જાણો દુધમાં ફેટ વધારવાનો સચોટ ઉપાય અને કોમેન્ટમાં તમે પણ કોઈ આનાથી સારો જાણતા હો તો જણાવો

ગાય કે ભેંશના દુધની કિંમત તેના મળી આવતા ઘી ના પ્રમાણ ઉપર આધાર રાખે છે. જો ઘી વધુ તો ભાવ સારો અને ઘી ઓછું તો ભાવ ઓછો. આવા પશુપાલકો પોતાના દુધાળા પશુઓને લીલુ ઘાંસ અને સુકા ઘાંસનો સંતુલિત આહાર આપીને દુધમાં ઘી નું પ્રમાણ વધારી શકે છે.

આમ તો દરેક પશુના દૂધનું પ્રમાણ ચોક્કસ હોય છે. ભેંશમાં ૦૬ થી ૧૦ ટકા અને દેશી ગાયના દુધમાં ૦૪ થી ૦૫ ટકા ફૈટ (ચરબી) હોય છે. હોલસ્ટન ફ્રીજીયન સંકર જાતની ગાયોમાં ૩.૫ ટકા અને જર્સી ગાયમાં ૪.૨ ટકા ફૈટ હોય છે.

ઠંડીના દિવસોમાં પશુઓમાં દૂધ તો વધી જાય છે, પણ દુધમાં ઘી નું પ્રમાણ ઓછું થઇ જાય છે. તેનાથી ઉલટું ગરમીમાં દૂધ થોડું ઓછું થઇ જાય છે, પણ તેમાં ઘી વધી જાય છે. પશુ નિષ્ણાંત નું માનવું છે કે જો પશુપાલક થોડી જાગૃતતા બતાવી અને થોડી સાવચેતી રાખે તો દૂધમાં ઘી નું પ્રમાણ વધારી શકાય છે.

milk5

તેમાં મુખ્ય છે પશુને આપવામાં આવતો આહાર. પશુપાલક વિચારે છે કે લીલું ઘાંસ ખવરાવવાથી દૂધ અને તેમાં ઘી નું પ્રમાણ વધે છે, પણ એવું નથી. લીલા ઘાંસ થી તો દૂધ વધે છે, પણ તેમાં ચરબી ઓછી થઇ જાય છે.

તેનાથી ઉલટું જો સુકું ઘાંસ/ભૂસું ખવરાવવામાં આવે તો દૂધનું પ્રમાણ ઘટી જાય છે. તેથી દુધાળા જનાવરો ને ૬૦ ટકા લીલું ઘાંસ અને ૪૦ ટકા સુકો ચારો ખવરાવવો જોઈએ. એટલું જ નહી, પશુ આહારમાં એકા એક ફેરફાર ન કરવો જોઈએ. દૂધ દોતી વખતે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂરેપૂરું દૂધ કાઢી લેવામાં આવે.

milk4

વાછડું / પાડુંને છેલ્લું દૂધ ન પિવરાવો, કેમ કે ઘી નું પ્રમાણ છેલ્લા દુધમાં સૌથી વધુ હોય છે.

કોમેન્ટમાં તમે પણ કોઈ આનાથી સારી જાણતા હો તો જણાવો. જેથી બીજાને ઉપયોગી થાય અને વધારે કમાણી કરી શકે.