મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક ખેડૂત રવિ પટેલે ડુંગળી નો સ્ટોરેજ કરવા માટે ની એક ટેક્નોલોજી બનાવી છે. તેને અપનાવીને તે બે વર્ષથી ડુંગળીને ખેતરમાંથી કાઢીને 2 થી 3 રૂપિયે કિલોના ભાવથી વેચવા ને બદલે ચોમાસા પછી 30 થી 35 રૂપિયે કિલોમાં વેચીને નફો કમાય છે. ત્રીજા વર્ષે પણ તેમણે ડુંગળીની આ ટેક્નોલોજી થી સંગ્રહ કરી ને સારા ભાવ મેળવ્યા છે.
રવિ પટેલ ની આ ટેકનોલોજી કેવીરીતે કરે છે કામ જાણો
રવિ બંધ ઓરડામાં લોઢાની જાળી ને જમીનથી 8 ઈંચ ઉપર પાથરે છે. આવું કરવા માટે થોડા થોડા અંતરે બે બે ઈંટો રાખે છે. એની ઉપર ડુંગળીનું સ્ટોરેજ કરે છે.
લગભગ 100 ચોરસ ફૂટ દૂર એક બુંદ વગરની કોઠી(ડ્રમ) રાખે છે. ડ્રમના ઉપરના ભાગમાં એકજોસ્ટ પંખા લગાવી દે છે.
પંખાની હવા જાળી ની નીચેથી ડુંગળીના નીચેના ભાગથી ઉડીને ઉપર સુધી આવે છે. તેનાથી બધી ડુંગળીમાં ઠંડક રહે છે.
બપોરે હવા ગરમ હોય છે, એટલા માટે દિવસને બદલે રાતે પંખા ચાલુ રાખવામાં આવે છે.
પટેલે આ ટેક્નોલોજી થી 100 કવીન્ટલ ડુંગળીના ભંડારો કર્યો છે. 2000 કવીન્ટલ બીજા ખેતરોમાં છે, તે આવી રીતે ભંડારો કરવાના છે. ગયા વર્ષે તેણે ચોમાસા પછી 200 કવીન્ટલ ડુંગળી 35 રૂપિયે કિલોના ભાવથી વેચી હતી.
પટેલે જણાવ્યું કે આ ટેક્નોલોજીથી 80 ટકા સુધી બગાડ નિયંત્રિત થાય છે. પહેલા જ્યાં દસ ડુંગળી ખરાબ થતી હતી, તો હવે 2 થાય છે.
કારણ એ છે કે કોઈપણ એક ડુંગળીમાં સડો લાગે એટલે, આજુબાજુની ડુંગળી ખરાબ કરી દે છે. હવે કોઈ ડુંગળી સડે છે તો પંખાની હવાથી સુકાઈ જાય છે.
શું કહે છે રવિ પટેલ
પટેલ જણાવે છે કે પાક આમ તો માર્ચ-એપ્રિલમાં તૈયાર થાય છે. આ સમયે આવક વધુ હોવાથી ડુંગળીનો બજાર ભાવ 2 થી 3 રૂપિયા કિલો સુધી પહોંચી જાય છે. ચોમાસા પછી આ ભાવ 30 થી 35 રૂપિયે કિલો ઓછામાં ઓછા હોય છે પરંતુ ડુંગળી ગરમીના કારણે જલ્દી ખરાબ થવાના લીધે તેનો સંગ્રહ ખેડૂતો માટે અઘરું હોય છે.
ખેડૂતો જ્યાં ભંડારો કરે છે, તે જગ્યાએ પંખા-કુલરની વ્યવસ્થા કરે છે પરંતુ ઢગલામાં ડુંગળી એક બીજાની ગરમીથી ખરાબ થઇ જાય છે. એટલા માટે મેં એવી ટેક્નોલોજી લગાડી છે કે દરેક ડુંગળી ને જમીનમાંથી જ ઠંડક મળે. અને ડુંગળી ખરાબ પણ ન થાય તો ઢગલામાં રહેલી આજુબાજુની ડુંગળી ખરાબ નાં થાય.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.