ડુંગળીના ફોતરા પણ છે ઘણા કામના, ડેન્ગ્યું થી લઈને ઘણી તકલીફોનો ઉકેલ છે.. જાણો કેવી રીતે 

ડુંગળીના ફાયદા તો તમે જાણતા જ હશો, ભોજનમાં ટેસ્ટ વધારવા સાથે જ ડુંગળી આરોગ્ય માટે પણ ઘણી લાભદાયક હોય છે, પણ શું તમે ડુંગળીના ફોતરા ના ફાયદા વિષે જાણો છો. જી હા ડુંગળીના જે ફોતરાને નકામાં સમજીને ફેંકી દો છો, તે ખરેખર તમારા માટે ઘણા કામના છે. ખાસ વાત એ છે કે તેનાથી ગંભીર આરોગ્યની તકલીફોથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમને ડુંગળીના ફોતરાના થોડા એવા જ ફાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ ડુંગળી ના ફોતરાનો તમે કેવી રીતે ફાયદો મેળવી શકો છો.

આહાર વિદ્વાન નું માનીએ તો ડુંગળીના ફોતરામાં એન્ટી-ઓક્સીડેંટસ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, તેવામાં ડુંગળી ના ફોતરાનું સેવન પણ આરોગ્ય માટે લાભદાયક છે. હવે તમે એ વિચારતા હશો કે ખરેખર તેનું સેવન કેવી રીતે કરી શકાય તો તમને જણાવી આપીએ તમે ડુંગળીના ફોતરાને સૂપ બનાવતી વખતે તેમાં નાખી દો જયારે સૂપ તૈયાર થઇ જાય એટલે ડુંગળીના ફોતરા કાઢી લો આવી રીતે તમે સૂપ દ્વારા ડુંગળીના ફોતરાને એન્ટી-ઓક્સીડેંટસ ગુણનો લાભ લઇ શકશો.

કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદગાર

ડુંગળીના ફોતરાના સેવન થી કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરી શકાય છે. તેના ઉપયોગ માટે તમે ડુંગળીના ફોતરાને પાણીમાં પલાળીને આખી રાત માટે મૂકી તેમાં ખાંડ કે મધ ભેળવી શકો છો. આવું રોજ કરવાથી કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.

ડાઘ અને ધબ્બા થી મુક્તિ

તે ડુંગળીના ફોતરા ચહેરાની સુંદરતા પણ વધારે છે, તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દુર થાય છે. તેના માટે તમે ડુંગળીના એ ફોતરા લઇ લો જેમાં થોડો રસ હોય અને તેમાં થોડી હળદર નાખીને તેને ચહેરા ઉપર ઘસો અને પછી થોડી વાર માટે રાખી દો. ત્યાર પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરાના ડાઘ-ધબ્બા દુર થઇ જશે.

ગળાની ખરાશ દુર કરે

જો તમારું ગળું હંમેશા ખરાબ રહે છે અને ખરાશ રહે છે તો ડુંગળીના ફોતરા નો ઉપયોગ કરીને તમે તેનાથી પણ છુટકારો મેળવી શકો છો. તેના માટે તમે પીવાના પાણીમાં ડુંગળીના થોડા ફોતરા ઉકાળીને તેનાથી કોગળા કરો, આમ કરવાથી ગળાની ખરાશ દુર થઇ જાય છે.

બ્લડપ્રેશર ઉપર નિયંત્રણ

ડુંગળીના ફોતરા બ્લડપ્રેશર ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય છે. ખાસ કરીને ડુંગળીના ફોતરામાં ફ્લેનોવોલ નું પ્રમાણ હોય છે, જે  તમારા બ્લડપ્રેશર ને ઓછું કરવામાં મદદગાર થાય છે.

ડેન્ગ્યું ના મચ્છર થી બચાવ

 

ડેન્ગ્યું જેવી ગંભીર બીમારીથી બચવા માટે તમારે ફેલાતા મચ્છરોથી બચાવ કરવો પડશે. તેના માટે ડુંગળી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને કીડા મકોડા અને મચ્છર ને ભગાડવા માટે આ ફિનાઈલ જેવું કામ કરે છે. તેના માટે તમારે આખી રાત માટે ડુંગળી ના ફોતરાને કોઈ વાસણમાં પલાળીને રાખી દેવાના છે અને પછી બીજા દિવસે આ પાણીને ઘરના દરવાજા અને બારીઓ ઉપર છાંટવું. આ પાણીની વાસ ઘણી તીખી હોય છે, જેથી કીડા મકોડા અને મચ્છર ભાગી જાય છે. ખાસ કરીને ડેન્ગ્યું મચ્છરને ભગાડવા માટે આ અસરકારક નુસખો છે.