આ દોષોના કારણે નથી થતી સંતાન પ્રાપ્તિ, જાણો આ દોષો વિષે અને એનાથી બચવાના ઉપાય

આ દોષ હોય તો પણ નથી થતી સંતાનની પ્રાપ્તિ, જાણી લો આ કયા છે તે દોષ અને તેનાથી બચવા કયા ઉપાય કરવા

કુંડળીમાં નીચે જણાવેલા દોષ હોવાથી ઘણા કુટુંબોને સંતાનની પ્રાપ્તિ નથી થઇ શકતી, અને અથાગ પ્રયાસ પછી પણ તેમને માતા પિતા બનવાનું સુખ નથી મળી શકતું. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા શ્રાપ અને દોષો વિષે જણાવવામાં આવ્યું છે, જેના કારણે સંતાન નથી થઇ શકતા અને સંતાન થઇ જવાથી તેનું મૃત્યુ થઇ જાય છે. ઘણી વખત આ દોષોને કારણે દંપત્તિઓને પુત્રનું સુખ નથી મળી શકતું. જો તમારી કુંડળીમાં નીચે જણાવેલા યોગ, દોષ કે શ્રાપ છે તો તેના ઉપાય વહેલામાં વહેલી તકે કરો. કેમ કે તેના કારણે જ સંતાન થવામાં અડચણો આવી જાય છે.

આ દોષો કે શ્રાપને કારણે જ નથી થઇ શકતી સંતાનની પ્રાપ્તિ :

સર્પ શ્રાપ :

સર્પ શ્રાપના યોગ કુંડળીમાં રાહુને કારણે ઉભા થાય છે, અને તેના કારણે જ સંતાન નથી થઇ શકતા. સર્પ દોષ કુંડળીમાં હોવાને લીધે સર્પ એટલે નાગની પૂજા કરો. નાગની પૂજા કરવાથી આ દોષ દુર થઇ જાય છે. નાગ ઉપરાંત સોમવારે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી, અને શિવલિંગનો અભિષેક કરવાથી પણ આ શ્રાપમાંથી મુક્તિ મળી જાય છે. એટલા માટે જે લોકોની કુંડળીમાં આ શ્રાપ છે તે તેનું નિવારણ જરૂર કરો.

 

પિતૃ શ્રાપ :

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જયારે આઠમાં સ્થાનમાં રાહુ કે અષ્ટમેશ રાહુથી પાપાક્રાંત થાય તો આ દોષ કુંડળીમાં બને છે. આ દોષનો અર્થ થાય છે કે, તમારા પિતૃ તમારાથી ખુશ નથી. આ દોષ થવા ઉપર તમારા પિતૃ માટે પૂજા કરાવો, જેથી તે શાંત થઇ જાય. સાથે જ સૂર્ય દેવની પૂજા કરવાથી પણ પિતૃ શ્રાપમાંથી મુક્તિ મળી જાય છે.

માતૃ શ્રાપ :

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માતૃ શ્રાપને કારણે પણ સંતાન કે પુત્રની પ્રાપ્તિ નથી થતી. જયારે પંચમેશ અને ચંદ્ર સાથે જોડાયેલ સંબંધો ઉપર આધારિત હોય, ત્યારે આ યોગ કુંડળીમાં બને છે. તે ઉપરાંત મંગળ, શનિ અને રાહુને કારણે પણ આ દોષ કુંડળી બની જાય છે. માતૃ શ્રાપ થવાથી માં ની જેટલી બની શકે એટલી સેવા કરો, અને મહિલાઓનું સન્માન કરો. આ ઉપાય કરવાથી આ શ્રાપ માંથી રાહત મળી જાય છે.

ભાતૃ શ્રાપ :

ભ્રાતૃ શ્રાપને કારણે પણ દંપત્તિને સંતાનનું સુખ નથી મળી શકતું. વ્યક્તિ કે તેના કુટુંબના સભ્યો દ્વારા જયારે પોતાના ભાઈનું અપમાન કરવામાં આવે છે, ત્યારે આ શ્રાપ લાગી જાય છે. ભ્રાતૃ શ્રાપ હોય તો હનુમાન ચાલીસા અને હરીવંશ પુરાણ વાંચો. તે ઉપરાંત શાલીગ્રામની પૂજા પણ કરો.

બ્રહ્મ શ્રાપ :

બ્રહ્મ શ્રાપ કુલ ૭ પકારના હોય છે. બ્રાહ્મણનું અપમાન કરવાથી આ દોષ બને છે. આ દોષને દુર કરવા માટે બ્રાહ્મણની સેવા કરો અને તેને ભોજન કરાવો. બ્રાહ્મણોની સેવા કરવાથી આ દોષમાંથી મુક્તિ મળી જશે, અને સતાન થવામાં પણ જે બાધા આવી રહી છે તે દુર થઇ જશે.

ગ્રહ દોષ :

બુધ અને શુક્ર ગ્રહનું ખોટી દિશા ઉપર હોવાથી સંતાન થવામાં અડચણો આવે છે. આ દોષને દુર કરવા માટે બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરો અને શુક્રવારના દિવસે શિવજીની પૂજા કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.