ખુબ જ સસ્તું માઈક્રો એન્ટીના જાણો કેટલા નું? DTH છત્રી થઇ જશે જુના જમાનાની વાત

વિજ્ઞાન માં રોજ થતી શોધો માનવીના જીવનને સુખી બનાવવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક જમાનામાં જયારે ધાબા ઉપર લાગેલા ટીવી એન્ટીના ના ફરી જવાથી જ સિગ્નલ કપાઈ જતા હતા. ત્યાર પછી ધાબા ઉપરથી પાઈપ વાળા એન્ટીના દુર થઇ ગયા. તેની જગ્યાએ સ્થિર ડીટીએચ છત્રી આવી ગઈ. હવે થોડા સમયમાં જ સ્થિર ડીટીએચ છત્રીપણ ધાબા ઉપરથી છુમંતર થઇ જશે. જે નવું એન્ટીના આવવાનું છે, તેને ધાબાની જરૂર નથી. ન ધાબુ જોઈએ, ન લાંબો વાયર. સીધો સેટ ટોપ બોક્સમાં કનેક્ટ કરી લો અને ટેલીવિજન ની મજા લો. દુનિયા માઈક્રો સ્ટ્રીપ એન્ટીના તરફ વધી રહી છે. ભારતમાં પણ વિદેશી માઈક્રો સ્ટ્રીપ એન્ટીના તૈયાર કરવામાં આવેલ છે.

ભારતીય વૈજ્ઞાનીકોએ બનાવ્યું સસ્તી-ટકાઉ સ્વદેશી માઈક્રો એન્ટીના :

આ માઈક્રો સ્ટ્રીપ એન્ટીના પંજાબ ફતેહગઢ સાહિબ ખાતે આવેલ બાબા બંદા સિંહ બહાદુર એન્જીનીયરીંગ કોલેજ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના આસીસ્ટન પ્રોફેસર જસપાલ સિંહે તૈયાર કરેલ છે.

સેટટોપ બોક્સ થી થશે કનેક્ટ :

બે થી ત્રણ સેન્ટીમીટર સાઈઝનું ચીપ જેવું માઈક્રો સ્ટ્રીપ એન્ટીના ને રૂમની અંદર રાખી સર્વિસ બોક્સ માં લગાવી દઈ શકાય છે. આ બોક્સ હાલમાં તો ઘરની બહાર કે ધાબા ઉપર લાગેલા ડીશ એન્ટીના ના વાયર દ્વારા કનેક્ટ થાય છે. જયારે બીજી બાજુ ટીવી સેટ થી. હવે ડીશ એન્ટીના ની જગ્યાએ તેમાં માઈક્રો સ્ટ્રીપ એન્ટીના ને કનેક્ટ કરીને સબ્સક્રાઇબ્ડ ચેનલો ને જોઈ શકાશે.

પંજાબ ફતેહગઢ સાહિબ ખાતે આવેલ બાબા બંદા સિંહ બહાદુર એન્જીનીયરીંગ કોલેજ ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના આસીસ્ટન પ્રોફેસર જસપાલ સિંહે સ્વદેશી માઈક્રો સ્ટ્રીપ બનાવવામાં સફળતા મેળવી છે. પ્રોફેસર જસપાલ સિંહ એ જણાવ્યું કે શોધ નું કામ પૂરું કરવામાં પાંચ વર્ષ થતા. પેટેંટ માટે ઈંટલેન્ક્ચ્યુંઅલ પ્રોપર્ટી ઇન્ડિયા એ માન્ય રાખેલ છે.

ખર્ચ માત્ર 50 રૂપિયા :

માઈક્રો સ્ટ્રીપ ના વપરાશકારો જ નહી કંપનીઓ ને પણ લાભ થશે. તેનું ઉત્પાદન માં સમય અને ખર્ચ બન્ને ની બચત થશે. આ એન્ટીના ને બનાવવા માં વધુમાં વધુ 50 રૂપિયા સુધીનો ખર્ચ થશે. તેના માટે કોઈ લેબોરેટરી ની જરૂર નહી પડે. ચીપ ને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ (પીસીબી) ઉપર જ બનાવી શકાય છે. તેની સાઈઝ બે સેન્ટીમીટર થી લઈને ત્રણ સેન્ટીમીટર સુધી રહેશે. સાથે જ તેના સિગ્નલ પણ ખુબ જ સારા આવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.