દુલ્હન બનેલી બહેન સાથે ભાઈએ કર્યો ઈમોશનલ ડાન્સ, ‘તેરા યાર હું મૈં’ ગીતથી બનાવ્યો માહોલ, જુઓ વિડિઓ.

બહેનનો સંબંધ ઘણો અનોખો હોય છે. તેમાં લડાઈ ઝગડા પણ થાય છે અને ઘણો સ્નેહ પણ હોય છે. મસ્તી પણ હોય છે અને ઈમોશનલ મોમેન્ટ પણ થાય છે. એક ભાઈ પછી ભલે નાનો હોય કે મોટો હોય, મોટો હંમેશા બહેનનું રક્ષણ કરવાના વચન આપે છે, તે તેની ફરજ હોય છે કે તેની બહેન સુખી અને સુરક્ષિત રહે. ભાઈ બહેન વચ્ચે ઘણી એવી પળો આવે છે. જે યાદો બની હંમેશા માટે દિલમાં રહી જાય છે.

પછી આવે છે મોમેન્ટ જયારે બહેનના લગ્ન થવાના હોય છે અને તે હંમેશા માટે ભાઈને છોડીને સાસરીયે જતી રહે છે. તે સમય દરેક ભાઈ માટે ઘણી મુશ્કેલ ઘડી હોય છે. જે બહેન સાથે તેણે પોતાનું બાળપણ સાથે પસાર કર્યું છે તેને દુર જવાનો સમય આવી જાય છે. તેવામાં બહેનના લગ્ન દરમિયાન ભાઈઓ હંમેશા ઘણા લાગણીવશ બની જાય છે.

તેવામાં હાલના દિવસોમાં ઈન્ટરનેટ ઉપર એક ભાઈ ખાસ કારણથી વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને આ ભાઈએ પોતાની દુલ્હન બહેનની મહેંદીની વિધિમાં કાંઈક એવું કર્યું. જેણે તમામની આંખો ભીની કરી દીધી. ઓચલ ગોયલ નામની છોકરીના હાલમાં જ લગ્ન હતા.

જયારે તેની મહેંદીની વિધીનો સમય આવ્યો, તે દરમિયાન તેના ભાઈ અર્જિત સિંહે ‘તેરા યાર હું મેં’ ગીત ઉપર ઘણો જ સુંદર ડાંસ કર્યો. ભાઈએ તેની અંદરની ભાવનાઓ સાથે ડાંસ કર્યો કે બહેનની આંખો ભરાઈ ગઈ. તે લાગણીવશ બનીને રડવા લાગી. આ ઘડી ભાઈ બહેન માટે ઘણો જ સ્નેહથી ભરેલી બની ગઈ.

પોતાની મહેંદીની વિધિ દરમિયાન અંચલે રાની પિંક લેંઘો પહેર્યો હતો. તેની સાથે જ ઘણી જ સુંદર જ્વેલરી તેના લુકને પૂરો કરી રહ્યો હતો. અમને અંચલની મહેંદીની ડીઝાઈન પણ પસંદ આવી. તે સિમ્પલ હોવા સાથે સાથે ઘણી સુંદર પણ હતી. લગ્નના દિવસની વાત કરીએ તો ત્યારે અંચલે લાલ રંઘનો સુંદર દુપટ્ટા વાળો લેંઘો પહેર્યો હતો. તેની ઉપર તેમણે ગ્રીન ડ્રાપ જ્વેલરી પહેરી હતી.

આમ તો અંચલના લગ્ન ઘણી ધામધૂમ સાથે થયા. તેમાં ઘણી સ્પેશ્યલ મોમેન્ટ બની. પરંતુ સંપૂર્ણ લગ્નમાં સૌથી વધુ લાઈમલાઈટ અંચલના ભાઈને મળી. જેણે પોતાની બહેનની મહેંદી વિધિમાં ઈમોશનલ ડાંસ કરી તેને ઘણી લાગણીવશ કરી દીધી. વાસ્તવમાં ભાઈ બહેનના સંબંધ અનોખા હોય છે. બાળપણમાં આપણે એક બીજા સાથે કેટલા પણ ઝગડા કરી લઈએ પરંતુ જયારે મોટા થાય છે તો બહેન માટે પ્રેમ ઘણો બધો ઉમટે છે. ખાસ કરીને લગ્નના સમયે ઈમોશનલનું વાતાવરણ ઉભું થઈ જાય છે.

અંચલના લગ્નમાં ભાઈના ડાંસનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો છવાઈ ગયો છે. જેમણે પણ આ વિડીયો જોયો તેને પોતાની બહેનના લગ્ન યાદ આવી ગયા. આવો તમે પણ આ લાગણીવશ કરી દે તેવો વિડીયો જોઈ લો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :