ફાયદો થવા લાગે છે, રાત્રે સુતી વખતે માથું ઉત્તર દુશામાં ન હોવું જોઈએ. તેનાથી માનસિક રોગની શક્યતા વધી જાય છે, સવાર સાંજ બે વખત શૌચ જવાથી કબજીયાતની તકલીફ ઓછી થઇ જાય છે. એટલે આ નિયમ તમારી દિનચર્યા માં જોડી દો, ખુરશી ઉપર પગને આગળ પાછળ કરીને બેસવાથી કમરમાં ખેંચાણ થતું નથી.

સુતા સમયે પલંગ ઉપર વધુ મુલાયમ ગાદલું કે મોટા ઓશીકા નો ઉપયોગ કરવાથી કમર ના હાડકામાં દુઃખાવો ઉત્પન થવાની શક્યતા વધી જાય છે, શરીરમાં દુઃખાવો હોય, તો સવાસન માં સુઈને લાંબા ઊંડા શ્વાસ ધીમે ધીમે ભરો અને મનથી પ્રાણવાયુને દુખાવાની જગ્યા ઉપર લઇ જાવ અને એવો ભાવ રાખો કે પ્રાણશક્તિ આ રોગને દુર કરી રહી છે, ઉપવાસના દિવસે વધુમાં વધુ લીક્વીડ પદાર્થોનું સેવન કરો. ઉપવાસ પૂરો કરવા માટે પૂરી, પરોઠા, કચોરી વગેરે ભારે ભોજન ને બદલે હળવું ભોજન કરો.(જેમ કે મગ દહીં ને ભાત)

શૌચ કે પેશાબ ના સમયે દાંતના જડબા ને એકબીજા થી દબાવી રાખવાથી દાંત મજબુત બનતા જાય છે, લુ થી બચવા માટે કાનને કપડાથી ઢાંકો અને ઘરેથી નીકળતા પહેલા વધુમાં વધુ પાણી પી લો. જો ઠંડી હવા લાગવાથી નાકમાંથી પાણી આવતું હોય, તો રાત્રે બન્ને કાનમાં રૂ નાખીને માથાને મફલર થી ઢાંકીને સુવો, જો સતત બેસી રહેવાથી કોઈ પગ સુન્ન થઇ જાય, તો તેની વિરુદ્ધ કાન પકડીને ખેંચો.

કુદરતી વેગોને ન રોકો : ઘણી વખત વ્યક્તિ શરીરના કુદરતી વેગો ને વારંવાર રોકતા રહે છે, જેના લીધે જ શરીરમાં ઘણી તકલીફો ઉત્પન થઇ જાય છે. એટલે કે શરીરના કોઈપણ કુદરતી વેગને ન રોકવો જોઈએ. મળવેગ ને રોકવાથી પેટ ના નીચેના ભાગમાં દુઃખાવો, કબજિયાત, ગેસ, આફરો ઉત્પન થાય છે અને લોહી દુષિત થવા લાગે છે. મૂત્રવેગને રોકવાથી મૂત્રાશય કે મૂત્ર નળીઓમાં દુઃખાવો અને શરીરમાં બેચેની થવા લાગે છે. વીર્યવેગને રોકવાથી પેડુ, અંડાશય, કીડની અને મૂત્રાશય માં દુઃખાવો અને સોજો થઇ શકે છે, ઓડકારને રોકવાથી છાતી માં ભારેપણું, પેટમાં ગુડગુડાટ અને ગળામાં ફસાયેલ જેવું લાગી શકે છે, છીંક રોકવાથી ગરદન માં પીડા, માથામાં દુઃખાવો, માઈગ્રેન, મસ્તિક વિકાર અને ઇન્દ્રિયા નબળી થવાની શક્યતા રહે છે, ઉલટીને રોકવાથી રક્તદોષ, સોજો, લીવર વિકાર, ખાજ,બળતરા, છાતીમાં ભારેપણું, ખાવા પ્રત્યે અરુચિ થઇ શકે છે, ગેસને રોકવાથી આફરો, થાક, પેટમાં દુઃખાવો, મળ-મૂત્ર અટકાવ અને શરીરમાં વાયુ પ્રકોપ થઇ શકે છે.

આ લેખ રાજીવ દીક્ષિત જી ના વિડિયો પર થી બનાવેલ છે.

વિડિયો :