શું તમારે ત્યાં પણ દૂધ ઉકળીને બહાર ઢોળાય જાય છે? કરો આ કામ પછી ભલે કલાકો ઉકળતું રહે.

હમેશા તમે જોયું હશે કે જયારે પણ તમે દૂધ ગરમ કરતા હશો ત્યારે તે ઉકળીને બહાર આવીને ઢોળાઈ જાય છે. તે દુધનો બગાડ ની સાથે સાથે અપશુકન પણ માનવામાં આવે છે.

પણ તમારી આં સમસ્યાનો ઉપાય અમે લઇ આવ્યા છીએ. તમારે દૂધ ગરમ કરતી વખતે તે વાસણ ઉપર એક કડછી (તાવેતો, ચમચો ) રાખી દેવાની છે અને પછી જુઓ તમારું દૂધ ક્યારેય બહાર નહી આવે ધારો તો કલાકો ઉકળતા રહો. નીચે વિડીયો માં જુયો તમને સાબિતી પણ બતાવી છે. એ સિવાય તમે ઘરમાં રાંધવા માં જે તેલ વાપરતા હોય તે તપેલી કે જે વાસણ માં દૂધ ઉકાળો તેના સૌથી ઉપર ચારે તરફ લગાવી દો આ આઈડિયા પણ કામ કરશે

તમને જણીને નવાઈ લાગશે કે દૂધનું ઉકળીને ઢળવું શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. આ સિવાય તે સાબિત થયું છે, કે ભવિષ્યમાં તમારી સાથે કઈક સારું થવાનું છે. તેનો અર્થ છે, કે દૂધ ઉકળીને બહાર ઢળવું શુભ માનવામાં આવે છે. પણ એવામાં દૂધ બળવું ન જોઈએ.

કોઈ પણ રીતે આપણે ધ્યાન રાખવા છતાં દૂધ ઉકળીને બહાર આવી જાય તો તેનો અર્થ છે કે તમને ઘર કે ધંધાને લગતી કોઈ સારી ખબર મળવાની છે. તેને સકારાત્મક ની આશા પણ વધી જાય છે.

મિત્રો આશા રાખું કે તમને આ આર્ટીકલ પસંદ પડ્યો હશે. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તેને તમારા પુરતી ન રાખતા તમારા ઘરવાળા અને તમારા મિત્રો સાથે જરૂર ચર્ચા કરશો અને કોઈ પ્રશ્ન હોય તો અમને ફેસબુક દ્વારા કમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો કે તમને આ લેખમાં કઈ પણ ન ગમે તેવું લાગ્યું હોય તો અમને બતાવશો, અમે યોગ્ય સુધારો કરીશું કે દુર કરી દઈશું.

વિડીયો

દૂધમાં મધ મિક્ષ કરીને પીવાથી થાય છે આ મોટા ફાયદા વિટામીન D ની ઉણપ વાળા ખાસ વાંચો.

આમ તો ગરમ દૂધ પીવું આરોગ્ય માટે ફાયદાકારક છે, પણ મધ ભેળવીને પીવું આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. કેમ કે ગરમ દૂધમાં મધ ભેળવવાથી હિલીંગ નો ગુણ ઉત્પન થાય છે. આમ તો દૂધ અને મધ બન્ને આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે પણ તેનું એક સાથે સેવન કરવામાં આવે તો તે ઔષધી જેવું કામ કરે છે.

મધ વાળું દૂધ પીવાના ફાયદા.

તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. – તે પીવાથી નબળાઈ દુર થાય છે. તરત એનર્જી મળે છે. તેમાં કેલ્શિયમ હોય છે. – તે ગોઠણ સહીત સાંધાના તમામ દુ:ખાવા દુર કરવામાં મદદ કરે છે.

તેમાં ફાઈબર હોય છે, તે ડાઈજેશન ઈમ્પ્રુવ કરવા અને કબજિયાત દુર કરવામાં ફાયદાકારક છે. તેમાં એમીનો એસીડ હોય છે. રાત્રે સુતા પહેલા તે પીવાથી ઊંઘ સારી આવે છે.

એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ – તેનાથી સ્કીનનો ગ્લો વધે છે અને સામળાપણું દુર થાય છે. તેમાં પ્રોટીન હોય છે. તે મસલ્સ મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

તેમાં વિટામીન E હોય છે. તે પીવાથી પીંપલ્સ જેવી સ્કીન તકલીફ દુર થાય છે. તે તંદુરસ્ત સ્કીન માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. તે ઇન્ફેકશનથી બચાવવામાં મદદ કરે છે. તેમાં વિટામીન D હોય છે. તે પીવાથી હાડકા મજબુત થાય છે.