મફતમાં આપણી સારવાર કરતા આ મોટા ડોક્ટર છે, બસ જરૂર છે તો થોડું સતર્ક થવાની

મિત્રો આજે અમે તમારી સાથે દુનિયાના ૭ સૌથી મોટા ડોકટરો વિષે ચર્ચા કરીશું. તે આ ૭ ડોક્ટર માત્ર મોટા જ નથી પણ ઉત્તમ પણ છે. આ ડોક્ટર આપણા માટે ઘણા જ વિશ્વાસપાત્ર છે જે બધાને સહેલાઈથી મળે પણ છે. જો આપણે આ ડોક્ટરના સંપર્કમાં બરોબર રહીશું તો આપણે આપણા ઉપરાંત કુટુંબના સભ્યોને પણ સ્વસ્થ રાખી શકીશું, તો આવો દુનિયાના સૌથી મોટા ડોકટરોનો તમને પણ પરિચય કરાવી આપીએ,

૧. સુરજના કિરણો :

દુનિયાના સૌથી મોટા ડોક્ટરની યાદીમાં પહેલું સ્થાન સુરજ નું છે. જેમ કે તમે જાણો જ છો કે સુરજના કિરણોથી આપણે જાત જાતના વિટામીન મેળવીએ છીએ. જેમાં વિટામીન ડી મુખ્ય છે, જે આપણા શરીરને માત્ર સુરજમાંથી જ મળે છે. તમને એ વાંચીને નવાઈ લાગશે કે આપણા દેશમાં મોટાભાગના લોકોમાં વિટામીન ડી ની ઉણપ ખાસ કરીને જોવામાં આવે છે. જેના પરિણામે શરીરના હાડકા દિવસે ને દિવસે નબળા થતા જાય છે અને શરીર ઘણી બીમારીઓનું ઘર બની જાય છે.

તમે જોયું હશે વિદેશી મોકો મળતા જ સુરજના કિરણોનો સંપૂર્ણ ફાયદો મેળવે છે. જો જો આપણે તેના મહત્વને સમય જતા ન સમજી શક્યા તો આવનારૂ કાલ આપણા માટે સરળ નહિ હોય. વ્યસ્તતાનું બહાનું છોડીને થોડો સમય કાઢીને સુરજના કિરણોનો ફાયદો મેળવીએ, જે આપણા દેશમાં સરળ રીતે જ ઉપલબ્ધ છે. ત્યાં સુધી શક્ય હોય તો ઉગતા સુરજના કિરણોમાં વીસ મિનીટ રહેવાનો નિયમિત પ્રયાસ કરો. આ પ્રયાસથી તમે ભવિષ્યમાં ઘણી મોટી બીમારીઓથી બચી શકો છો. આપણા માટે સુરજ ના કિરણો એક ખુબ જ મોટા ડોક્ટર તરીકે કામ કરે છે.

૨. ૬-8 કલાક આરામની ઊંઘ :

દુનિયાના સૌથી મોટા ડોક્ટર તરીકે ૬-8 કલાકની ઊંઘ આપણા જીવનમાં ઘણી મોટી ભૂમિકા ભજવે છે. આપણા માટે તે ખુબ જરૂરી છે કે આપણે આપણા શરીરને જરૂરી આરામ આપીએ. કેમ કે ઊંઘ દરમિયાન આપણા શરીરમાં બધા અંગો ને સંપૂર્ણ આરામ મળે છે. એટલે ૬-8 કલાકની ઊંઘ રોજની જરૂરી છે. ઊંઘ પછી મોબાઈલ ચાર્જીંગ ની જેમ આપણું શરીર ફરીથી ૧૦૦ ટકા ચાર્જ થઇ જાય છે. એક સારી ઊંઘ પછી આપણે આખો દિવસ ઉર્જાવાન બનીને રહીએ છીએ. બસ એક વાતનું ધ્યાન રાખો જ્યાં સુધી શક્ય હોય તો સુવા અને ઉઠવાનો સમય ચોક્કસ રાખો.

૩. શુદ્ધ શાકાહારી ભોજન :

દુનિયાનો સૌથી મોટા ડોક્ટર તરીકે શુદ્ધ શાકાહારી ભોજન છે. વર્તમાન સમય ભલે કેવો પણ હોય આપણે કોઈપણ ભોગે શુદ્ધ ભોજન જ લેવું જોઈએ. આજના જીવનધોરણને જોતા હાલમાં અશુદ્ધ ભોજનનો આપણે ત્યાગ કરવો જોઈએ.

શુદ્ધ સાથે સાથે આપણે શાકાહારી ભોજન પણ લેવું જોઈએ. શાકાહારી ભોજનથી આપણને જરૂરી શક્તિ મળે છે. અશુદ્ધ ભોજનથી આપણા શરીરના અંગો ધીમે ધીમે નબળા થતા જાય છે અને અંગોની કાર્યપ્રણાલી પણ બંધ થવા લાગે છે. ભોજન ખાતા અને બનાવતી વખતે સફાઈનું ખાસ ધ્યાન રાખો. ઘણી વખત ન દેખાય તેવા જીવાણું આપણા શરીરમાં જઈને આપણને ગંભીર રીતે બીમાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી કોઈપણ સંજોગોમાં આપણે શુદ્ધ શાકાહારી અને સ્વચ્છ ભોજન જ લેવું જોઈએ. જીવનના દરેક સુખમાં પહેલું સુખ છે નીરોગી શરીર.

૪. રોજ નિયમિત કસરત :

વિશ્વના ચોથા સૌથી મોટા ડોક્ટર તરીકે દરરોજ કસરત છે. આપણે નિયમિત રીતે કસરતને જીવનમાં ઉમેરવી જોઈએ. નિયમિત કસરતની ટેવ થી આપણું શરીર ચુસ્ત અને તાજું માજુ રહે છે. જેથી બીમારીઓ પણ આપણાથી દુર રહેશે. જે લોકો બીમારીથી પડિત છે તેમણે પોતાના શરીરની ક્ષમતા મુજબ ડોક્ટરની સલાહ મુજબ જ યોગ્ય કસરત કરવી જોઈએ. બાળકોમાં શરૂઆતથી જ કસરતની ટેવ પાડવી જોઈએ. સવારે ખાલી પેટ કસરત કરવી યોગ્ય છે. આ શારીરિક કસરતથી આપણા અંગો શરીર માટે પ્રતિકુળ બની જાય છે.

૫. પોતાની જાત ઉપર વિશ્વાસ :

વિશ્વનો પાંચમા ડોક્ટરની યાદીમાં પોતાના ઉપર અતુટ વિશ્વાસ રાખવાનો છે. જો આપણે પોતાના ઉપર વિશ્વાસ નહી કરીએ તો આપણે કોઈની પણ ઉપર વિશ્વાસ નહી કરી શકીએ. પોતાનામાં વિશ્વાસની ઉણપ હોવાથી અપણને દરેક વખતે જાત જાતની તકલીફોનો સામનો કરવો પડે છે જે આપણા મનોબળને નુકશાન પહોચાડે છે અને આપણે પોતાની જાતને અસહાય, નબળા અને એકલા નો અહેસાસ કરવા લાગીએ છીએ. પરિસ્થિતિ ભલે અનુકુળ હોય કે વિપરીત આપણે પોતાના ઉપર વિશ્વાસ કરીને તેનો સામનો કરવાનો છે.

તેનો અર્થ છે આપણી અંદર જાત જાતની ઘણી શક્તિ છુપાયેલી છે જેને આપણે જાણતા નથી. આપણે પોતાની શક્તિને ઓળખવી જોઈએ અને પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ. તમે વાચ્યું હશે જાંબુવાનજી એ હનુમાનજીને પોતાની શક્તિઓ વિષે યાદ અપાવ્યું તો હનુમાનજી એ ઘણું મુશ્કેલ કાર્યને પણ પૂરું કરી બતાવ્યું. સફળતા માટે જરૂરી છે આપણે કોઈપણ સંજોગોમાં પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો. પોતાની ઉપર વિશ્વાસ રાખવાથી આપણે તનાવમુક્ત પણ રહીએ છીએ.

૬. જરૂરી પ્રમાણમાં પાણીનું સેવન :

જરૂરી પ્રમાણમાં પાણી પીવું દુનિયાનો છઠો સૌથી મોટો ડોક્ટર છે. આપણે જરૂરી પ્રમાણમાં શુદ્ધ પાણીનું સેવન કરવું જોઈએ. તમને એ વાતની જાણકારી હશે કે આપણા શરીરમાં ૭૦% પાણી હોય છે. તેથી જરૂરી પ્રમાણમાં પાણીનું સેવન ન કરવાથી શરીરમાં પાણી ની ઉણપ થવા લાગે છે અને શરીરની કાર્યપ્રણાલી સુસ્ત બની જાય છે. જરૂરી પ્રમાણમાં પાણીના સેવનથી આપણે ઘણી બીમારીઓ થી બચી શકીએ છીએ.ઓછું પાણી પીવાની ટેવને લીધે કીડની સુધીની બીમારીઓ થઇ શકે છે. સવારે ઉઠતા જ વાસી મોઢે ચાર ગ્લાસ પાણી પીવાની ટેવ જરૂર પાડો. આખા દિવસમાં ૬-૭ લીટર પાણી જરુર પીવો. જો તમે બીમાર છો તો તમારા ડોક્ટર સાથે પાણીના પ્રમાણ વિષે સલાહ જરૂર લેવી.

૭. સારા અને સાચા મિત્ર :

વિશ્વમાં સાતમો મોટો ડોક્ટર તરીકે સારા અને સાચા મિત્ર હોય છે. આપણે તેનું મહત્વ સમજવું જોઈએ. સારા મિત્ર સાથે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પહાડની જેમ આપણી સાથે હોય છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. જીવનની સફળતામાં આપણા સાચા મિત્ર નું ખુબ જ મહત્વ હોય છે. તેથી પોતાના જીવનમાં મિત્ર ભલે ઓછા રાખો પણ સાચા અને સારા રાખો, કેમ કે સાચા મિત્ર આખી લાયબ્રેરી બરોબર હોય છે. મિત્રતા હોય તો કૃષ્ણ અને સુદામા જેવી કાયમ એક બીજાને સાથ આપવાની ભાવના હતી. એક સારા મિત્રના સંપર્કમાં રહીને આપણે પોતાને માનસિક રીતે હળવા અનુભવીએ છીએ.

વિશ્વના આ સૌથી મોટા ઈશ્વર તરફથી આપવામાં આવેલ આપણે માટે એક અનમોલ ભેટ છે. આ બધા ડોક્ટર આપણી પાસેથી કોઈ ફી નથી લેતા. બસ જરૂર છે તો પોતાના પ્રત્યે થોડું સતર્ક થવાની. આ બધા ડોક્ટરની મદદથી જયારે આપણું તન મન સ્વસ્થ હશે ત્યારે આપણે એક આનંદિત જીવનની કલ્પના કરી શકીએ છીએ. આજ થી જ પોતાને બદલવાનો પ્રયાસ કરીએ અને બીજાને પણ પ્રોત્સાહિત કરીએ.

તમને આ લેખ કેવો લાગ્યો? જરૂર જણાવશો. આશા રાખીએ કે આમારા લેખ તમને મદદ કરવામાં ઉપયોગી થશે. તમારી પ્રતિક્રિયા અમારો ઉત્સાહ વધારે છે. અમને વધુ સારા થવામાં મદદ અને પ્રેરણા આપે છે, જેથી અમે આગળના એથી પણ સારા લખી શકીએ.