મોંઘો પડશે આ શોખ ! તમારું જીવન ‘પીસી’ નાખશે ડ્રાયફ્રુટ્સ જાણો ડ્રાયફ્રૂટ ખાવા ની રીત

આરોગ્યના જાણકારો મુજબ મેવાને સુકો નહી પલાળીને ખાવો જોઈએ. પલાળેલ મેવો તમારા આરોગ્ય માટે સારો રહે છે. જી હા તેથી જ આપના દાદી નાની આપણને બદામ પલાળીને ખાવાની સલાહ આપતા આવ્યા છે. મેવા પલાળીને ખાવાથી બસ તેની તાસીર સામાન્ય થઇ જાય છે, આરોગ્યના ફાયદા તેવા જ રહે છે. જો કે મેવાને કેટલો સમય પલાળવા જોઈએ તે પણ તમારા માટે જાણવું જરૂરી છે. દરેક સુકામેવાને પલાળવાનો જુદો જુદો સમય હોય છે.

બદામ – આ મેવો બધા ખાવાનું પસંદ કરે છે, એટલા માટે કેમ કે બદામ ખાવાથી મગજ તેજ થઇ જાય છે.બદામને પલાળીને ખાવાની સલાહ બધા આપે છે પણ તેને કેટલી વાર પલાળવી જોઈએ, અમે તમને જણાવીએ છીએ બદામને ઓછામાં ઓછી ૧૨ કલાક પલાળવી જોઈએ. તેટલી પલાળ્યા પછી બદામના છોતરા ઉતરી લો, અને હવે તમે તેને ચાવીને ખાવ.

અખરોટ – આજકાલ તમે અખરોટ એટલે વોલનટ્સ ને એમ જ ખાધા હશે, પરંતુ તાસીરમાં ગરમ અખરોટ ને પલાળીને ખાવાથી જુદો જ ફાયદો છે. આ ડ્રાયફ્રુટ ને તમે ૮ કલાક સુધી પલાળીને રાખો અને પછી ખાવ. સ્વાદ સાથે આરોગ્યને ફાયદો વધી જાય છે. અખરોટને પલાળીને ખાવાથી. ગર્ભવતી મહિલાઓ માટે અખરોટ ખાવા ફાયદાકારક હોય છે. તેનાથી બાળકોનું મગજ તેજ થાય છે.

કાજુ – રોસ્ટેડ કાજુ ખાવા કોને ગમતું નથી, પરંતુ ત્રણ કે ચાર કાજુ ખાવાથી તમારા બીપી ને વધારી દે છે. કાજુની તાસીર ગરમ માનવામાં આવે છે, એટલે તેને પણ પલાળીને ખાઓ. લગભગ ૬ કલાક સુધી પલાળી રાખ્યા પછી તમે કાજુ ખાઓ.

કોળા ના બીજ – હ્રદયના દર્દીને તે ખાવું ફાયદાકારક હોય છે. આ બીજ ને સામાન્ય રીતે સુકવ્યા પછી ઉપયોગમાં લેવામાં આવે છે. પણ તમે તેને ઓછામાં ઓછા ૮ કલાક પાણીમાં પલાળીને રાખો. ફાયદો થશે અને આરોગ્ય માટે સારું પણ છે.

હેજલનટ્સ – આમ તો આ ભારતીય ડ્રાયફ્રુટ નથી છતાં પણ ગ્લોબલ થતી દુનિયામાં તે હવે સુપર માર્કેટમાં મળે છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપુર હોય છે, તે ખાવાથી તમે શક્તિથી ભરેલા રહો છો, બસ તે ખાતા પહેલા ૮ કલાક પહેલા પલાળીને રાખી દો.

ડ્રાયફ્રુટ નાં ડીટેલ માં ફાયદા જાણવા નીચે ની લીંક પર ક્લિક કરો

ક્લિક કરી ને જાણો >> ભૂખ્યા પેટે કિશમિશ(સુકી દ્રાક્ષ) નું પાણી પીઓ અને ઘણી બધી બીમારીઓથી રાહત મેળવો

ક્લિક કરી ને જાણો >>> સવારે ખાલી પેટ ખાયો રાત્રે પલાળી ને રાખેલી 5 બદામ તો થશે આ આવા ખુબ જ સારા ફાયદા

ક્લિક કરી ને જાણો>>> અખરોટ ખાવાના આ ફાયદા જાણીને તમે પણ રોજ ખાશો અખરોટ. ખાવાની રીત અને ફાયદા જાણો

ક્લિક કરી ને જાણો>>> કોલેસ્ટ્રોલ થી લઈને મધુમેહ સુધીની ઘણી બીમારીઓને મૂળમાંથી દુર કરી દે છે આ બીજ

ક્લિક કરી ને જાણો >>> સતત ૨૧ દિવસ સુધી કાજુ ખાવાના ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઇ જશો તમે, જાણો