ઊંઘતા પહેલા ગરમ પાણીમાં 3 વસ્તુ નાખીને પી લો આ જ્યુસ, રાતો રાત પેટની ચરબી થઇ જશે ગાયબ

આજના ભાગદોડ વાળા જીવનમાં મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન હોય છે. દરેક વ્યક્તિ પાતળા અને સુંદર દેખાવા માંગે છે. પણ વધેલો મોટાપો તેમની સુંદરતા ઉપર ડાઘ જેવું બની જાય છે. સારામાં સારા લોકો પણ મોટાપાને કારણે ખરાબ દેખાવા લાગે છે. મોટાપાની સમસ્યા ખોટું ખાવા પીવાને કારણે થાય છે. આજના સમયમાં લોકો સમયના અભાવને કારણે ઘરનું પૌષ્ટિક ખાવાનું છોડી બહારના જંકફૂડ ઉપર વધુ આધારિત રહેવા લાગ્યા છે.

બહારનું ખાવાને કારણે વધે છે મોટાપો :

બહારના ખાવામાં તેલ મસાલાના વધારે પ્રમાણને કારણે વ્યક્તિ જલ્દી મોટાપાનો ભોગ બની જાય છે. જો તમે પણ મોટાપાની સમસ્યાથી પીડિત છો તો ચિંતા ન કરશો. આજે અમે તમને એક એવા ચમત્કારી જ્યુસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, દરરોજ એક ગ્લાસ એ જ્યૂસનું સેવન કરવાથી તમે પણ થોડા દિવસોમાં પાતળા થઇ જશો.

આ ચમત્કારી જ્યુસનો ઉપયોગ તમારે રાત્રે સુતા પહેલા કરવાનો છે. અમે જે ચમત્કારી પીણાની વાત કરી રહ્યા છીએ એ છે કાકડી (ખીરા) નું જ્યુસ. આ જ્યુસ તમારા પેટને સાફ કરે છે, અને સાથે જ તમારા શરીરમાં ચરબીના પ્રમાણને પણ નથી વધારતું. તેમાં કેલેરીનું પ્રમાણ ઘણું ઓછું હોવાને કારણે એ તમને પાતળા થવામાં મદદ કરે છે.

જ્યુસ બનાવવાની સામગ્રી :

૧) ૨ કાકડી (ખીરા)

૨) ૨ નાની ચમચી લીંબુનો રસ

૩) આદુનો એક નાનો ટુકડો

૪) ૨ ચમચી સાકર

૫) એક નાની ચમચી શકેલું જીરું પાવડરના રૂપમાં

૬) ૩-૪ ફુદીનાના પાંદડા

૭) સિંધવ કે કાળું મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

સૌથી પહેલા કાકડીને ધોઈને નાના નાના ટુકડા કરી દો. કાકડીને છોતરા ઉતાર્યા વગર જ્યુસરમાં નાખો. સાથે આદુ અને ફુદીનાના પાંદડા પણ જ્યુસરમાં નાખી દો અને જ્યુસ બનાવી લો. તેમાં લીંબુનો રસ, જીરું પાવડર અને મીઠું ઓગાળીને સારી રીતે ભેળવી લો. હવે તમારું જ્યુસ ઉપયોગ માટે તૈયાર છે. તમે જ્યુસનું સેવન રાત્રે સુતા પહેલા કરી શકો છો. થોડા જ દિવસોમાં તમારું બહાર નીકળેલું પેટ ધીમે ધીમે અંદર જતું રહેશે.

વજન ઉતારવાનો બીજો ઉપાય છે કારેલા :

કારેલા વજન ઓછુ કરવા સાથે સાથે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ખાસ કરીને મદદગાર છે. તેનું શાક, રસ, સૂપ તરીકે લઇ શકાય છે. તે બીજા પ્રોટીનયુક્ત પદાર્થો સાથે લેવાથી વધુ લાભ મળે છે.

કરેલા પાચન માટે ઘણા સારા છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેંટસ મેટાબોલીક રેટ વધારે છે જેથી કેલેરી ઝડપથી પીગળે છે. તે ઉપરાંત તેમાં કેલેરી ઘણી ઓછી હોય છે. વજન ઘટાડવા માટે તમારા ડાયટ પ્લાનમાં તેને જરૂર ઉમેરો કરશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.