દુનિયાનો પહેલો ઈમેલ,પહેલો ટવ્વીટ,પહેલો યુટ્યુબ વિડિયો યાદ છે? ઈન્ટરનેટ ની રોચક વાતો જાણીલો

ઈન્ટરનેટ ૨૦ મી સદીની સૌથી ક્રાંતિકારી શોધ છે. હોય પણ કેમ નહિ, આ એક શોધે આપણી જિંદગીની કાયાપલટ કરી દીધી છે. ઈન્ટરનેટ આપણા જીવનમાં એવું રચ્યું પચ્યું છે કે આજે દુનિયા ઘણા હિસ્સા માં ઈન્ટરનેટ વિનાની જિંદગીની કલ્પના કરવી પણ મેશ્કેલ છે. આજે ભલે ઈન્ટરનેટ પર અબજો ની સંખ્યામાં વિડીયો, ટવ્વીટ અને પોસ્ટ્સ હોય પરંતુ ઈન્ટરનેટ ની પહેલી વસ્તુઓ વિષે જો તમને ખબર નથી, તો શું ફાયદો.

આવો જાણીએ,ઈન્ટરનેટ ની દુનિયામાં પોતાની ધાક જમાવી દીધેલ થોડી કંપનીઓએ કેવી રીતે કરી હતી પોતાની શરુઆત.

1.દુનિયા ના સૌથી પહેલા ઈમેઈલ ૧૯૭૧ માં રે ટોમલીસન ને પોતાને જ મોકલ્યો હતો. તેમણે આ ઇમેલ વિષે વાત કરતા કહ્યું હતું કે ,’તે મેસેજ એક રીતે ટેસ્ટ મેસેજ હતો અને તેમાં કઈ હતું નહિ જેને યાદ રાખી શકાય. મને જ્યાં સુધી યાદ છે, તે મેસેજ QWERYIOP કે તેવી જ કંઈક રહ્યું હતું’.

૨. દુનિયાનું પહેલું ડોમેઈન નેમ Symbolics,com હતું. તેને ૧૫ માર્ચ ૧૯૮૫ ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ હતો. આજે તેને એક ઐતિહાસિક શોધ માનવામાં આવે છે.

૩. દુનિયાની પહેલી વેબ સાઈટ વર્ડ વાઈડ વેબ થી જોડાયેલી જાણકારીઓ માટે ડેડીકેટ કરવામાં આવેલ હતી. તે વેબ સાઈટ ૬ ઓગસ્ટ ૧૯૯૧ ના રોજ દર્શાવવામાં આવી હતી.

૪. ઈન્ટરનેટ પર સૌથી પહેલો ફોટો ટીમ બર્નર્સ લી એ અપલોડ કર્યો હતો. ટીમ બર્નર્સ લી,www એટલે કે વર્ડ વાઈડ વેબની શોધ કરનાર હતો, તેમણે આ ફોટો કોમેડી બેંડ,Les Horrible Cernes ના તરફથી અપલોડ કર્યો હતો.

૫. દુનિયાનું સૌથી પહેલો ALO ઈન્ટરનેટ મેસેજ ERD Leonsis એ પોતાની પત્નીને મોકલ્યો હતો. ૬ જાનુઆરી ૧૯૯૩ માં મોકલેલ આ મેસેજમાં તેમણે લખ્યું હતું ‘ડરવું નહી’ તે હું છું. લવ યુ અને હું તને ખુબ જ યાદ કરી રહ્યો છું’. તો તેની પત્નીનો જવાબ હતો-‘વાહ. આ કેટલું કુલ છે’. Leonsis ત્યાર પછી ALO ના વીઈસ ચેરમેન બની ગયા હતા.

૬. જોય મેંકકેંબલે પહેલો એવો માણસ હતો જેમણે ઈન્ટરનેટ પર પહેલી બેનર એડ ચલાવી હતી. તે ઓક્ટોબર ૧૯૯૪માં Hotwired ઉપર રજુ થઈ હતી અને તેમાં ૭ આર્ટ મ્યુજીયમમાં રજુ કરાઈ હતી જેને AT&T એ સ્પોન્સર કર્યો હતો.

૭, અમેજોન ઉપર દુનિયાની સૌથી પહેલું પુસ્તક ૧૯૯૫ માં વેચાઈ હતી. તે પુસ્તક નું નામ douglas hofstadter’s fluid concepts and creative analogies:computer models of the fundamental mechanisms of thought હતું.

8. સ્કાઈપ ઉપર સૌથી પહેલો શબ્દ ઇસ્ટોનીયન ભાષા માં બોલવામાં આવેલ હતો. એપ્રિલ ૨૦૦૩માં સ્કાઇપની ડેવલપમેન્ટ ટીમના એક સદસ્યનો આ શબ્દ હતો-‘Tere,Kas sa Kuuled mind?’ ગુજરાતી માં અર્થ થાય છે ‘હેલો,શું તમે મને સાંભળી શકો છો?’

9. ફેસબુક ના પહેલા ત્રણ એકાઉન્ટને ટેસ્ટીંગ માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. ફેસબુક ઉપર ચોથા એકાઉન્ટ અને અધિકારીઓના રૂપમાં પહેલું એકાઉન્ટ તે કંપનીના માલિક માર્ક જુકરબર્ગ એ બનાવ્યું હતું .ફેસબુક ઉપર નોન ફાઉન્ડર એકાઉન્ટ Arie Hasit એ બનાવેલ હતું. જે અત્યારે ઇજરાયલ માં અભ્યાસ કરે છે.

10. યુટ્યુબ ઉપર દુનિયાના સૌથી પહેલો વિડીયો,એ કંપનીના કો- ફાઉન્ડર જાવેદ કરીમે અપલોડ કર્યો હતો. જાવેદ આ વિડીયોમાં સેન ડીએગો ચિડીયાઘર માં જોવા મળી રહ્યો છે. ૨૩ અપ્રિલ ૨૦૦૫ ના રોજ અપલોડ કરેલ વિડીયો ને અત્યાર સુધી માં ૫.૮ કરોડ થી વધુ વખત જોવામાં આવેલ છે.

11. દુનિયાનો સૌથી પહેલઈ ટ્વીટ આ કંપનીના કો- ફાઉન્ડર,જેક ડૉર્સી એ ૨૧ માર્ચ ૨૦૦૬ ના રોજ કરી હતી.