દુનિયાભરમાં થઈ રહયા છે ઈસરોના વખાણ, કારણ કે વિમાનથી 10 ગણા ઝડપી યાનની સોફ્ટ લેન્ડિંગ ક્યારેય સરળ નથી રહી.

ચંદ્રયાન-૨ મિશનના ઈસરો કેન્દ્ર સાથે સંપર્ક તૂટી ગયા પછી પણ દુનિયાભરમાં ભારતીય સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોના ભરપેટ વખાણ થઇ રહ્યા છે. કેમ કે વિમાનથી ૧૦ ગણું ઝડપી યાનનું સોફ્ટ લેડીંગ ક્યારે પણ સહેલું નથી રહ્યું. અમેરિકી સમાચાર પત્ર ન્યુયોર્ક ટાઈમ્સથી લઈને વોશિંગ્ટન પોસ્ટ અને બ્રિટીશ સમાચાર બીબીસીથી લઈને ‘દ ગાર્જીયન’ સુધી બધાએ ચંદ્રયાન-૨ મહત્વનું સ્થાન આપ્યું અને તેને ત્યાં સુધીના સૌથી મહત્વાકાંક્ષી મિશન ગણાવ્યું.

ન્યુયોર્ક ટાઈમ્સે શનિવારે ભારતીય મિશનની પ્રસંશા કરતા જણાવ્યું, ભારત પહેલી વખતમાં ચંદ્ર ઉપર લેડીંગમાં સફળ નથી થઇ શક્યું. પરંતુ તેમના એન્જીનીયરીંગ કૌશલ્ય અને દશકથી ચાલી રહેલા અંતરીક્ષ વિકાસ કાર્યક્રમેં તેમની વૈશ્વિક મહત્વાકાંક્ષા રજુ કરી છે. ચંદ્રયાન-૨ની આંશિક અસફળતાથી તેમની ચંદ્ર ઉપર લેંડ કરનારા દેશોની યાદીમાં જોડાવાના પ્રયાસોમાં થોડું મોડું થઇ શકે છે.

વોશિંગ્ટન પોસ્ટે લખ્યું, ભારત માટે આ મિશન રાષ્ટ્રીય ગૌરવનો વિષય રહ્યો. બ્રિટીશ સમાચાર પત્ર ‘દ ગાર્જીયન’ એ ફ્રાંસની સ્પેસ એજન્સી સીએનઈએસ હેઠળ લખ્યું, ભારત ત્યાં જઈ થયો છે, જ્યાં આજથી ૨૦, ૫૦ કે ૧૦૦ વર્ષ પછી માનવ જાતી વસવાટ કરશે.

ફ્રેંચ સમાચાર પત્ર ‘લી મોન્ડ’ એ સ્પેસ એજન્સી સીએનઈએસ દ્વારા લખ્યું, વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ચંદ્ર ઉપર મોકલવામાં આવેલા માત્ર ૪૫% મિશન જ સફળ થયું છે. કોઈ માણસ વગરના સોફ્ટ લેડીંગ ઘણું મુશ્કેલ હોય છે. સમાચાર પત્રએ ભારતીય મીડિયાની પ્રસંશા કરતા જણાવ્યું કે વેબસાઈટ્સ માહિતી રજુ કરવામાં ઘણું ઝડપી હતું અને ઈસરો દ્વારા જણાવવામાં આવેલી દ્રષ્ટિઓને સારી એવી બતાવી રહી હતી.

ચંદ્રયાન-૨થી ત્રણ ગણું હતું અવેંજર્સ ફિલ્મનું બજેટ : બીબીસી બ્રિટીશ સમાચાર પત્ર બીબીસીએ જણાવ્યું, હોલીવુડ ફિલ્મ અવેંજર્સ એંડગેમનું બજેટ લગભગ ૨૫૫૦ કરોડ રૂપિયા (૩૫.૬ કરોડ ડોલર) હતું, જો કે ચંદ્રયાન-૨ મિશનથી લગભગ ત્રણ ગણું હતું. પરંતુ તે પહેલી વખત ન હતું, જયારે ઈસરોની સારા માટે વખાણ કરવામાં આવ્યા. તેમના ૨૦૧૪ના મંગળ મિશનનો ખર્ચ અમેરિકાના માર્સ ઓર્વીટર મેવનનો કુલ ખર્ચનો ૧૦મો ભાગ હતો.

ઈસરોના પ્રયાસોથી આવનારા અભિયાનોમાં મદદ મળશે : નાસા એસ્ટ્રોનોટ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના પૂર્વ અંતરીક્ષ યાત્રી જેરી લીનેંજરે ચંદ્રની અપાતી ઉપર ચંદ્રયાન-૨ના વીક્ર મોડ્યુલનું સોફ્ટ લોડીંગ કરાવવામાટે ભારતનો ‘સાહસિક પ્રયાસ’ ગણાવ્યો છે. સાથે જ જણાવ્યું છે કે તેનાથી મળેલી શીખ ભવિષ્યના અભિયાનો દરમિયાન દેશ માટે મદદરૂપ સાબિત થશે. આ વાત તેમણે શનિવારે ભારતના ચંદ્રયાન-૨ અભિયાન ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું.

પીટીઆઈને આપવમાં આવેલા ઈન્ટરવ્યુંમાં લીનેંજરે જણાવ્યું, આપણે વધુ નિરાશ ન થવું જોઈએ. ભારત થોડું વધુ.. વધુ સારું કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વાસ્તવમાં લેંડરની નીચે આવવા સુધી બધું જ યોજનાપૂર્વક ચાલી રહ્યું હતું. લીનેંગરના જણાવ્યા મુજબ દુર્ભાગ્ય સાથે લેંડર હોવર પોઈન્ટ સુધી પણ ન પહોચી શક્યું, જો કે ચંદ્રની સપાટીથી લગભગ ૪૦૦ મીટરની ઊંચાઈ ઉપર છે.

તેમણે જણાવ્યું, જો તે આ પોઈન્ટ ઉપર પણ પહોચી જાત અને ત્યાર પછી જો સફળ ન પણ થાત તો પણ તે ઘણું મદદરૂપ થાત. કેમ કે ત્યાં રડારના એલ્ટીમીટર (ઊંચાઈ માપવાનું એક યંત્ર) અને લેંજરોનું પરીક્ષણ કરી શકાયું હોત.

ખાસ મુદ્દા :

નાસાના પૂર્વ એસ્ટોનોટે જણાવ્યું – ચંદ્રયાન-૨ના પ્રયાસો ભવિષ્યના મિશનમાં કામ આવશે.

ફ્રાંસના સમાચાર પત્ર ‘લી મોન્ડ’ એ લખ્યું – કોઈ માણસની મદદ વગરનું સોફ્ટ લેડીંગ ઘણું મુશ્કેલ.

ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું, ઈસરોના એન્જીનીયરીંગ કમાલની છે, ભારતમાં અંતરીક્ષ હવે એક પોપુલર ટોપિક છે.

વોશિંગટન પોસ્ટે લખ્યું – ભારતે ત્યાં જવાની હિંમત દેખાડી, જ્યાં ભવિષ્યમાં માણસ વસવા માગશે.

આ માહિતી દૈનિકભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.