આ છે 3G પદ્ધતિ આનાથી તમે દુધી ની એક વેલ માંથી લઇ શકો છો 800 દુધી ક્લિક કરી જાણો

આજે અમે વાત કરીશું દુધીના એક જ વેલ માંથી વધુમાં વધુ ફળ મેળવવા વિષે. સરેરાશ એક ઝાડ (વેલ) માંથી 50-150 દુધી નીકળે છે. પણ જો થોડી મહેનત અને ટેકનીક ની મદદ લેવામાં આવે તો એક જ વેલ માંથી 800 સુધી દુધી મેળવી શકાય છે… એટલે તમારો નફો પણ વધી જશે, જો કે ખર્ચ ઉપર વધુ અસર થતી નથી.

દુધીની ખેતી કરનાર ખેડૂત આ ટેકનીક થી દુધી નો વધુ પાક ઉગાડીને ફાયદો ઉઠાવી શકે છે. દરેક જાતના સજીવમાં નર અને માદા હોય છે. આવી રીતે શાકભાજી ઓમાં પણ નર અને માદા બે જાતના ફૂલ હોય છે. પણ દુધીની વેલમાં નર ફૂલ જ હોય છે. દુધીમાં એક ખાસ જાતની ટેકનીક નો ઉપયોગ કરવાથી જ તેમાં માદા ફૂલ આવે છે અને દુધીની એક વેલ માંથી દૂધીનું વધુ ઉત્પાદન કરી શકાય છે. આ ટેકનીક નુ નામ છે 3’જી’.

આ છે પદ્ધતિ

દુધીની વેલની એક ખાસિયત છે કે તેની વેલ ભલે કેટલી પણ લાંબી થઇ જાય તેમાં નર જ ફૂલ આવે છે. તેને અટકાવવા માટે એક નર ફૂલ મુકીને બીજા બધા નર ફૂલ તોડી લો. તેનાથી થોડા દિવસો પછી વેલની બાજુમાં એક શાખા નીકળવા લાગશે હવે તે શાખા માં આવનારા જેટલા નર ફૂલ છે તેમાંથી એક ને મુકીને બીજા બધા નર ફૂલ તોડી લો.

હવે તે શાખાને કોઈ લાકડા સાથે બાંધી દો જેથી તે આગળ વધતી રહે. ધ્યાન રાખશો ત્રણ થી વધુ શાખાઓ ન થવા દો. હવે થોડા દિવસો પછી વેલમાંથી ત્રીજી શાખા નીકળવા લાગશે. હવે આ શાખાના દરેક પાંદડા માં માદા ફૂલ આવશે. તે માદા ફૂલમાં બદલાઈ જશે. માદા ફૂલની ઓળખ માટે જણાવી દઈએ કે તે કેપ્સ્યુલ ની લંબાઈ માં હશે. આ પદ્ધતિને અપનાવીને લગભગ ૩૦૦ થી ૪૦૦ દુધી એક વેલમાં આવશે.”

આ પદ્ધતિ અપનાવીને કરી શકો છો 800 સુધી દુધી નું ઉત્પાદન

ત્રીજી ટેકનીકમાં થોડી કાળજી સાથે જો દુધીની ખેતી કરવામાં આવે તો એક વેલમાંથી લગભગ 800 સુધી દુધી નું પણ ઉત્પાદન કરી શકાય છે. તે મોટાભાગે સીઝન ઉપર પણ આધાર રાખે છે. અને ત્રીજી પદ્ધતિને અમલમાં લેવાથી લગભગ 800 સુધી ની દુધી નું ઉત્પાદન કરી શકાય છે. ધ્યાન રાખશો કે 20 દુધી ના છોડમાં આ પદ્ધતિ અપનાવ્યા પછી 21 માં ઝાડ માં કઈ જ કરવાનું નથી. ત્યાર પછી 22 માં ઝાડ માંથી ફરી થી તે પદ્ધતિ દોહરાવતા રહો. માની લો કે એક હેકટરમાં 500 દુધી ના ઝાડ ઉગાડ્યા છે તો 20 ઝાડને પછી 21 માં ઝાડ ઉપર આ પદ્ધતિ ન અપનાવો ત્યાર પછી 22 માં ઝાડ ઉપર ફરીથી તે પદ્ધતિ દોહરાવો.

જો ઈચ્છતા હો કે દુધી ઉગેલી જોવામાં સારી દેખાય તો આ પદ્ધતિ અપનાવો

તેના માટે જયારે દુધી નાની હોય ત્યારે તેને જાડા પારદર્શક પ્લાસ્ટિક થી બાંધી લો. ધ્યાન રાખશો કે પ્લાસ્ટીકની સાઈઝ તેટલી જ હોય જેટલી દુધીની છે. માની લો જો દુધીની સાઈઝ બે ફૂટ છે તો પ્લાસ્ટિકની લંબાઈ બે ફૂટ હોવી જોઈએ. આ વખતે તે પણ ધ્યાન રાખો કે પ્લાસ્ટિક બીજા છેડેથી ફાટેલું હોવું જોઈએ. જેથી દુધીમાં બાષ્પોત્સર્જન થઇ શકે. તેનાથી દુધીની ક્વોલેટી સારી રહેશે. આ પદ્ધતિને અપનાવવાથી બીજી દુધીથી વધુ આકર્ષક દેખાશે અને ખેડૂતને ભાવ પણ સારા મળશે.

સ્વાદ ઉપર અસર

આ પદ્ધતિ થી જો તમે દુધીની ખેતી કરો છો તો દુધીના સ્વાદમાં પણ કોઈ ફરક પડતો નથી. તેનો સ્વાદ કુદરતી જ રહે છે. આમ તો દુધી ની ખેતી દરેક ઋતુ માં થાય છે.

વિડીયો