અશુભ યોગને કારણે આજે આ 3 રાશિઓને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે.

મેષ રાશિ :

આજે તમારે બિઝનેસમાં કર્મચારીઓ પર વધારે ધ્યાન આપવું પડશે. પોતના નજીકના સહયોગીઓ સાથે વિવાદ અથવા કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, જે તમને ચિંતિત કરી શકે છે. બિઝનેસમાં પ્રગતિ સામાન્ય રૂપથી બની રહેશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે અને તમે યાત્રા પર જઈ શકો છો. પાર્ટનર સાથે ખુલ્લી અને ઈમાનદારીની વાતો તમારા માટે ફાયદાકારક રહી શકે છે. લોકો આજે તમારા વિચારોને સાંભળવા માટે ઘણા ઉત્સુક રહેશે.

વૃષભ રાશિ :

આજે તમે અચાનક કોઈ ક્યાંક યાત્રા કરવા માંગો છો, તો ખતરનાક ક્ષેત્રથી બચો. પારિવારિક બાબતોમાં આજે તમારે શાંત રહેવાની જરૂર છે. પરિસ્થિતિઓ ઉકેલવા માટે કૂટનીતિનો ઉપયોગ કરો. તમે પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહી શકો છો. મનની વાત પોતાના મનમાં રાખવા જ પ્રયત્ન કરો. તમારી ઉર્જાનું સ્તર વધી શકે છે. વાદ-વિવાદમાં કોઈની નારાજગી સહન કરવી પડી શકે છે. જીવનસાથી સાથે સંપસ્થાપીને રાખો.

મિથુન રાશિ :

પ્રેમની બાબતમાં સફળતા મળશે. નવા કામોની શરૂઆત કરવી શુભ રહેશે. તમારે પોતાના કરિયરની સંભાવનાઓ વધારવા માટે નવા સંપર્ક અને મિત્ર બનાવવા પડશે. તમે પ્રયત્ન કરશો તો લગભગ દરેક કામમાં સફળતા મળવાની સંભાવના છે. લગ્ન યોગ્ય લોકોના વિવાદ થઈ શકે છે. પોતાની વ્યક્તિગત ભાવનાઓ અને ગુપ્ત વાતોને પોતાના પ્રિય લોકો સાથે વહેંચવાનો આજે યોગ્ય સમય છે. આવકના સાધન મજબૂત થશે. ઘર પરિવાર તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ :

રચનાત્મક ક્ષેત્રમાં તમને વિશેષ હેડલાઈન મળશે. કામમાં દબાણને કારણે તમે મુશ્કેલીમાં આવી શકો છો. પારિવારિક સભ્યો વચ્ચે તાલમેલ બની રહેશે અને તમે ખુશ રહેશો. જો તમે કુંવારા છો, તો જલ્દી જ તમારા લગ્ન થઈ શકે છે. મહત્વપૂર્ણ કામ પરિવારની મદદથી સંપન્ન થશે. મનની ભડાસ કાઢવાથી તમારું જ નુકશાન થઈ શકે છે. ભાઈઓ અને મિત્રો સાથે અણબનાવના યોગ છે. કોઈ ધાર્મિક કામમાં ધન ખર્ચના યોગ છે.

સિંહ રાશિ :

આર્થિક રીતે આ વિશેષ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે. તમારામાંથી અમુક લોકો બદનામી અને અપમાનનો શિકાર થઈ શકો છો. પારિવારિક બાબતો આજે તમારામાંથી અમુકને ભાવનાત્મક રીતે પરેશાન કરી શકે છે. પોતાના પૈસાના દ્રશ્ય પર નજર રાખો કારણ કે, અમુક અનપેક્ષિત કારણો તમારી કમાણી અથવા તમારી સંપત્તિને પ્રભાવિત કરશે. મિત્રો અને પ્રેમીજનો સાથે સંબંધ મધુર રહેશે. આજે તમે દરેક માટે ઘણા મદદગાર થઈ શકો છો.

કન્યા રાશિ :

આજે પોતાના પ્રેમીને લવ પ્રપોઝલ આપવાનો વિચાર બનાવી શકો છો. કામોમાં સફળતા મળશે. આર્થિક લાભના અવસર મજબૂત થશે. તમારી સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ગુસ્સો તમારા માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે. માતા-પિતા સાથેના સંબંધોમાં સુધારો થવાના યોગ પણ બની રહ્યા છે. સામાજિક સમ્માન વધશે. વ્યવસાયમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થશે અને પ્રભુત્વ વધશે. ધન સંબંધિત સમસ્યા ઉકેલાશે. માતાનો આશીર્વાદ બની રહેશે. કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપો.

તુલા રાશિ :

પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે. કાર્યાલયમાં બધું તમારા પક્ષમાં જતું દેખાઈ રહ્યું છે. તમને પોતાની પ્રતિભા દેખાડવા અને પોતાનું નામ બનાવવાનો અવસર મળશે. પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે. આજે તમે પોતાને લોકોના ધ્યાનના કેંદ્રમાં મેળવશો. લોકો તમારી પાસે ઘણા પ્રકારની અપેક્ષાઓ રાખી શકે છે. લોકોને કોઈને કોઈ રીતે તમારી પાસેથી મદદની જરૂર પડી શકે છે. પિતાની સલાહનું સમ્માન કરો. તેમની સલાહ માનવાથી તમને લાભ મળશે.

વૃશ્ચિક રાશિ :

આજે ઘણા લોકો સાથે મિલન-મુલાકાત, સંપર્ક અને સંવાદ થશે. નોકરી કરતા લોકો કાર્યસ્થળ પર પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. બાળકો સારી પ્રગતિ કરશે અને તમે એક સુખદ જીવનનો આનંદ લેશો. આજે કોઈ પણ નવા કામને કરતા પહેલા પોતાના વડીલની સલાહ લેવી ઉચિત રહેશે. પોતાના વિચાર સકારાત્મક રાખો. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. કોઈ મહત્વપૂર્ણ યાત્રાથી વ્યવસાયમાં લાભ થશે. પ્રગતિ માટે મહેનત વધારે કરવી પડી શકે છે.

ધનુ રાશિ :

વ્યવસાયના ક્ષેત્રમાં સ્પર્ધા સામે તમારે ટકી રહેવું પડશે. જીવનસાથી સાથે મતભેદ ઉત્પન્ન થવાના સંકેત સતત મળી રહ્યા છે, એટલે પોતાને શાંત રાખો અને તેમની સાથે થોડો સમય પસાર કરો. આજે સમાજ કલ્યાણ સાથે સંબંધિત કામ કરવાની યોજના બનશે. આજે પોતાના કામકાજમાં સંતુલન બનાવવા પ્રયત્ન કરો. બીજાની મદદ કરવાના દરેક સંભવ પ્રયત્ન કરો. સ્થાયી સંપત્તિમાં અડચણ આવવાના યોગ છે. તમને લાભ પ્રાપ્ત થશે. ભાઈઓ સાથે વિવાદ ન કરો.

મકર રાશિ :

આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. યાત્રામાં થોડી સાવધાની રાખો અને જ્યાં સુધી સંભવ થઇ શકે કોઈને પોતાની સાથે લઇ જવો. ખુલ્લામાં માંથી વાત કરો અને બીજાની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરો. તમારી પણ સમસ્યાઓનો સમાધાન થઇ જશે. સંતાનના બાબતમાં સમસ્યા કે ચિંતા થઇ શકે છે. નોકર ધંધાના ક્ષેત્રમાં અવરોધ આવવાથી નિર્ધારિત કામ પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકે છે. કાયદાકીય કામમાં સમસ્યા થઇ શકે છે.

કુંભ રાશિ :

કામનું દબાણ આજે બરાબરનું રહશે. તમારે પોતાના કામના કારણે પોતાના ઘરથી દૂર પણ રહેવું પડી શકે છે. પ્રેમ પ્રસંગો માટે દિવસ ખુબ અનુકૂળ રહેવાનો છે. પૈસા બાબત સમસ્યાઓનું નિવારણ થશે. સ્થિતિને સુધારવા માટે વિચાર જરૂર કરો. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તણાવ આપી શકે છે, એટલા માટે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો. જીવનસાથી સાથે વિવાદ થવાના સંકેત મળી રહ્યા છે. નાના ભાઈ-બહેનોનું પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

મીન રાશિ :

આજે તમારું મન પ્રસન્ન રહશે. જરૂરી કામ કોઈની મદદથી પૂર્ણ થશે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તમને ઘણી મહેનત કરવી પડશે. ખાસ કામોમાં કોઈ અનુભવીની સલાહ લેવું પણ તમારી માટે સારું રહશે. ભૌતિક સુખ સુવિધાઓની તરફ તમારો રસ વધશે. પોતાની નાણાકીય સ્થિતિઓને મજબૂત કરવા માટે તમારે તમારી નાણાકીય કૌશલનું પ્રદર્શન કરો. જીવનના દરેક ક્ષેત્રમાં સરળતાથી સફળતા મળશે. નવા લોકો સાથે ઓળખાણ વધશે.