શરૂ કરો દૂધ, દહીં, માખણ બનાવવાની યુનિટ, 8 લાખ સુધી થઇ શકે છે વાર્ષિક આવક ક્લિક કરી જાણો બધું

આ લેખ માં દૂધ, દહીં, માખણ બનાવવાની યુનિટ વિષે દરેક વાતો જાણી લો કઈ-કઈ મશીનની પડશે જરૂર, પ્રોજેક્ટ કોસ્ટ, રૉ મેટીરિયલની, કેટલી જગ્યાની જરૂર પડશે, કઈ-કઈ મશીનની પડશે જરૂર, કેટલો હશે નફો, કેટલુ હશે તમારું ટર્નઓવર બધું જ વાંચી લો આ લેખ માં

દેશમાં દૂધ અને દૂધ માંથી બનેલ વસ્તુઓની ડીમાંડ વધી રહી છે. તમે પણ કોઈ બિઝનેશ શરુ કરવા માંગો છો તો આ પ્રોડક્ટ્સની યુનિટ લગાવી શકો છો. આના માટે સરકાર લોન પણ આપે છે અને સપોર્ટ પણ. તમે પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમમાં પણ અપ્લાઇ કરી શકો છો.

તમને લગભગ 70 ટકા જેટલી લોન મળી શકે છે અને તમારે લગભગ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. આજે અમે તમને આ બિઝનેશના વિષે વિસ્તારથી જણાવીશું અને આ પણ જાણકારી આપીશું કે આ બિઝનેશની શરૂઆત કરીને તમે કેવી રીતે દર વર્ષે સારી કમાણી કરી શકો છો.

આ છે પ્રોજેક્ટ કોસ્ટ

જો તમે દૂધ કે દૂધની બનેલ વસ્તુની યુનિટ શરુ કરવા માંગો છો તો તમે ફ્લેવર મિલ્ક, દહીં, છાસ અને ઘી બનાવીને વેચી શકો છો. પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ પ્રોફાઈલ ના મુજબ તમે લગભગ 16 લાખ 50 હજાર રૂપિયાથી એવો એક પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો.(તમારી આ લોન પાસ થાય તેની અમે જવાબદારી લેતા નથી, અમને મળેલી જાણકારી પ્રમાણે વધુ પડતા લોકોની લોન પાસ થતી નથી)

આમાં તમને લગભગ 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડે છે, જયારે 70 ટકા પૈસા બેન્ક તમને મુદ્રા સ્કીમની મુજબ લોન આપે છે. આમાં ટર્મ લોન ના રૂપમાં 7.5 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોનના રૂપ પર 4 લાખ રૂપિયા મળશે.

આ રૉ મેટીરિયલની જરૂર પડશે

આ પ્રોજેક્ટ રિપોર્ટના મુજબ, તમારે મહિનામાં લગભગ 12 હજાર 500 લીટર કાચું દૂધ લેવું પડશે, જયારે 1000 કિલોગ્રામ ખાંડ ખરીદવી પડશે. આજ રીતે તમારે 200 કિલોગ્રામ ફ્લેવર અને 625 કિલોગ્રામ સ્પાઇસ અને મીઠું પણ લાવવું પડશે. આ વસ્તુઓ પર તમારો દર મહિને લગભગ 4 લાખ રૂપિયા ખર્ચ થશે.

કેટલી જગ્યાની પડશે જરૂર?

જો તમે આ પ્રોજેક્ટ લગાવવા માંગો છો તો તમારે લગભગ 1000 વર્ગ ફૂટ જગ્યા ની જરૂર પડશે. લગભગ 500 વર્ગ ફૂટમાં તમારે પ્રોસેસિંગ એરિયા બનાવો પડશે. આ પ્રોજેક્ટ માટે રેફ્રિજરેશનની ઘણી જરૂર પડશે. આના માટે લગભગ 150 વર્ગ ફૂટ માં રેફ્રિજરેશન રૂમ બનાવવો પડશે. વોશિંગ એરિયા 150 વર્ગ ફૂટ, ઓફિસની જગ્યા 100 વર્ગ ફૂટ અને ટોયલેટ જેવી સુવિધાના માટે 100 વર્ગ ફૂટની જરૂર પડશે.

કઈ-કઈ મશીનની પડશે જરૂર

પ્રોજેક્ટ રિપોર્ટના મુજબ તમારે ક્રીમ સ્પરેટર, પેકીંગ મશીન, ઓટોક્લેવ, બોટલ કેપિંગ મશીન, રેફ્રિજરેટર, ફ્રિજર, કેન કુલર, કોપર બોટમ હિટીંગ વેસલ્સ, સ્ટેનલેસ સ્ટીલ સ્ટોરિંગ વેસલ્સ, પ્લાસ્ટિક ટ્રે, ડિસ્પેસર, ફિલર, સાલ્ટ કવેયર્સ અને સિલર્સ વગેરે મશીનરીની જરૂર પડશે.

કેટલુ હશે તમારું ટર્નઓવર

જો તમે મુદ્રા સ્કીમનો પ્રોફાઈલ આ પ્રોજેક્ટ પ્રોફાઈલના મુજબ બિઝનેસ કરશે તો તમે એક વર્ષ માં લગભગ 75 હજાર લીટર ફ્લેવર મિલ્ક વેચી શકો છો, આનાં સિવાય લગભગ 36 હજાર લીટર દહીં, છાસ 90 હજાર લિટર અને 4500 કિલોગ્રામ ઘી બનાવીને વેચી શકો છો.આનાથી તમે લગભગ 85 લાખ 50 હજાર રૂપિયાનું ટર્નઓવર કરી શકો છો.

કેટલો હશે નફો?

જો તમે એક વર્ષમાં 82 લાખ 50 હજાર રૂપિયાનું સેલ કરો છો અને તમારા વર્ષનો ખર્ચ લગભગ 74 લાખ 40 હજાર રૂપિયા થાય, જેમાં કોસ્ટ ની સાથે સાથે લોન પર 14 ટકાના દર થી વ્યાજ પણ શામિલ થાય. આ રીતે તમને એક વર્ષમાં લગભગ 8 લાખ 10 હજાર રૂપિયા નેટ પ્રોફિટ થશે.