દૂધ ઉત્પાદકોને મળી મોટી ભેંટ : આવી ગયું ઇલેક્ટ્રિક સીવાય પણ દૂધ ઠંડુ કરી શકાય તેવું મશીન

અમેરિકાથી આવેલ બે માણસોએ ભારત નાં દૂધ ઉત્પાદક ખેડૂતોની એક મોટામાં મોટી સમસ્યા હલ કરી દીધી. ભારત નાં દૂધ ઉત્પાદક પ્રતિ દિવસ 10 કરોડ લિટરથી વધુ દૂધનું ઉત્પાદન કરે છે.

આ દૂધ ઠંડુ કરીને રાખવા માટે ની સગવડતા ગામડાઓમાં વસતા મોટાભાગનાં ઉત્પાદકો પાસે ન હતી. એટલા માટે ઘણીવાર ગામથી દૂર કલેક્શન સેન્ટર કે શહેરી પ્રોસેસિંગ વિભાગ સુધી મોકલતા મોકલતા દૂધ બગડી જતું હતું અને ઉત્પાદકને એક પણ પૈસો મળતો ન હતો.

અમેરિકી આવિષ્કારક સોરીન ગ્રામા અને સેમ વ્હાઇટે જયારે ભારતના લોકોની આ સમસ્યા ને સમજી અને ઉકેલ માટે એક ચિલિંગ યુનિટ એટલે કે દૂધ ને ઠંડુ કરવાનું મશીન ની શોધ કરી. થર્મલ બેટરીથી ચાલવાવાળું આ મશીન ગામની આવતી જતી વીજળી માં પણ સરળતાથી ચાર્જ થઈને ચાલતી હતી.

પ્રોમિથિયન પાવર સિસ્ટમ કંપની સાથે બનાવવામાં આવેલ આ મશીન નો જયારે આ આવિષ્કારનો ગામમાં પાયલટ પરીક્ષણ કર્યું તો ઉત્પાદકોની સાથે તેમને પણ સફળતા મળી. વર્તમાન સમયમાં દેશભરમાં લગભગ 200 આવી ચિલિંગ યુનિટ ગ્રામીણ દૂધ ઉત્પાદકો ઉપયોગ કરી રહ્યા છે.

ખાસ પ્રકારની બેટરીનો ઉપયોગ

પ્રોમિથિયન પાવર કંપની ના ચીલરમાં જોડાયેલી થર્મલ બેટરી એક ટેકનીક નો ઉપયોગ કરતી હતી જેમાં તે વીજળી નહિ શક્તિ બચાવતી હતી. તેની બેટરીમાં એક પદાર્થ હોય છે જે નક્કર થી તરલ અને તરલ થી નક્કર સ્વરૂપ બદલાય છે.

આ આખી ચિલિંગ યુનિટને ત્રણ મુખ્ય ભાગને જોડીને બનાવવામાં આવે છે. એમાં એક ટાંકી હોય છે જેમાં દૂધ ભરવામાં આવે છે. એક થર્મલ બેટરી અને એક કમ્પ્રેશર હોય છે. એક ચિલિંગ યુનિટનો લગભગ 20 ખેડૂત આરામથી ઉપયોગ કરી શકે છે.

કેવી રીતે કામ કરે છે આ યુનિટ

આ યુનિટની સાથે જોડાયેલ એક કંટ્રોલ પેનલ દૂધના તાપમાનના આધારે આ સઁકેત મોકલે છે કે સિસ્ટમને શરૂ કરી દેવાની છે. સોંર્ય ઉર્જા કે થોડા કલાક માટે આવેલ વીજળીથી જ યુનીટનું કમ્પ્રેશર બેટરીને ચાલુ કરી દે છે જેનાથી બરફ જામી જાય છે. આ બરફ ની ઠંડક દૂધને ઠંડુ કરવા માટે ધીરે ધીરે મોકલવામાં આવે છે.

જરૂરી તાપમાન સુધી પહોંચતા ની સાથે જ દૂધને ઠંડક મોકલવાનું બંધ કરી દેવામાં આવે છે. હવે એક વખત દૂધ ઠંડુ થઇ ગયા પછી તેને સરળતાથી વાસણો માં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે.

વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર અને એડ્રેસ પર પૂછપરસ કરી શકો છો

Address: Survey 25 2K,, Tathawade Rd, Ravet,

Tathawade, Pune, Maharashtra 411033

Phone: 020 3267 8042

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.


Posted

in

by