દુધી બહારથી લીલી અને અંદરથી સફેદ કલર ની હોય છે. તેનો સ્વાદ ફિક્કો હોય છે. લાંબી દુધી શરીરમાં લોહીને વધારે છે અને જોશ ઉત્પન કરે છે. તેના ઉપયોગ થી પેટના વિકાર દુર થાય છે, પેશાબનું પ્રમાણ વધે છે અને દિલમાં તરવરાટ અને ઠંડક ઉત્પન થાય છે. તેનો પ્રયોગ ઉનાળામાં કે તાવવાળા માટે લાભદાયક છે અને જુના તાવ ને દુર કરે છે. તેનું શાક ખુબ સારું બને છે. તેના સેવનથી દિલ અને મેદા (આમાશય) ની ગરમી શાંત થાય છે.
ભલે તમને લૌકિનું જ્યુસ પસંદ ન હોય પણ તેના ફાયદાઓને ધ્યાન બહાર કરી શકાય તેમ નથી. તે તમારા શરીરમાં વિટામીન બી, વિટામીન સી, આયરન અને સોડીયમની ઉણપને પૂરી કરે છે. ઓછી કેલેરી વાળા આ જ્યુસને જો તમે એક કપ પીવો તો તમને વહેલા ફરક જોવા મળશે. આગળ જાણો તેના ફાયદા.
લોહીની ઉણપ કરે દુર – દુધી નાં જ્યુસમાં આયરન ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે શરીરમાં લોહી ની ઉણપ દુર કરે છે.
ઝડપથી ઘટશે વજન – શું તમને ખબર છે કે દુધી ના જ્યુસમાં કેલેરી અને ફેટ ખુબ ઓછા હોય છે માટે જ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.
સનટૈન થી છુટકારો – જો તમે ધારો છો કે તમે સનટેન થી બચી રહો, તો પણ દુધી નું જ્યુસ તમને કામ આવી શકે છે. તેનું કુદરતી બ્લીચીંગ તત્વ ટૈન ત્વચાને લાઈટ કરે છે.
શરીરને ડીટોક્સ કરે – ખાલી પેટ એક ગ્લાસ દૂધી નું જ્યુસ પીવાથી તમને તાજગી અને શક્તિનો અનુભવ થશે. જ્યુસમાં ૯૮% પાણી અને એન્ટીઓક્સીડેંટસ હોય છે જે શરીરમાં ટોકસીન્સ બહાર કાઢી નાખે છે. તે પીવાથી શરીરને ઠંડક પણ મળે છે.
ક્બ્જીયાતમાંથી અપાવે રાહત – જો તમને કબજિયાત ની તકલીફ રહે છે તો સવારે દૂધી નું જ્યુસ પીવાની ટેવ પાડો.
વર્કઆઉટ પછી પીવું ફાયદાકારક – વર્કઆઉટ પછી જે પ્રોટીન શેક પીવો છો, તેની જગ્યાએ એક કપ દૂધી નું જ્યુસ પી ને જુવો. દૂધી નું જ્યુસમાં કુદરતી શુગર જ નહી પણ ગ્લાઈકોજીનનું સ્તરને જાળવી રાખે છે પણ વર્કઆઉટ દરમિયાન શરીરમાં કાર્બોહાઈડ્રેટ ની ઉણપને પણ પૂરી પડે છે. તેમાં પ્રોટીન ખુબ માત્રામાં હોય છે માટે જ માસપેશીઓની ક્ષમતા વધારે છે.
સાવચેતી પણ જરૂરી –
કેન્દ્રીય સ્વાસ્થ્ય કચેરી તરફથી બનેલી ખાસ સમિતિએ આને લઈને વોર્નિંગ પણ જાહેર કરી છે. તેમનું એ પણ કહેવું છે કે જ્યુસ કાઢતા પહેલા દૂધી નો એક નાનો ટુકડો કાપીને તેને રાખી લેવો જોઈએ. જો તે કડવો હોય તો તે દૂધી નો કોઈપણ પ્રકારે ઉપયોગ ન કરવો જોઈએ. તે ખતરનાક થઇ શકે છે. સમિતિનું એ પણ કહેવું છે કે સામાન્ય દૂધી નું જ્યુસ ને પણ કોઈ શાકભાજી કે ફળના જ્યુસમાં ભેળવીને ન પીવું જોઈએ. દૂધી નું જ્યુસ પીધા પછી જો કોઈને બેચેની, ચક્કર કે ઉલ્ટીની તકલીફ થાય તો તેને તરત નજીકના દવાખાને લઇ જવા જોઈએ. કારણ કે દરેક વસ્તુ દરેક ને અનુકુળ નથી આવતી અને કોઈ વાર આવી કડવી દુધી નું જ્યુસ બન્યું હોય તો તકલીફ થઇ શકે છે.
દુધી નો હળવો બનાવવા ની રીત ની વિડીયો જોવા ક્લિક કરો >>> ગરમા ગરમ”દુધી નો હલવો”બનાવી ને ખાયો શીખી લો ગુજરાતી વિડીયો માં એકદમ સરળ રીતે