ઘર પર ઝટપટ બનાવો ડુંગરીની મઠરી, ચા-નાશ્તા માટે છે પરફેક્ટ

જો તમે ઝડપી બનનારી અને લાંબા સમય સુધી ચાલનારો કોઈ નાસ્તો શોધી રહ્યા છો તો જરૂર બનાવો ડુંગરીની મઠરી. ચા સાથે શું નાસ્તો ખાવામાં આવે તેના વિષે ઘણી વખત આપણે વિચારી નથી શકતા. ચા-નાસ્તો કરવો ઘણો સારો લાગે છે, પરંતુ રોજ રોજ બિસ્કીટ કે નમકીન ખાવું પણ સારું નથી.

તો શું કાંઈક એવું જ એક વખતમાં બની જાય જે ઘણા દિવસો સુધી ચા સાથે આપણી ભૂખને શાંત કરવામાં કામ આવે, પાલક કે મેથીના ફ્લેવરની મઠરી તો તમે ઘણી ખાધી હશે, પરંતુ શું તમે ડુંગળીની મઠરી ખાધી છે? આજે અમે તમને ડુંગળીની મઠરી બનાવવાની રેસીપી જણાવીશું જે તમે 30 મિનીટમાં બનાવીને રાખી શકો છો.

સામગ્રી

1 મીડીયમ ડુંગળી કાપેલી

1.5 કપ મેંદો

2 ચમચી લોટ

2 ચમચી બેસન

2 ચમચી સોજી

1 નાની ચમચી જીરું

¼ નાની ચમચી અજમો

1 ચપટી હિંગ

2 ચમચી સુકી મેથીના પાંદડા

મીઠું સ્વાદમુજબ

તળવા માટે તેલ

રીત

સૌથી પહેલા તમારે તેનો લોટ બાંધવાનો છે. દરેક પ્રકારની મઠરીની જેમ તેના લોટને પણ થોડી વાર રાખી મુકવો પડે છે એટલા માટે તમારે થોડી સમય આપવો પડશે તેને.

મેંદો, સોજી, બેસન, લોટ વગેરેને ભેળવીને સારી રીતે મિક્સ કરી દો. તમારે ધ્યાન એ રાખવું પડશે કે મેંદાને છોડીને બધું એક જ પ્રમાણમાં હોવું જોઈએ.

હવે તમે જીરું, અજમો, હિંગ, સુકી મેથી, મીઠું, ડુંગળી અને ઘી વગેરેને સારી રીતે ભેળવી લો. ઘી ને થોડું એવું ગરમ કરીને ભેળવો.

હવે જેમ તમે પૂરીનો લોટ બાંધો છો એવી જ રીતે થોડો કડક લોટ બાંધી લો અને તેને એક ભીના કપડાથી ઢાંકીને રાખી દો.

હવે તે લોટની લુઈઓ બનાવો અને તેને મઠરીનો શેપ આપો. જો તમારી પાસે કુકી કટર વગેરે છે તો તમે તેને અલગ અલગ શેપમાં પણ કાપી શકો છો.

મઠરીમાં ફોર્કની મદદથી થોડા એવા છિદ્ર કરી દો જેથી તે પૂરીની જેમ ફૂલે નહિ અને તે ક્રિસ્પી બની જાય.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેને ડ્રીપ ફ્રાઈ કરો. તેને ગોલ્ડન બ્રાઉન થવા સુધી ક્રિસ્પી કરવાનું છે. તેને કાઢીને બટર પેપરમાં ઠંડા થવા માટે મૂકી દો.

હવે તેને તમે એયરટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખો અને ચા સાથે સર્વ કરો.

જો તમે ડુંગળીની મઠરી બનાવવા માગો છો તો તેને અડધા કલાકના સમયમાં તૈયાર કરી શકાય છે અને લગભગ બે અઠવાડિયા સુધી સંગ્રહી શકાય છે.