દ્રૌપદી અનુસાર પત્નીઓને યાદ રાખવી જોઈએ આ 4 વાતો, નહીંતર પડશે મોંઘુ.

કોઈ પણ પરિવાર સ્ત્રી વગર અધુરો છે કેમ કે એક ઘરને સ્વર્ગનું રૂપ આપવાવાળું બીજું કોઈ નહીં પરંતુ સ્ત્રી જ છે. સ્ત્રીઓની સાચી જિંદગી ત્યારે શરૂ થાય છે, જયારે એ કોઈકના ઘરની વહુ બને છે, અને એના ઉપર જવાબદારીઓ આવે છે. પતિવ્રતા અને સ્વામી ભક્તિ જ એક આદર્શ સ્ત્રીની ઓળખાણ છે. મહાભારત માંથી ખબર પડે છે કે પાંડવોની પત્ની દ્રૌપદી દુનિયાની સૌથી વધારે સ્વામીભક્ત અને પતિવ્રતા નારી છે, અને એ પાંચ પતિઓના આશીર્વાદથી પાંચાલી કેહવાઈ. શાસ્ત્રો મુજબ દ્રૌપદીએ પોતાનાં પતિવ્રતા જીવનમાં એક ઉદાહરણ કાયમ કર્યુ છે અને સાથે સાથે અન્ય સ્ત્રીઓને દાંપત્ય જીવન માટે શીખ આપી છે. જેના મુજબ જીવી બધી સ્ત્રીઓ આદર્શ બની શકે છે.

હકીકતમાં જેવી રીતે દ્રૌપદીએ પોતાના જીવનમાં મુળમંત્રને નિભાવ્યો, એ ઈચ્છે છે કે દરેક પતિવ્રતા નારીએ એ કાર્ય કરવું જોઈએ. સાથે જ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કેવા કામ કરવા જોઉએ નહીં. મહાભારતમાં દ્રૌપદીએ સ્ત્રીના કર્તવ્ય સંબધિત કેટલાક જ્ઞાનની વાતો જણાવી છે, જે એમણે એમના ભાઈ કૃષ્ણ (દ્રોપદી કૃષ્ણને ભાઈ અને એક સારા મિત્ર માનતી હતી)ની પત્ની સત્યભામાની સાથે ગોષ્ઠિ કરી કહ્યું હતું. ચાલો જાણીએ એ ૪ મહત્વની વાતો જેના વિશે દરેક સ્ત્રીએ યાદ રાખવું જોઈએ.

દ્રૌપદી કહે છે કે- જે સ્ત્રીઓ પોતાના મનમાં પતિને વશ કરવાના વિચાર રાખે છે, એ જીવનમાં ખુશ નથી રહેતી. કેમકે એમની એવી ઈચ્છાથી એમના જીવનમાં કડવાશ આવે છે. આથી જો સ્ત્રીને એક સુખદ દામ્પત્ય જીવન જોઈએ છે તો તેણે ક્યારેય પણ પોતાના પતિ પર રાજ કરવા, કે એને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નહીં. સાથે જ એવું પણ જણાવ્યું છે કે સ્ત્રીઓ પહેલેથી જ અર્ધાંગિની હોય છે, જેનો એ અર્થ થાય છે કે પોતાના પતિનો અડધો ભાગ, જેના ઉપર શાસન કે રાજ કરવા જેવી ભાવના ઉત્પન્ન થવી પણ ખોટી વાત છે.

જોકે જે સ્ત્રીઓ પોતાના અને પતિના વચ્ચેની મહત્વની વાતોને ત્રીજી વ્યક્તિને કહે છે એ એમના જીવનને હંમેશા મુશ્કેલીમાં પસાર કરે છે. એનાથી તમારા સંબંધનો રહસ્ય ખુલી જવાની સાથે સાથે તેમનો વ્યંગ બની જાય છે. જેનો એ તમારા ખરાબ સમયમાં ખોટો ફાયદો ઉઠાવી જાય છે, આથી સ્ત્રીઓએ પોતાની અંગત વાતો પોતાના પતિ સિવાય કોઇ સાથે કરવી નહીં. આવુ કરવાથી તમારા લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે.

દ્રૌપદીએ બધી મહિલાઓને એ સંદેશ આપ્યો છે, કે એક સ્ત્રી માટે તેનો પતિ જ સર્વસ્વ હોય છે. આથી પરિસ્થિતિ ગમે એટલી ખરાબ કેમ ના હોય, ઘભરાયા વગર પોતાના પતિને યાદ કરવા જોઈએ. કેમકે એક પતિવ્રતા નારી માટે તેનો પતિ જ જ્ઞાન અને શક્તિનો ભંડાર હોય છે. પતિના સ્મરણ માત્રથી શરીરની અંદર ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર થશે.

છેલ્લી વાત કરતા દ્રૌપદીએ કહ્યું કે, બધી જ સ્ત્રીઓએ પોતાના પતિને દેવતાની રીતે પૂજવા જોઈએ. એમને સ્વામી માની સેવા કરવી જોઈએ. કેમકે આ જીવનમાં પતિ જ એમના માટે સર્વસ્વ છે. ખાસ કરીને એવી સ્ત્રીઓથી દુર રહેવું જે ખોટી વિચારધારા રાખતી હોય. કેમકે એનાથી તમારા જીવનમાં ખરાબ પ્રભાવ પડશે. પોતાના પતિ પર સૌથી વધારે વિશ્વાસ કરવો જોઈએ, અને પોતાના સુખ દુઃખની વાત કરવી જોઈએ.