1070 ફિટ લાંબી છે દુનિયાની સૌથી ઊંચી લિફ્ટ, લગભગ દોઢ મિનિટમાં ટોપ પર પહોચાડે છે

દુનિયામાં ટેક્નિકની બાબતમાં રોજે રોજ નવા નવા સંશોધન થતા રહે છે. નવી નવી શોધ થી આપડું જીવન ખુબ જ સરળ થઇ ગયું છે. હવે મોટી મોટી બિલ્ડીંગો ને જ લઈ લો, લિફ્ટ વગર તેની ઉપર ચડવાનો સવાલ જ નથી થતો.

બહુમાળી બિલ્ડિંગોમાં રહેવાવાળા લોકો દાદરાનો ઉપયોગ કરે તો આવવા જવામાં થાકી જાય છે. તેથી આજકાલ તમામ બિલ્ડિંગોમાં લિફ્ટ બનાવવામાં આવે છે. પરંતુ તમે વિચાર્યું છે દુનિયાની સૌથીઉંચી લિફ્ટ કેટલી લાંબી હશે.

આજે તમને દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લિફ્ટ વિષે બતાવી રહ્યા છીએ.

ચીનના હુનાન રાજ્યની બાઈલોગ્સ એલીવેટર દુનિયા ની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ છે. તેને નીચે જમીનથી એક પહાડની ટોચ સુધી લગાડવામાં આવી છે અને તેમાં બેસીને કુદરતનો અદ્દભુત નજારો નિહાળતા પહાડની ટોચ સુધી આવ જા કરી શકાય છે.

કાચની બનેલી આ લિફ્ટની લંબાઈ 1,070-foot છે.નબળા હ્રદય વાળા લોકોની તો આ લિફ્ટને જોઈને જ હવા નીકળી જાય છે .પરંતુ જે લોકોને રોમાંચ ગમે છે તેમના માટે આ લિફ્ટમાં ચડવું ખુબ જ આનંદદાયક રહેશે.

 


Posted

in

,

by