દૂધ વાળી ચા થી વધુ ફાયદાકારક છે આ પીણું, માત્ર 2 STEPS માં થશે તૈયાર જાણી લો આ ડ્રીંક

 

સામાન્ય રીતે લોકો સવારે ઉઠીને દૂધ વાળી ચા પિતા હોઈએ છીએ. જો કે દૂધ વાળી ચા ને બદલે જો લવિંગ વાળી ચા પીવો તો આરોગ્ય ને વધુ ફાયદો મળે છે. જાણો લવિંગની ચા બનાવવાની રીત, સાથે જ તે પીવાથી થતા 7 ફાયદા.

લવિંગની ચા બનાવવાની રીત : એક કપ પાણીમાં 2 લવિંગ અને ચા ની ભૂકી નાખીને ઉકાળી લો. સારી રીતે ઉકળી જાય એટલે તેને ગાળી લો, અને પીવો.

તેનાથી પોટેશિયમ બને છે તે હાર્ટ ની બીમારીઓથી બચાવે છે.

તેનાથી કાર્બોહાઈડ્રેટસ થાય છે. તેનાથી એનર્જી મળે છે. નબળાઈ દુર થાય છે.

તેમાં ફાયબર્સ હોય છે, તેનાથી ડાઈજેશન સારું રહે છે. કબજિયાત જેવી પેટની તકલીફ દુર થાય છે.

તેમાં વિટામીન ‘ઈ’ હોય છે. તેનાથી સ્કીન અને વાળ માં ચમક વધે છે.

તેમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. તે સાંધાના દુઃખાવા થી બચાવે છે.

લવિંગની ચા માં મેગ્નેશિયમ હોય છે તેનાથી શરીરની ઈમ્યુંનીટી વધે છે. શરદી ખાંસીમાં રાહત મળે છે.

તેમાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે. તે દાંત અને ગમ ની તકલીફમાંથી બચાવે છે.

લવિંગની ચા પીતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું ?

આ ચા ની તાસીર ગરમ હોય છે. એક દિવસમાં બે કપ થી વધુ ચા ન પીવો. એનાથી લંગ્સ અને આંતરડા ને નુકશાન થઇ શકે છે. ઘણા લોકો ને લવિંગની ચા થી એલર્જી થાય છે. તેથી પ્રેગનેન્સી માં લવિંગની ચા ન પીવી. બ્રેસ્ટફીડીંગ માતા લવિંગની ચા પિતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.