૧ ફેબ્રુઆરી થી કેબલ અને ડીટીએચ ના નિયમ બદલાઈ ગયા છે અને તેની અસર સીધી આપણા ખિસ્સા ઉપર પડશે. ૧ ફેબ્રુઆરી થી કેબલ અને ડીટીએચ માટે નવા ટેરીફ વ્યવસ્થા લાગુ પડી જશે, એટલે તમારું ખિસ્સું થોડું વધુ ઢીલું થઇ શકે છે. કેબલ અને ડીટીએચ ના નવા નિયમ લાગુ થવા થી ગ્રાહક પોતાની મનગમતી ચેનલ પસંદ કરી શકો છો, જેનાથી તમારું થોડું એવું બજેટ બગડી શકે છે. આમ તો કેબલ અને ડીટીએચ ના નિયમ મુજબ તમારે ૩૧ જાન્યુઆરી સુધી પોતાનું પેક પસંદ કરી લેવાનું છે. તો આવો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું વિશેષ છે?
પોતાની મનગમતી ચેનલ પસંદ કરી શકે છે દર્શક
નવા નિયમો માં ફેરફાર હેઠળ દર્શક પોતાની મનગમતી ચેનલ પસંદ કરી શકો છો. અને તેનાથી કેબલ અને ડીટીએચ ની મનમાની ઉપર સંપૂર્ણ કાબુ આવી જશે એવું સરકાર નું માનવું છે. સરકાર એ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહક તે ચેનલ ના પૈસા આપશે, જે તે જોવાની પસંદ કરશે. એટલે કે તમે જે ચેનલ નઈ જોવા માગો, તેના પૈસા નહિ આપવા પડે.(એવું સરકાર શ્રી નું કહેવું છે) એમ કરવાથી હવે તમારા કેબલ અને ડીટીએચ ઓપરેટર ની મનમાની નો સામનો નહિ કરવો પડે અને એ તમે ૩૧ જાન્યુઆરી એટલે આજે જ પસંદ કરી શકો છો.
તમારી મનગમતી ચેનલ પસંદ ન કરી તો?
જો તમે તમારી મનગમતી ચેનલ કે પેક ૧ ફેબ્રુઆરી પહેલા ન પસંદ કર્યું તો તમારી પેડ સર્વિસ બંધ થઇ જશે, પરંતુ ફ્રી વાળી ચેનલ આવતી રહેશે. એટલે જો તમે તમારી મનગમતી ચેનલ નહી પસંદ કરો તો ૧ ફેબ્રુઆરી થી તમે ટીવી માં પેડ સર્વિસ ની ચેનલ નહિ જોઈ શકો. એટલે આજે જ તમે મનગમતી ચેનલ પેક લો, જેથી તમે ટીવી નો આનંદ લેતા રહો. જો તમે પહેલા થી જ કોઈ પ્લાન લઇ રાખ્યો છે, જો કે હજુ પૂરો નથી થયો, તો તે ૧ ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ ત્યાર પછી બંધ થઇ જશે.
કેટલો વધી જશે તમારો ખર્ચ?
નવા નિયમ મુજબ, જ્યાં તમને તમારી ચેનલ પસંદ કરવાની આઝાદી મળી રહી છે, તો તે તમારું ખિસ્સું પણ ઢીલું થવાનું છે. ઉદાહરણ માટે હાલ માં તમે ૩૫૦ રૂપિયા માં ૧૫૦ ચેનલ જોઈ શકો છો જેમાં થી ૭૦ પેડ ચેનલ છે, પરંતુ જો હવે તમે આ ૭૦ પેડ ચેનલ ને તમારા નવા લીસ્ટ માં લેશો તો અલગ અલગ કોસ્ટ ને મેળવી ને તમારું બીલ ૭૦૦-૮૦૦ રૂપિયા સુધી જઈ શકે છે, જો કે તમારું ખિસ્સું ઢીલું કરવા માટે પુરતુ છે. એટલું જ નહિ, પરંતુ તમે ૧૦૦ થી વધુ ચેનલ પસંદ કરો છો, તો તમારી નેટવર્ક કેપેસીટી ફી પણ આપવી પડશે.
તમને જણાવી દઈએ કે કંપનીઓ જે તમને ફી કહે છે તે GST વિનાની કહે છે GST સાથે ઘણું વધારે થઇ જાય છે. ઉદાહરણ તરીકે સ્ટાર વેલ્યુ પેક ૪૯ રૂપિયા નો કહે છે જે GST સાથે ૫૭ રૂપિયા થઇ જાય છે.
કેવી રીતે પસંદ કરવી મનપસંદ ચેનલ?
ટ્રાઈ એ એક ટીવી ચેનલ સીલેક્ટર એપ લોન્ચ કરી છે, જેની મદદ થી તમે તમારી મનગમતી ચેનલ પસંદ કરી શકો છો. તે ઉપરાંત તમે ત્યાં થી બીલ જોઈ અને ભરી શકો છો. જો તમે ધારો તો અહિયાં થી તમારી ચેનલ પસંદ કરી તમારા કેબલ કે ડીટીએચ ઓપરેટર ને પ્રિન્ટ કરી ને આપી શકો છો અને ત્યાર પછી બીલ ભરી શકો છો, પરંતુ આ ૧ ફેબ્રુઆરી પહેલા જરૂર કરી લો.