ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરવા પર લોકોએ લીધી આવી ચૂટકીઓ, વાંચીને હસી હસીને લોટપોટ થઇ જશો

જોક્સ :

એક જ મહિનામાં સરકાર તરફથી પરિપત્ર પણ આવી જશે….

(1) કમલમને હાથ લારીવાળા મોટેથી બુમો પાડી વેચી નઈ શકે.

(2) કમલમ ફક્ત પ્રતિષ્ઠિત મોલમાં વેચાણ કરી શકાશે.

(3) ખરાબ કે બગડી ગયેલા કમલમને કચરાપેટીમાં ફેંકનાર પર ગુનો દાખલ કરવામાં આવશે. ફક્ત નદીમાં વિસર્જન કરી શકાશે.

(4) કમલમનો ખરીદ વેચાણનો ભાવ વખતો વખત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.

(5) કમલમના હોલસેલના વેપારીઓ તથા ગ્રાહકોને પણ સબસીડી મળવા પાત્ર રહેશે.

(6) કમલમના ટેસ્ટ અને ક્વોલિટી બાબતે કોઈ પણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધવામાં આવશે.

(7) રાજ્યના તમામ એરપોર્ટ પર કમલમના સ્ટોલ અવેલેબલ રહેશે.

(8) ગુજરાત રાજ્યમાં આવતા અન્ય મુખ્યમંત્રી કે અન્ય મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છની જગ્યાએ કમલમથી કરવામાં આવશે.

જોક્સ :

ડ્રેગન ફ્રુટ ભલે “કમલમ” ના નામે ઓળખાય. પણ જો એ સડેલું નીકળે તો “રાજીવ” તરીકે ઓળખાવું જોઈએ, અને મોળું નીકળે તો “અરવિંદ”.

નોંધ : રાજીવ અને અરવિંદનો અર્થ કમળ થાય છે.

જોક્સ :

સાહેબની આક્રમકતા જુઓ ને માસ્ટર સ્ટ્રોક સમજો. હજી તો ચીન માત્ર સાડા ચાર કિલોમીટર અંદર ઘુસ્યં એમાં જ ડ્રેગનફળનું નામ રેશનકાર્ડમાંથી કાઢી નાંખ્યું.

જોક્સ :

હવે, નુડલ્સ ને મન્ચુરિયનનો વારો….

નૂડલ્સને નોર્થ એશિયન સેવ ને મન્ચુરિયનને નેપાળી ભજીયા કહેવામાં આવશે.

જોક્સ :

બ્રેકીંગ ન્યુઝ – સ્નેહસમાચારમાં આપનું સ્વાગત છે.

ડ્રેગન ફ્રુટનું નામ કમલમ ફ્રુટ કરતા સમગ્ર ફળ સમાજમાં રોષની લાગણી ફેલાઈ. ગઈ રાતે અઢીવાગે તાત્કાલિક સમગ્ર સમાજે પશીબુનની લારીમાં એક મિટિંગનું આયોજન કર્યું, અને એમા ગાંધીનગર ચાલતા જઈને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું.

તો આ વિષે વધુ વાત કરશે સમાજના આગેવાન તરબુચભાઈજી.

તરબુચભાઈજી : તમે આ રીતે અમારા ભાઈનું નામ ના બદલી શકો. આજે એનુ બદલ્યુ કાલે બીજાનુ. અમારે નામ બદલવાથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનીગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ કેટલામાં નામ બદલાવા પડે, એનું કયાં તમને ભાન છે. અમે આ અન્યાય સહન નહી કરીએ.

સફરજનજી : હમ તો પહેલે સે હી કશ્મીરી હે, હમારી પીડા કોઈ સમજ નહી શકતા. પર યે નામ બદલના ગલત હે. બદલનાહી હે તો હમારા દામ બદલો જીસસે કીસાન કો કોઈ ફાયદા હો.

ચીકુજી : હમ છોટે જરુર હે પર હે બહુત ચાલક. અગર યે નામકરણ વાપીસ નહી લીયા તો જયુસ મેં જહર બન જાયેંગે.

પાઈનેપલજી : ડાઈનીંગ ટેબલ પર હમે સજાગે રખનેવાલો, હમ તુમ્હે કભી માફ નહિ કરેંગે. બાત તો દેશ બદલને કી કરતે થે, ઓર હમારે નામ બદલ કે ખુશ હો રહે હો.

દ્રાક્ષ : હમ છોટે હે તો કયા હુવા, ના હમ મેં છીલકા હે ના બીજ, સીધા મુહ મેં ડાલા ઓર ખા લીયે. પર માં કસમ અગર નામ બદલને કી સોચે તો એક એક કો ચુન ચુન કે મારેંગે.

જોક્સ :

ડ્રેગન ફ્રુટનું નામ બદલીને ‘કમલમ’ કર્યું, હવે મન્ચુરિયનનું નામ પણ બદલીને ‘મેંદાના મુઠીયા’ કરી નાખો.

જોક્સ :

ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરીને ચીનને કેસરી (લાલના કેહવાય એ તો સામ્યવાદ અને ચીનનું પ્રતિક છે.) આંખ દેખાડી છે.

ચાલો, હવે કોઈ અનશન કરે તો પારણા ક્યા ફળના રસથી કરાવવા એની ચિંતા મટી!

જોક્સ :

મંચુરિયનને ભજીયા અને નુડલ્સનું નામ ઢીલી સેવો ક્યારે કરશે?

જોક્સ :

મંચુરિયનનું નવું નામ વઘારેલા ભજીયા અને હક્કા નુડલ્સનું નામ હરજી સેવ.

જોક્સ :

ઓળી જોળી પીપળ પાન,

મન્ચુરિયનનું હવેથી ‘વઘારેલા ભજીયા’ નામ.

જોક્સ :

ચાયનાનું નામ આજથી સાયના.

લગ્નના વિડિયો શુટિંગના ઓર્ડર આપવા ના હોય તો કેજો. વિકાસે હવે વિડિઓ શુટિંગ અને એડીટીંગનું શરૂ કર્યું છે.

સ્ટુડિયો એડ્રેસ : કમલમ.