દરરોજ 2 મિનિટ કરો “ૐ” નો જાપ, પરંતુ યાદ રાખો આ 4 નિયમ

ૐ વગર દરેક મંત્ર અધૂરા છે, ૐ વગર દરેક પૂજા નકામી છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, આ નાના એવા શબ્દમાં સંપૂર્ણ સંસાર, સંપૂર્ણ બ્રહ્માંડ સમાયા છે. આ શબ્દમાં એટલી શક્તિ છે કે તમે પણ નહિ વિચારી શકો. માત્ર આ એક શબ્દના કોઈ મંત્ર આગળ જોડાઈ જવાથી તેની અસર અનેક ગણી વધી જાય છે.

ૐ જાપ સાધના :

તે સામાન્ય કલ્પના છે કે, આપણે જ્યારે પણ કોઈ મંત્રનો જાપ કરવા લાગીએ છીએ ત્યારે ૐ શબ્દ સિવાય બાકીના બધા શબ્દોના સાચા ઉચ્ચારણ ઉપર ધ્યાન આપીએ છીએ. પરંતુ શું આપણે ક્યારેય એ વિચાર્યુ છે કે ૐ શબ્દનું સાચું ઉચ્ચારણ શું છે? જે શબ્દને કારણે દરેક મંત્રનું મહત્વ વધી જાય છે, શું આપણે તેને સાચા રૂપમાં ઉચ્ચારણ કરીએ છીએ?

મંત્રનું સાચું ઉચ્ચારણ :

શાસ્ત્રો અનુસાર ૐ શબ્દના નિયમિત જાપ કરતા રહેવાથી વ્યક્તિ બ્રહ્મંડની શક્તિઓ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, તેના જીવનમાં બધા દુઃખ, રોગ દુર થઇ જાય છે. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે ૐ ના જાપ કરવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે. તેથી આગળ જાણો ૐ ના જાપ કરવાના નિયમો, જેથી તમે મેળવી શકો આ શબ્દનો ફાયદો.

શાંત સ્થળ :

ૐ એક શબ્દ ન રહેતા એક અવાજનું કામ કરે છે. આ શબ્દના જાપ કરાતા સમયે, જે અવાજ ઉત્પન્ન થાય છે તેને કારણે આપણને જુદા જુદા ફાયદા મળે છે. તેથી જ્યારે પણ ૐ ના જાપ કરીએ તો એક શાંત સ્થળની જ પસંદગી કરો.

કોઈ એવી જગ્યા જ્યાં દૂર સુધી કોઈ ન હોય, ખુલ્લી હવા આવે, શાંત વાતાવરણ હોય અને તમે કુદરતને નજીક અનુભવી શકો. ૐ ના જાપ માટે કોઈ ગાર્ડન, મેદાન અથવા ખુલ્લા ધાબા જેવી જગ્યા શ્રેષ્ઠ છે.

સમય :

શાસ્ત્રો અનુસાર દિવસના ચોવીસ કલાકમાં કેટલાક કલાકનો સમય એવો હોય છે, જ્યારે ઈશ્વરીય શક્તિ પોતાની ચરમ ઉપર હોય છે. એ સમયમાં કરવામાં આવેલા જાપ, પાઠ, આરાધના વધુ ફળદાયક હોય છે. તો સવારે વહેલા અને રાત્રે ઊંઘતા પહેલા ૐ ના જાપ કરવા વધુ ફળદાયી રહેશે.

આ એક સાધના છે :

ૐ શબ્દ તો માત્ર ધર્મ સાથે ન જોડતા સાધના તરીકે પણ ઓળખાય છે. વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે ૐ નો જાપ કરવા એક પ્રકારનું ધ્યાન છે, જેના કારણે માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિની એકાગ્રતા વધે છે. ધર્મથી દૂર આ શબ્દનો ઉપયોગ દરેક કરી શકે છે.

અવાજ :

ૐ નો ઉચ્ચારણ કરતી વખતે તમારો અવાજ કેટલો ઝડપી અને ધીમો છે, તેનાથી પણ ફાયદો થાય છે. શાસ્ત્રો અનુસાર ૐ શબ્દને જેટલા ઊંચા અવાજમાં અને ઊંડાણથી બોલવામાં આવશે તેટલો જ વધુ તે ફલિત થાય છે.

તમે એક કામ કરી શકો છો કે, જમીન ઉપર આસન પાથરીને પદ્માસનમાં બેસો અને આંખ બંધ કરી લો. જે સ્થળ ઉપર તમે બેઠા છો ત્યાં આસપાસ કોઈ દેકારો કે અવાજ ન હોવા જોઈએ. હવે જેટલું શક્ય હોય એટલો શ્વાસ ખેંચો અને પછી પેટ માંથી ૐ ના ધ્વનિને કાઢતા શ્વાસ છોડતા જાવ.

ૐ જાપના ફાયદા :

વિશ્વાસ રાખો કે આ પ્રક્રિયાને જો તમે 2 મિનિટ પણ કરશો તો તમારો માનસિક તણાવ દુર થઇ જશે. શરીરના બધા નાના-નાના રોગો ફક્ત આ 2 મિનિટની પ્રક્રિયાથી જ દૂર થઈ જાય છે.

આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.