સતત પાંચ દિવસ સુધી આ સમયે પીવો પાણી અને જુવો જાદુ, રાતો રાત ત્વચામાં આવશે નિખાર

પાણી આપણા બધાની પહેલી જરૂરીયાત છે. જેવી રીતે પાણી વગર માછલી જીવતી નથી રહી શક્તિ, બસ એવી રીતે પાણી વગર કોઈ જીવ જીવતું નથી રહી શકતું. ભોજન અને પાણી બે એવા તત્વ છે, જેના વગર જીવન શક્ય નથી. તમને એ જાણીને નવાઈ થશે કે માણસના શરીરમાં ૭૩ ટકા પાણી રહેલું છે. પાણી ન માત્ર આપણી તરસ છીપાવવા માટે કામ આવે છે પરંતુ આપણા મગજથી લઈને પાચન તંત્રની ઘણી બીમારીઓને દુર કરે છે.

પાણી માણસ માટે કેટલું જરૂરી છે, તે તો આપણે બધા બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ તમને જણાવીએ કે પાણી એક પ્રકારની આયુર્વેદિક ઔષધી પણ માનવામાં આવે છે. જે ઘણી બીમારીઓ માટે રામબાણ સાબિત થાય છે. આ કિંમતી પાણીનો ઉપયોગ ઘણા પ્રકારના કુદરતી ઉપચારો તરીકે પણ થાય છે.

પાણીની માથાનો દુ:ખાવો અને પીઠના દુ:ખાવામાં રાહત અપાવે છે અને આપણા શરીરને તાજું માજુ રાખે છે. આજે અમે તમને પાણી પીવાના એવા અનમોલ ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે આજથી જ પાણી વધુ પ્રમાણમાં પીવાનું શરુ કરી દેશો.

સતત પાંચ દિવસ સુધી પીવો પાણી :

આમ તો પાણીના ઢગલાબંધ ફાયદા છે. પરંતુ તેનો સૌથી ઉત્તમ ફાયદો આપણા ચહેરાની સુંદરતાને વધારવાનો છે. આજના આ મોંઘવારીના સમયમાં જ્યાં એક તરફ દરેક છોકરા અને છોકરીઓ પોતાના ચહેરાની સુંદરતાને નિખારવા માટે ઢગલાબંધ બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યાં આ સામાન્ય દેખાતું પાણી તમારી આ બધી બ્યુટી પ્રોડક્ટસને પાછી પાડી શકે છે. ખાસ કરીને પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વ રહેલા છે, જે ન માત્ર આપણી પાચન પ્રણાલીમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આપણી ત્વચાને નિખારવામાં પણ ચાર ચાંદ લગાવી દે છે.

જો તમે પાંચ દિવસ સતત પાણીનું સેવન કરો છો, તો તમારી ત્વચામાં એક અલગ જ ચમકનો અનુભવ થશે. હવે તમારા મનમાં એ પ્રશ્ન ચાલી રહ્યો હશે કે છેવટે આ પાણી અમારે કયા સમયે પીવું જોઈએ? તો આવો જાણીએ કે ત્વચામાં નિખાર લાવવા માટે પાણી પીવાનો યોગ્ય સમય કયો છે.

આ છે પાણી પીવાનો યોગ્ય સમય :

માણસને તરસ ક્યારે પણ લાગી શકે છે. તેવામાં પાણી જ આપણી તૃપ્તિ કરી શકે છે. પરંતુ ઘણી વખત આપણે એવા સમયમાં પાણી પી લઈએ છીએ. જે આગળ જતા આપણા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ઘણા બધા લોકો ભોજન સાથે પાણી પીવાનું પસંદ કરે છે કે તેને ટેવ બનાવી લે છે. જો કે ભોજન કરતા પહેલા ૪૦ મિનીટ પહેલા અને ૪૦ મિનીટ પછી પાણી પીવું જોઈએ. એવું ન કરવાથી આપણી પાચન શક્તિ ઉપર ઊંડી અસર પડે છે અને આપણને પેટ સાથે જોડાયેલી ઘણી બીમારી ઘેરી લે છે. તે નબળા થઇ જાય છે. એટલા માટે આપણે પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે કરીને ધીમે ધીમે પીવું જોઈએ.

જો તમે કોઈ ગરમ વસ્તુનું સેવન કર્યુ છે, કે તેજ મસાલાદાર ખાવાનું ખાધું છે તો તેની તરત પછી ક્યારે પણ પાણી ન પીવો. પાણી પીવાનો સૌથી ઉત્તમ સમય સવારનો હોય છે. સવારે ખાલી પેટ ઉઠીને પાણી પીવાથી ન માત્ર તમારી પાચન પ્રણાલી સારી રહે છે, પરંતુ તમારી કબજિયાત અને એસીડીટી જેવી સમસ્યાઓ પણ દુર થઇ જાય છે. જો તમણે ઉલટી અને દસ્તની સમસ્યા છે, તો તમારે મીઠું અને ખાંડનો ઘોળ બનાવીને દિવસમાં પાંચથી છ વખત તે પીવું જોઈએ. જેથી જલ્દી જ તમને આ તકલીફ માંથી છુટકારો મળી શકે છે. જો તમે દરરોજના પાંચ દિવસ સુધી સવારે ખાલી પેટ પાણીનું સેવન કરો છો, તો તમારી ત્વચામાં એક અલગ જ નિખારનો અનુભવ થશે.