જાણો દૂધનું ઉભરાવવું, સળગવુ કે ઢળી જવું શુભ હોય છે કે અશુભ.

આખી દુનિયામાં ખાસ કરીને ભારતમાં લોકો જૂની માન્યતાઓ હજુ સુધી પણ મને છે. દૂધનું ઢળવું, બળવું કે ઊભરાવુંને આજે પણ શુભ અને અશુભ સાથે જોડીને જોવામાં આવે છે. ઘણી વખત તમે દૂધને ચુલા ઉપર મૂકીને ભૂલી જાવ છો અને થોડી વાર પછી કે કે તમને અહેસાસ થાય છે કે પછી દૂધના બળવાની સ્મેલથી તમને ખબર પડે છે કે દૂધ ઉકળી ગયું છે કે બળી ગયું છે કે પછી ક્યારે ક્યારે તમારી સામે સંપૂર્ણ ધ્યાન આપવા છતાં પણ દૂધ ઊભરાઈને ઢળી જાય છે.

તમારા ઘરમાં દૂધ ઢોળાય, ઉભરાય કે બળી જાય તો તમે એને શુભ માનો છો કે અશુભ? કોમેન્ટમાં આવશ્ય લખજો.

આ સ્થિતિમાં તમે એ વિચારવા માટે મજબુર થઇ જાવ છો કે દૂધ ઊભરાવું કે ઢળવું તમારા શુભ હશે કે અશુભ. હંમેશા એવું તેમની સાથે થાય છે. જે જુના લોકોની વાતો સાંભળતા આવ્યા છે અને જે લોકો ઘણો વધારે એ વાત ઉપર વિશ્વાસ રાખે છે અને જે દરેક વસ્તુને શુભ કે અશુભ સાથે જોડીને જુવે છે.

દૂધનું ઊભરાવું, બળવું કે ઢળવાની પાછળ ઘણા મત છે અને ઘણા લોકો દૂધના ઉભરાવાને સારું માને છે, તો ઘણા લોકો તેને ખરાબ સંકેત માને છે.

ગૃહ પ્રવેશના સમયે દૂધનું ઊભરાવું શુભ કે અશુભ :-

ભારતમાં ઘણા ધર્મોની એ રીત છે કે ગૃહ પ્રવેશ દરમિયાન સૌથી પહેલા દૂધને ચુલા ઉપર મૂકીને ઊભરાવામાં આવે છે અને ઢળવા દેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જયારે દૂધ પૂર્વ દિશામાં ઢળે તો તેવું થવું શુભ હોય છે. હંમેશા લોકો ગૃહ પ્રવેશ દરમિયાન આવો ઉપાય કરે છે, જેનાથી દૂધ તે નક્કી દિશામાં ઢળે અને તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધી આવે.

એટલા માટે નવા ઘરમાં દૂધને ઉભરાઈને ઢળવું શુભ માનવામાં આવે છે. જો કે પોતાની સાથે સારા પરિણામ જેવી કે સારું આરોગ્ય, સારી તક, સકારાત્મકતા અને શાંતિ લઇને આવે છે. તમે બધા જાણો છો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એટલા માટે દૂધ તે દિશામાં ઢળવું સારું માનવામાં આવે છે.

લગ્ન પહેલા કે પછી દૂધનું ઊભરાવું કે ઢળવું :-

ઘણા હિંદુ ધર્મમાં એવું પણ માને છે કે જો લગ્ન પહેલા દૂધ ઉભરાય છે, ફાટી જાય છે કે દૂધ ઢળવું વગેરે થવું અશુભ માનવામાં આવે છે અને તે કોઈ અઘટિત ઘટના કે કોઈ વિઘ્નના સંકેત માનવામાં આવે છે.

સંધ્યા પછી દૂધ માગવું :-

ઘણા લોકો સંધ્યાના સમયે કે ત્યાર પછી કોઈ અડોસ પડોશ માંથી દૂધ માગવા આવેલા લોકોને દૂધ આપવાની ના કહી દે છે, કેમ કે સાંજના સમયે દૂધ આપવું અશુભ અને સમૃદ્ધી ઓછી થવાનું કારણ માનવામાં આવે છે. આ પ્રથા ગામડાઓમાં ચાલતી આવી રહી છે, કેમ કે ગામડાના લોકો માને છે કે જયારે તમે સાંજે પછી કોઈને દૂધ આપો છો, તો તેનાથી અશુભ ફળ મળે છે અને તમારું ઢોર ઓછું દૂધ આપવા લાગે છે અને ઘટતા દૂધનો અર્થ છે સમૃદ્ધીમાં ઘટાડો.

દૂધનું હાથ માંથી જમીન ઉપર ઢળવું કે ઢોળાવું :-

દૂધ જો જમીન ઉપર ઢળી જાય કે ઢોળાઈ જાય તો જુના લોકો મુજબ તેનો અર્થ થાય છે ઘરમાં અશાંતિ હોવાના સંકેત.

દૂધનું અચાનક ફાટી જવું :-

દૂધ જો જુનું કે ખરાબ થવાનું છે, તો તેની કોઈ અશુભ અસર નહિ થાય, પરંતુ જો આકસ્મિક રીતે દૂધ ફાટી જાય તો તેનો અર્થ થાય છે પરિવારમાં તમારો કોઈ સાથે ઝગડો કે ગૃહ કલેશ થવાનો છે.

દૂધ પીને ઘર માંથી નીકળવું અને દૂધ પીને ઘરમાં આવવું :-

બહાર કે કોઈ કામ માટે જતા પહેલા દૂધનું ઢળવું અશુભ માનવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે કાર્યમાં અડચણ આવવી. એવી રીતે અમુક લોકો માને છે કે બહારથી જો કોઈ દૂધ પીને આવે છે, તો તેને શુભ માવામાં આવે છે. દૂધનું ઢળવું બળવું કે ઊભરાવું શુભ કે અશુભ બન્ને થઇ શકે છે, ખાસ કરીને તેમના માટે કે જે લોકો એ મતને માને છે તે આ મત તેમની પેઢીઓથી ચાલ્યો આવે છે, પરંતુ આજના યુગના યુવાનો તેને અંધવિશ્વાસ માનીને ધ્યાન બહાર કરી દે છે.

ભારતમાં દૂધને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે કારણે દૂધનો ઉપયોગ ભારતમાં શુભ કાર્યો માટે હંમેશા કરવામાં આવે છે. ઘણા લોકો માને છે કે દૂધનું આકસ્મિક ઊભરાવું ધન પ્રાપ્તિના સંકેત હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે એવું જાણી જોઈએને કરો.

બધું મળીને જો દૂધ ઉભરાઈ જાય છે અને ઢળી જાય છે, તો એવું બનવું મોટા ભાગના ધર્મોમાં શુભ માનવામાં આવે છે પરંતુ તે ઘણા લોકો તેને અશુભ અને ગરીબી આવવાના સંકેત માને છે. બાકી તો પોત પોતાના વિચાર અને માન્યતાની વાત છે. તમે તેના વિષે અમને તમારો મત જણાવો કે દૂધ ઢળવું કે ઊભરાવું વાસ્તવમાં શુભ સંકેત હોય છે કે અશુભ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.