દૂધમાં કેવી રીતે જમાવવી જાડી મલાઈ, જાણો દૂધ સાથે જોડાયેલી 3 અલગ ટ્રીક્સ.

દૂધમાં નથી જામતી મલાઈ કે ફાટી જાય છે દૂધ, તો અજમાવો આ ઉપયોગી ટિપ્સ કામ થઈ જશે સરળ.

રસોડાનું કામ કહેવામાં તો ઘણું નાનું એવું હોય છે, પણ જે કરે છે તેને જ સમજાય છે કે ખરેખર આ કામ કેટલું મહત્વનું છે. ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં દૂધ, દહીં, છાશ, માખણ વગેરે ખરાબ થવાની સંભાવના વધુ રહે છે. આ સમય દરમિયાન તાપમાન વધવાથી ડેરી સાથે જોડાયેલી વસ્તુ જલ્દી ખરાબ થઇ જાય છે. તેથી સૌથી ઉત્તમ ઉપાય એ છે કે, તમે દૂધ સાથે જોડાયેલી થોડી બેઝીક ટીપ્સ જાણી લો.

આજે અમે તમને દૂધ સાથે જોડાયેલા ત્રણ એવા હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઘણા કામ આવી શકે છે. બસ 5 મિનીટનો સમય લગાવીને કરવામાં આવતા આ હેક્સ તમને જરૂર પસંદ આવશે.

(1) જો દૂધ તપેલીમાં જામી જાય છે તો કરો આ કામ :

તમે ઘણી વખત જોયું હશે કે દૂધ ઉકાળ્યા પછી તમારી તપેલીમાં નીચે દૂધની એક લેયર જામી જાય છે. આ લેયર કાઢવી ઘણી મુશ્કેલ હોય છે અને જો તે તપેલીમાં તમે ચા કે કાંઈ બીજું બનાવી લીધું તો ભૂલી જવું કે તમારી એ જામેલી લેયર વાસણ માંથી સરળતાથી નીકળી જશે.

તમારા દૂધના વાસણમાં આ લેયર ન જામે તેના માટે પહેલા તમે દૂધના વાસણમાં થોડું પાણી નાખો (ઘણું ઓછું બસ તળિયામાં પાણી લાગી જાય એટલું) ત્યાર પછી તેમાં દૂધ નાખો અને ફરી ઉકાળો. તમારા દૂધના વાસણમાં ક્યારે પણ નીચે દૂધ નહિ જામે. આ ટ્રીક તમે આજે જ અજમાવીને જુવો દૂધના વાસણ ધોવાની મહેનત દુર થઇ જશે.

(2) દૂધમાં નીકળશે ઘણી જાડી મલાઈ :

દૂધને ઉકાળ્યા પછી તમે ગેસને ધીમો કરો અને ત્યાર પછી તેને બે મિનીટ સુધી ગરમ કરો. હવે તમે તેની ઉપર કોઈ ચારણી મૂકી દો કે પછી જો પ્લેટનો ઉપયોગ કરી રહ્યા છો તો થોડી એવી જગ્યા રહેવા દો જેથી હવા જતી રહે.

તમે ધારો તો કોઈ પણ દૂધ લઇ લો તમારે આ રીતે મલાઈ કાઢવાની છે. જયારે દૂધ થોડું વધારે ગરમ થાય છે ત્યારે વધારે મલાઈ નીકળે છે. તે દૂધ થોડું ઘટ્ટ થઇ જાય છે અને એટલા માટે આ રીએક્શન (મલાઈ બનવાનું) વધુ હોય છે. જો તમે દૂધને માત્ર ઉકાળીને મૂકી દેશો તો તેમાં ઓછી મલાઈ નીકળશે. તમારે તેને થોડી વાર પકવવું પડશે. તેની સાથે જ જયારે દૂધ રૂમના તાપમાન ઉપર આવી જાય પછી તેને ફ્રીઝમાં મુકો. આખી રાત ફ્રીઝમાં રાખ્યા પછી જયારે તમે જોશો તો તેમાં એટલી બધી મલાઈ નીકળશે કે તમે પોતે આશ્ચર્યચકિત રહી જશો.

(3) આવી રીતે નહિ ફાટે દૂધ :

જો ઉનાળાના દિવસોમાં તમે થોડી કલાકો માટે દૂધને એમ જ બહાર મૂકી દીધું છે કે ભૂલી ગયા છો કે દૂધ બહાર છે, તો બની શકે છે કે તે ફાટી જાય. તેથી જો તમે તમારા દૂધને ફાટવાથી બચાવવા માંગો છો તો હજુ પણ તે કરી શકો છો.

તમારે કરવાનું બસ એટલું છે કે, તમારા દૂધમાં ચપટી ભર બેકિંગ સોડા નાખવાનો છે. ત્યાર પછી દૂધને ઉકાળી લો. એમ કર્યા પછી તમારું દૂધ નહિ ફાટે. પણ તેને એક દિવસની અંદર જ ઉપયોગ કરી લો. જો તેને ઉકાળીને તમે ફ્રીઝમાં બે દિવસ માટે રાખી લેશો તો દૂધ ખરાબ થવાની શક્યતા વધુ છે.

આ ત્રણ હેક્સ તમારા માટે ઘણું મદદરૂપ સાબિત થઇ શકે છે અને સાથે જ આ હેક્સનો ફાયદો તમે ઉનાળામાં જરૂર ઉઠાવો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.