ડ્રેગન ફ્રુટ કેટલાય લોકો એ આ નામ પેલીવાર સાભળ્યું હશે કે જોયું હશે જાણો તેના ફાયદા

ડ્રેગન ફ્રુટ…આ ફળનું નામ કેટલાય લોકો એ સાંભળ્યું પણ નથી, કે આ ફળને જોયું પણ નથી એટલે ચાખ્યું પણ નહિ હોય. જોકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતું આ ફળ ના ફાયદા જાણ્યા બાદ અનેક લોકો તેના છોડની માંગ કરતાં જોવા મળે છે. કેટલાય લોકોએ ઘરમાં જ આ ફળ વાવ્યું છે, જોકે આ ફળ ધીરજ માંગે તેવું છે, છોડ વાવ્યાના બે વર્ષ પછી આના ઉપર ફળ ઉગે છે, અને આ છોડ જાળવણી પણ માંગે છે.

પિતાયા તરીકે પણ ઓળખાતું આ ડ્રેગન ફ્રુટ હાલમાં હેલ્થ કોન્સિયસ લોકોની પહેલી પસંદ બની ગયું છે. અનેક વિટામીન્સ, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રિશન વેલ્યુ ધરાવતા આ ફળની માંગ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. જોકે બજારમાં હજી આ ફળ આસાનીથી મળતું નથી. ૭૦ રૃા. થી લઈને ૩૦૦ રૃા.માં વેચાતા આ ફળની માંગ ઘણી છે. ખાસ કરીને હેલ્થ કોન્શિયસ લોકો આ ફ્રુટનું કે તેના રસનું અચૂક સેવન કરે છે. ફ્રુટ સલાડમાં પણ આ ફળને હવે સ્થાન આપવામાં આવે છે. સ્વાદમાં સામાન્ય ગળું આ ફળ સહુ કોઈને ભાવતું નથી(કારણ કે આનાં થી ઘણા સારા સ્વાદીસ્ટ ફળો આપણે ખાધા છે) .

એવું કેવાય છે કે નાના કાળા બીયાં ધરાવતા આ ફળમાં મહત્તમ ન્યુટ્રિયન્સ મળે છે. નાના બાળકોથી લઈને વૃધ્ધો માટે પણ આ ફળ લાભકારી છે. અશક્તો, બિમારો માટેપણ આ ફળ એક સંજીવની સમાન હોવાનું નિષ્ણાંતો માને છે. દવાઓ લેવાની સાથે સાથે અનેક તબીબો આ ફળના કે તેના રસના સેવનની દર્દીઓને સલાહ આપે છે. કચ્છ આ ફળ ને ઉગાડવા ને ખેતી માટે સારું સ્થાન છે ત્યાં આની ખેતી પણ થાય છે. વડોદરા આસપાસ પણ ઘણા ખેડૂતો આ ઉગાડે છે.

આ ફળ નાં ફાયદા ની સાથે ગેરફાયદા પણ છે જો આ ફળ ખાવાથી તમને રીયેક્સ્ન કે એવું થાય તો આ નાં ખાવું. કેટલાક લોકો હવે પોતાની આગવી સુઝથી આ ફળ પોતાના આંગણે તેમજ ફાર્મમાં ઉગાવતા થયા છે. ટૂંકા સમયમાં જ આ ફળ હેલ્થ કોન્શિયસ લોકોમાં માનીતું બની ગયું છે.

પિતાયાને ઉગવા સુક્કું વાતાવરણ જોઈએ

ડ્રેગન ફ્રુટને ઉગવા માટે સુક્કુ વાતાવરણ અને સૂર્ય પ્રકાશ જોઈએ છે. સામાન્ય રીતે ગુજરાતમાં કચ્છનું વાતાવરણ આ ફળ માટે સૌથી અનુકૂળ હોઈ, કચ્છમાં સૌથી વધુ ડ્રેગન ફ્રુટ ઉગે છે,આ છોડને પાણી ઓછું જોઈએ છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં આ છોડ રોપવામાં આવે તો તેનું પરિણામ સારૂ મળે છે. જેટલું મોટું ઝાડ તેટલા ફળ વધુ. આ છોડને કુંડામાં રોપવામાં આવતા નથી. તેને પિલ્લરમાં, લાકડાના ટેકા સાથે, નેટના ટેકા સાથે, ઝાડના થડના સપોર્ટ સાથે ઉગાડવામાં આવે છે. સપોર્ટના ટેકે ટેકે આ છોડ વિકાસ પામે છે.

છોડ પર ઉગતા ગુલાબ જેવા ફુલજ ફળ છે. ગુલાબી,લીલા,પીળા અને કેસરી રંગની છાંટ ધરાવતા આ ફળને હેલ્થ કોન્સિયસ લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે. છોડ પર ઉગતા આ ફુલ સાંજથી રાત્રિ સુધી ખીલે છે. એટલે તેને મૂન ફ્લાવર કે પછી કીંગ ઓફ નાઈટ ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષમાં અંદાજે ૬ વાર ફળ(ફુલ) ઉગે છે.