તમે રોજ સાદું દૂધ પીવો છો તો તેને બદલે જો તમે દુધમાં અડધી ચમચી વરીયાળી નાખીને પીશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. હેલ્થ એક્સપર્ટ મુજબ દૂધ અને વરીયાળી આ બન્ને માં એવા ન્યુટ્રીએન્ટસ હોય છે જે ઘણી બીમારીઓથી શરીરને બચાવે છે. વરીયાળી એક ખુબ સુગંધિત મસાલો છે અને તેમાં ઉડનશીલ તેલ મળી આવે છે જે તેના ઔષધીય ગુણો માટે નું કારણ છે. તે ભોજનમાં એક વિશિષ્ઠ સુંગધ આપે છે જેને લીધે તેનો હમેશા ભારતીય ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. અને ગુજરાત નું ઊંઝા છે વરીયાળી નું મોટું માર્કેટ.
વરીયાળી સ્વાદમાં મધુર કડછી કડવી અને તીખી છે. તેમાં ઘણા પોષક તત્વ, ખનીજ અને વિટામીન છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે અપચાને દુર કરે છે અને તેનો ઉપયોગ દસ્ત, પેટના રોગ અને શ્વાસ ની બીમારીઓ ની સારવાર માટે કરવામાં આવે છે. તે આંખોની તકલીફમાં ફાયદાકારક છે. સૌથી ઉત્તમ રીત વરીયાળી ને દૂધ સાથે લો કે પછી ભોજન કર્યા પછી સેવન કરો.
વરીયાળી વાળુ દૂધ બનાવવાની રીત
વરીયાળી વાળુ દૂધ બનાવવા માટે એક ગ્લસા દુધમાં અડધી ચમચી વરીયાળી ભેળવીને દુધને ઉકાળી લો પછી તેને બરોબર ગાળીને પીવો. તેનાથી વરીયાળી નું અર્ક દુધમાં ઉતરી જશે. તો આવો જાણીએ રોજ દુધમાં વરીયાળી ભેળવીને પીવાથી થતા 9 ફાયદા વિષે.
વરીયાળી વાળુ દૂધ પીવાના ફાયદા
તેમાં કેલ્શિયમ હોય છે તેનાથી હાડકા મજબુત બને છે અને સાંધાના દુખાવાથી રાહત થાય છે. તેનાથી શરીરમાં મોટાબોલીજ્મ વધે છે. તે પીણું વજન નિયંત્રિત કરે છે અને મોટાપાથી બચાવે છે. આ પીણામાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે. તેનાથી ખીલ ઠીક થાય છે અને ચહેરા ઉપરની ચમક વધે છે.
તેમાં એસ્પાર્ટિક એસીડ હોય છે. તેનથી કબજિયાત, એસીડીટી જેવી તકલીફ દુર થાય છે અને ડાઈજેશન ઠીક રહે છે. તેનથી આંખો હેલ્દી રહે છે. તે મોતિયાબિંદ જેવી આંખોની તકલીફ થી બચાવે છે. તેનાથી કોલેસ્ટ્રોલ નું લેવલ જળવાઈ રહે છે અને હાર્ટ ની બીમારી થી બચાવે છે.
તેનાથી શરીરનું ટોકસીન દુર થાય છે અને યુરીન ઇન્ફેકશન થી બચાવે છે. આ પીણામાં પોટેશિયમ નું પ્રમાણ વધુ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં આયરન હોય છે, તે એનીમિયા એટલે કે લોહીની ઉણપ થી બચાવે છે.
વરીયાળી ના 15 ફાયદા
ગેસ અને કબજિયાત
વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ થતી નથી. વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે.
આંખોની દ્રષ્ટિ
આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.
અજીર્ણ
ડાયરિયા થાય તો વરીયાળી ખાવી જોઈએ. વરીયાળી ને બેલના ગરબ સાથે સવાર સાંજ ચાવવાથી અજીર્ણ દુર થાય છે અને અતિસાર માં ફાયદો થાય છે.
ઉત્તમ પાચક
ખાધા પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે અને તે કુદરતી માઉથફ્રેશનર. વરીયાળી , જીરું અને કાળું મીઠું ભેળવીને ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ લો, તે ઉત્તમ પાચક ચૂર્ણ છે.
ખાંસી
ખાંસી થાય તો વરીયાળી ખુબ ફાયદો કરે છે. વરીયાળી ના 10 ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો, તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.
પેટમાં દુઃખાવો
જો તમને પેટમાં દુઃખાવો રહે છે તો શેકેલી વરીયાળી ચાવવી તેનાથી તમને રાહત થશે. વરીયાળી ની ઠંડાઈ બનાવીને પીવો. તેનાથી ગરમી શાંત થશે અને જીવ ગભરાવાનું બંધ થઇ જશે.
ખાટા ઓડકાર
જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો થોડી વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.
હાથ-પગમાં બળતરા
હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.
ગળામાં ખરાશ
જો ગાળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવવીજોઈએ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે.
ત્વચામાં ચમક
રોજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે, ત્વચામાં ચમક આવે છે.
પેટનો સોજો
વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.
અપચો, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ
આપચો અલ્સર, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વરીયાળી નો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. તે પેટ માં તેજાબ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે, તેની તીવ્રતા ઓછી કરે છે, આમાશય શોથ ને દુર કરે છે, અને આમાશય રોગ દુર કરે છે.
ઉબકા અને ઉલટી
વરીયાળી નું વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટી ની સારવાર માં મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.
વજન ઘટવું
વરીયાળી ચયાપચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.