દૂધ પીવા ના થોડા આવા નિયમ જેનાથી પુરુષ અને મહિલાઓ બંન્નેને થશે ફાયદો ખાસ વાંચી લો

 

સામાન્ય રીતે લોકો સવારે દૂધ પીવે છે. પણ સવારે દૂધ પીવાને બદલે જો રાત્રે દૂધ પીશો તો આરોગ્ય માટે વધુ ફાયદાકારક રહે છે. કેમ કે આપણા શરીરમાં રાત્રે થોડા એવા હાર્મોન્સ સક્રિય થાય છે જે દુધને પચાવવાનું કામ કરે છે, જો કે સૂર્યનો તડકો રહે ત્યાં સુધી શરીરમાં સક્રિય થઇ શકતા નથી, આમ પણ દૂધ સાથે જોડાયેલ ઘણા નિયમ છે જેના વિષે જાણીને દુધના જરૂરી ફાયદા શરીરને મળી શકે.

દૂધ પીવાના 7 ફાયદા, તે ફોલો કરવાથી પુરુષ અને મહિલા બન્નેને ફાયદો થાય છે.

સવારે ઉઠીને દૂધ ના પીવો :
સવારે ઉઠીને દૂધ પીવાથી પેટમાં એસીડ નું લેવલ બેલેન્સ નથી થઇ શકતું. એસીડીટી કે કફની તકલીફ થઇ શકે છે.

રાત્રે જ પીવો :

દૂધ હમેશા રાત્રે જ પીવું જોઈએ. તેમાં રહેલા એમીનો એસીડ થી મગજ શાંત રહે છે. રાત્રે ઊંઘ સારી આવે છે. રાત્રે જ શરીરમાં સક્રિય હોર્મોન દૂધ ને પચાવે છે.

ખાધા પછી ન પીવો :

ભોજન કરીને તરત દૂધ ન પીવો. તેનાથી ઇનડાઈજેશન થઇ શકે છે. ખાધા પછી બે કલાક પછી દૂધ પીવાથી ફાયદો થશે.

કેવું દૂધ પીવું :

હમેશા હુંફાળું દૂધ જ પીવો. એસીડીટી કે અલ્સર ની તકલીફ હોય તો દૂધ ઠંડુ કરીને પી શકો છો.

શું નાખવું દુધમાં :

દુધમાં ખાંડ નાખીને ન પીવો. તેના બદલે સુકી દ્રાક્ષ, ખજુર, કે સાકર ભેળવીને પીવાથી ફાયદો થાય છે.(સાકર નુકશાન નહિ કરે પણ ખાંડ ખુબ નુકશાન કારક છે )
ઘણા લોકોને દૂધ પીવાથી ડાઈજેશન ખરાબ થઇ જાય છે. તેવામાં દુધમાં સુંઠ, આદુ કે પીપર ભેળવીને પીવો.
દુધમાં આદુ, લવિંગ, ઈલાયચી, કેસર કે તજ ભેળવીને પીવાથી પેટની તકલીફ દુર થાય છે. દૂધથી સરળતાથી ડાઈજેશન થાય છે.